SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ જણાય તો કોઈપણ રીતે પોતાની ઇચ્છા પૂરી કરી શકાય. આયંબિલની સતત ઉપાસના થવાને કારણે તેઓ એમ કરી શક્યા નહિ. અગિયાર વર્ષ કરતાં પણ વધુ સમય વીતી ગયો. લોકોએ વિચાર્યું કે સંકટનો સમય હવે પસાર થઈ ગયો છે. હવે આ તપસ્યા કરવાની શી જરૂર છે ? વિચારોમાં હ્રાસ એકસાથે આવ્યો અને સૌએ તપસ્યા છોડી દીધી, દીપાયનને તક મળી ગઈ. તેણે અગ્નિવર્ષા કરી અને સઘળું બાળી નાખ્યું. વાસુદેવ કૃષ્ણ બલરામજી પોતાના પિતા વસુદેવ, માતા રોહિણી તથા દેવકીને રથમાં બેસાડીને, પોતે ૨થ ચલાવીને નગરની બહાર જવા લાગ્યા. પરંતુ રાજમહેલમાંથી બહાર આવતાં આવતાં વચ્ચે દીવાલ તૂટી પડી, કૃષ્ણ અને બલ૨ામ તો બહાર આવી ગયા પરંતુ માતા અને પિતા અંદર જ ફસાઈ ગયાં. વસુદેવજીએ કહ્યું કે, ‘તમે અમારી ચિંતા છોડો અને કુશળ નીકળી જાવ. અમે હવે ભગવાનનું શરણ સ્વીકારીએ છીએ.’ બલરામની દીક્ષા સમગ્ર દ્વારિકામાં સ્ત્રી-પુરુષો તથા બાળકો આક્રંદ કરી રહ્યાં હતાં. બલદેવ અને વાસુદેવને આજે પ્રથમ વખત પોતાની મજબૂરીનો અનુભવ થયો. ભારે મન સહિત તેઓ બંને ત્યાંથી ચાલી નીકળ્યા. શત્રુ રાજાઓ તથા માર્ગવર્તી પ્રાકૃતિક મુશ્કેલીઓને પાર કરતા કરતા દુર્ગમ કૌશાંબી વનમાં બંને ભાઈ પહોંચ્યા. વાસુદેવને તીવ્ર તરસ લાગી. ભાઈ બલરામને તેમણે કહ્યું, ‘દાઉ ! ખૂબ તીવ્ર તરસ લાગી છે. હવે તો પાણી વગર એક ડગલું પણ ભરી શકાશે નહિ. મને પાણી પીવડાવો.' બલરામ પાણીની શોધમાં નીકળ્યા. અત્યંત ક્લાન્ત હોવાથી વાસુદેવ પીતાંબર ઓઢીને સૂઈ ગયા. જરકુમાર એ જ જંગલમાં વનવાસી બનીને રહેતો હતો. દૈવયોગે તેણે પીતાંબર ઓઢેલા શ્રી કૃષ્ણને હરણ સમજીને બાણ ચલાવ્યું જે તેમના જમણા પગમાં વાગ્યું. બાણ વાગતાં જ વાસુદેવ બોલ્યા, ‘કોણ છે આ તીર ચલાવનાર ? મારી સામે તો આવો !’ શ્રીકૃષ્ણનો અવાજ જરાસંઘ માટે અપરિચિત નહોતો. તે નજીક આવીને બોલ્યો, ‘આ તમારો અભાગી ભાઈ જરાકુમાર છે. તમારા પ્રાણની રક્ષા માટે તો હું વનવાસી બની ગયો. છતાં દૂરદૈવ દ્વારા હું તમારા પ્રાણનો ગ્રાહક બની ગયો !' કૃષ્ણે સંક્ષેપમાં દ્વારિકાદાહ, યાદવકુળવિનાશ વગેરેનું વૃત્તાંત જણાવતાં જરાકુમારને પોતાની કૌસ્તુભમણિ સોંપી અને કહ્યું, ‘આપણા યાદવકુળમાં હવે માત્ર તમે જ બચ્યા છો, તેથી પાંડવોને આ મણિ બતાવીને તેમની પાસે જ રહેજો. શોક ત્યાગીને તરત અહીંથી ચાલી નીકળો. બલરામજી આવતા જ હશે. જો તેઓ તમને જોઈ જશે તો તરત મારી નાખશે.’ તીર્થંકરચરિત્રજ્ઞ ૧૨
SR No.022702
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumermal Muni, Rohit Shah
PublisherAnekant Bharti Prakashan
Publication Year1996
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy