SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ નગરીમાં બે બેના સંઘાડામાં ભિક્ષા મેળવવા લાગ્યા. પ્રથમ સંઘાડો ગોચરી કરતાં કરતાં દેવકીના પ્રાસાદમાં આવ્યો. દેવકીએ ભાવપૂર્વક મુનિયુગલને શુદ્ધ ભોજન વહોરાવ્યું. દેવકી વિસ્મિત નજરે મુનિના તેજસ્વી શરીરને નિહાળીને વિચારવા લાગી કે કેટલા સુંદર, લાવણ્યયુક્ત, ઉત્તમ સંસ્થાનવાળા તથા પૂર્ણ યુવાન છે ! તેમને પણ શ્રીકૃષ્ણની જેમ શ્રીવત્સનું ચિહ્ન છે. ધન્ય છે તેમની મા, જેમના આ સુપુત્રો છે. દેવકી આવું વિચારી રહી હતી, એટલામાં ત્યાં બીજા મુનિનો સંઘાડો આવ્યો અને દેવકી પાસેથી ભિક્ષા મેળવીને ચાલ્યો ગયો. ત્યાર બાદ ત્રીજું યુગલ પણ ત્યાં આવી પહોંચ્યું. દેવકીએ તેમને પણ ભક્તિપૂર્વક દાન પ્રદાન કર્યું. ત્રીજું મુનિયુગલ ભિક્ષા લઈને પાછું વળ્યું. દેવકી વિચારવા લાગી, ‘શું દ્વારિકા નગરીમાં અન્યત્ર ક્યાંય ભોજન ઉપલબ્ધ નથી ? તેથી જ મુનિ મારા ઘેર ત્રણ વખત ભિક્ષા લેવા પધાર્યા હશે ને ! ખરેખર દ્વારિકામાં મુનિઓ માટે આહાર નહિ મળતો હોય ! પ્રભુને પૂછીને હું નિર્ણય કરીશ.’ દેવકીએ પ્રભુ પાસે જઈને પૂછ્યું, ‘પ્રભુ ! મારું તો અહોભાગ્ય છે કે આજે મારા ઘે૨ ત્રણ વખત મુનિયુગલ પધાર્યાં. પરંતુ દ્વારિકામાં એમ તો દાન આપવાની ભાવના વિદ્યમાન છે જ ને ! સાધુઓને શુદ્ધ આહારનો યોગ તો મળે છે ને ?’ સાંભળીને પ્રભુ સ્મિત કરી રહ્યા. સ્વાભાવિક મુદ્રામાં તેમણે કહ્યું, ‘ના, દેવકી ! એવી વાત નથી. ત્રણ વખત આવનારાં તેઓ એક યુગલ નહિ પરંતુ અલગ અલગ હતાં.' આ સાંભળીને દેવકી ચોંકી ઊઠી. તેણે ફરીથી પૂછ્યું, ‘પ્રભુ ! તેઓ એક જેવા જ હતા !’ પ્રભુ બોલ્યા, ‘હા, તેઓ સહોદર ભાઈ છે. રૂપ-રંગ તથા દેખાવે સર્વથા સમાન છે.' દેવકીએ કહ્યું, ‘ભગવાન ! આવા કામદેવ જેવા દિવ્યરૂપના ધારક પુત્રોને કઈ માતાએ જન્મ આપ્યો છે ?’ પ્રભુ બોલ્યા, ‘દેવકી ! તેમની માતા તો તું જ છે !' વિસ્મિત દેવકીને ભગવાને આગળ કહ્યું, ‘દ્દિલપુરની સુલસા ગાથાપત્નીની દેવભક્તિ થકી પ્રસન્ન થઈને હરિણગમેષી દેવે તારા આ પુત્રોને જન્મતાં જ ત્યાં રાખી લીધા અને તેના મૃતપુત્રોને તારે ત્યાં મૂક્યા હતા. આ મૃતપુત્રોને કંસ રાજાએ ફેંકાવી દીધા હતા. દેવકી ! આ પુત્રો તારા જ અંગજાત છે. તેમનું પાલનપોષણ થયું છે નાગગાથાપતિની પત્ની સુલસાની ગોદમાં.’ પ્રભુએ છએ મુનિઓને ઉપસ્થિત થવાનો આદેશ કર્યો. છએ મુનિ ઉપસ્થિત થયા. એક જ સરખા છએ પુત્રો ઉપર દેવકીના હ્દયમાં અપૂર્વ વાત્સલ્ય ઊમટી પડ્યું. તેના સ્તનમાંથી દૂધની ધારા વહેવા લાગી. અનિમેષ નેત્રે તે એ મુનિઓને નિહાળી રહી. વાત સાંભળીને વાસુદેવ શ્રીકૃષ્ણ, બલરામજી વગેરે પારિવારિક લોકો પણ પધાર્યા. કૃષ્ણ પોતાના ભગવાન શ્રી અરિષ્ટનેમિ જ્ઞ ૧૫૫
SR No.022702
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumermal Muni, Rohit Shah
PublisherAnekant Bharti Prakashan
Publication Year1996
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy