SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષાઋતુમાં ભારે વર્ષા થઈ. આસપાસનાં તળાવ-સરોવર છલકાઈ ગયાં. શામ્બ વગેરે અનેક યાદવકુમારો ભ્રમણ માટે નીકળ્યા હતા. ફરતા ફરતા તેઓ દૂર જંગલમાં નીકળી ગયા. તેમને તરસ લાગી. ત્યાં ખાડાઓમાં ભરાયેલાં પાણી વડે તરસ છીપાવી. તે પાણીમાં ઢોળેલો શરાબ વહી આવીને ભળેલો હતો. તરસ તો છિપાઈ ગઈ, પરંતુ ઉન્મત્તતા છવાઈ ગઈ. સૌ મદહોશ બની ગયા. સંયોગવશ થોડેક દૂર તેમને દીપાયન ઋષિ મળી ગયા. નશામાં ઉન્મત્ત યાદવકુમારોએ ઋષિને ખૂબ પજવ્યા. ઋષિ લાંબા સમય સુધી શાંત રહ્યા, પરંતુ અંતે યુવકોની યાતનાઓ વડે તેઓ ઉત્તેજિત થઈ ઊઠ્યા. વિચારવા લાગ્યા, “હવે આવા યુવકો જ દ્વારિકામાં રહે છે. બાકી તો સૌ દીક્ષિત થઈ ચૂક્યા છે. આમને તો ભસ્મ કરી દેવા જ ઉચિત ગણાય.” ઋષિએ ગુસ્સે થઈને કહ્યું, તમે મને અત્યારે પજવો છો, પરંતુ આનો બદલો હું સમગ્ર દ્વારિકાને ભસ્મ કરીને લઈશ.” આ સાંભળતાં જ યુવકોના હોશ ઊડી ગયા. તેમનો નશો એકાએક ઊતરી ગયો. સૌ પશ્ચાત્તાપ કરવા લાગ્યા. યાદવકુમારોની ઉડતાની જાણ શ્રીકૃષ્ણને થઈ. શ્રીકૃષ્ણ અને બલરામજીએ આવીને ઋષિનો ખૂબ અનુનય-વિનય કર્યો. અત્યંત વિનય કરવા છતાં દીપાયન ઋષિએ માત્ર એટલું જ કહ્યું કે, “તમને બંને ભાઈઓને હું મુક્ત કરીશ. બાકીની દ્વારિકામાં કશું જ બચશે નહિ. સઘળું સ્વાહા કરીને જ હું શાંત બનીશ.” આવો સ્પષ્ટ ઉત્તર મળવાથી શ્રીકૃષ્ણ અને બલરામજી નિરાશ થઈને ત્યાંથી પાછા વળ્યા. તીર્થકરત્વની ભવિષ્યવાણી ભગવાન નેમિનાથ ફરીથી દ્વારકા પધાર્યા. કૃષ્ણવાસુદેવે દર્શન કર્યા. પરંતુ આજે તેઓ ખિન્ન હતા. પ્રભુને કહેવા લાગ્યા, “લોકો મોટી સંખ્યામાં સંયમ લઈ રહ્યા છે. શું મારે કોઈ અંતરાય છે?” ભગવાને કહ્યું, “કૃષ્ણજી ! વાસુદેવની સાથે કેટલીક એવી નિયતી હોય છે કે તેઓ સાધુ બનતા નથી, પરંતુ તમારે વિષાદ અનુભવવો જોઈએ નહિ. હવેની ઉત્સર્પિણીમાં આપ અમમ” નામના બારમા તીર્થંકર બનશો. આ બલરામજી આપના ધર્મશાસનમાં મુક્ત બનશે.” આ સાંભળતાં જ સર્વત્ર પ્રસન્નતા પ્રસરી ગઈ. ભગવાન વિહાર કરીને ચાલ્યા ગયા. લોકો ઘર્મની વિશિષ્ટ ઉપાસના કરવા લાગ્યા. ઉપવાસ, આયંબિલ વ્યાપકરૂપે થવા લાગ્યાં. એકતરફ દીપાયન પોતાનું આયુષ્ય પૂર્ણ કરીને અગ્નિકુમાર દેવરૂપે ઉત્પન્ન થયા. તેમણે અવધિદર્શન વડે જોયું. પૂર્વનું વેર પુનઃ જાગૃત થયું. તરત દેવ દ્વારિકાદહન માટે પૃથ્વી ઉપર આવી ગયા. પરંતુ પ્રત્યેક ઘરમાં ધર્મની સમુચિત ઉપાસના જોઈને તેઓ દ્વારિકાને બાળી શક્યા નહિ. વર્ષો સુધી તેઓ દ્વારિકાની આસપાસ ફરતા રહ્યા. છીડું શોધતા રહ્યા. ક્યાંય કશીક ક્ષતિ ભગવાન શ્રી અરિષ્ટનેમિ ૧૬૧
SR No.022702
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumermal Muni, Rohit Shah
PublisherAnekant Bharti Prakashan
Publication Year1996
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy