SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ અગ્રજેને જોઈને ભાવવિહુવળ થઈ ઊઠ્યા. અંતે વંદન કરી સૌ પાછા ફર્યા. પરંતુ દેવકી ઉદાસ રહેવા લાગી અને વિચારવા લાગી, “સાત સાત પુત્રોને જન્મ આપવા છતાં મેં એકને પણ દૂધ પીવડાવ્યું નથી, ખોળામાં રમાડ્યો નથી, માતાનું વાત્સલ્ય આપ્યું નથી, તો પછી આ રીતે માતા બનવામાં શું સદ્ભાગ્ય? આવા ચિંતનમાં તે રાત દિવસ અન્યમનસ્ક રહેવા લાગી. કૃષ્ણ મહારાજે જ્યારે પોતાની માતાને ઉદાસીનતાનું કારણ પૂછ્યું ત્યારે દેવકીની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. ગદ્દગદ સ્વરે પોતાની મનોવ્યથા કહેતાં તેણે કહ્યું, “હે કૃષ્ણ ! સાત સાત દિગ્ગજ પુત્રોને જન્મ આપવા છતાં મેં એક પણ પુત્રને ન તો દૂધ પીવડાવ્યું, ન તો ખોળામાં લઈને રમાડ્યો. એક પણ પુત્રને જો બાલક્રિડા કરતા મેં જોયો હોત તો મનમાં કોઈ વસવસો ન રહેત. કૃષ્ણમહારાજ તરત ઊઠીને પૌષધ શાળામાં ગયા. અઠ્ઠમ (તેલા) તપ કરીને કુળદેવને યાદ ક્ય. દેવ પ્રગટ થતાં જ કૃષ્ણ પૂછ્યું, “મારે નાનો ભાઈ થશે કે નહિ ?” દેવે પોતાના દિવ્યજ્ઞાન વડે અવલોકીને કહ્યું, ‘તમારે એક ભાઈ થશે, પરંતુ તે બાળપણમાં જ દીક્ષિત થઈ જશે.” કૃષ્ણ વાસુદેવે દેવકી પાસે આવીને પણ કરી કે, સ્વર્ગમાંથી એક વધુ જીવ આપની કૂખે ઉત્પન્ન થશે. આ રીતે અમે સાત નહિ, પરંતુ આઠ ભાઈઓ થઈશું.” આ સાંભળીને દેવકી અત્યંત પ્રસન્ન થઈ. ગજસુકમાલની મુક્તિ કેટલાક સમય પછી દેવકીની કૂખે એક પુત્રનો જન્મ થયો. વાસુદેવ કૃષ્ણ પોતાના ભાઈનો જન્મોત્સવ વિશેષરૂપે ઉજવ્યો. હાથીના તાળવા જેવા સુકોમળ શરીરવાળા હોવાને કારણે ભાઈનું નામ ગજસુકુમાલ પાડ્યું. ગજસુકુમાલ મોટા થયા. એક વખત શ્રીકૃષ્ણ સોમિલ વિપ્રની સુંદર કન્યાને જઈ અને વિપ્રને પૂછીને તેને ગજસુકુમાલ માટે સૂના અંતઃપુરમાં મોકલી. ગજુકુમાલ બાળપણથી ખૂબ સમજદાર હતા. ભગવાન અરિષ્ટનેમિ દ્વારિકા પધાર્યા. વાસુદેવ શ્રીકૃષ્ણ સાથે રાજકુમાર ગજસુકુમાલ પણ દર્શનાર્થે પધાર્યા. પ્રવચન સાંભળ્યું અને સંસારથી વિરક્ત થઈ ગયા. તેમણે માતા-પિતા તથા ભાઈ પાસે દીક્ષાની આજ્ઞા માગી. સૌએ તેમને રોકવાનો ભરપૂર પ્રયાસ કર્યો. પરંતુ તેઓ પોતાના નિર્ણય ઉપર અટલ હતા. શ્રીકૃષ્ણના અત્યંત આગ્રહથી ગજસુકુમાલે એક દિવસ માટે દ્વારિકાના રાજા બનવાનું સ્વીકાર્યું. બીજા દિવસે ભગવાન પાસે દીક્ષા અંગીકાર કરી લીધી. દીક્ષિત થતાં જ ભગવાનની આજ્ઞા મેળવીને તેઓ મહાકાળ સ્મશાનમાં ગયા અને ત્યાં ભિક્ષુની બારમી પ્રતિમામાં લીન થઈ ગયા. ગજસુકુમાલ મુનિ ધ્યાનમગ્ન હતા. આ બાજુ સોમિલ નામનો વિપ્ર યજ્ઞનાં સમિધ (લાકડાં) વગેરે લઈને આવી રહ્યો હતો. એકાએક તેની નજર તીર્થકરચરિત્ર [ ૧૫૪
SR No.022702
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumermal Muni, Rohit Shah
PublisherAnekant Bharti Prakashan
Publication Year1996
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy