SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ મહાન ઉત્સવ દ્વારા દૂર દૂરના લોકોને પણ પ્રભુના જન્મની ખબર મળી. નામકરણ ઉત્સવમાં જનપદના અગણિત લોકો જોડાયા. રાજકુમારને જોઈને સૌ ચકિત થઈ ઊઠ્યા. રાજા ભાનુએ કહ્યું, “રાજકુમાર જ્યારે ગર્ભમાં હતા ત્યારે તેમની માતાને ધાર્મિક ઉપાસનાના અનેક દોહદ (ઇચ્છા) ઉત્પન્ન થયા હતા. જે તેમણે પ્રયત્નપૂર્વક પૂરા કર્યા હતા. તેથી બાળકનું નામ ધર્મકુમાર રાખવું જોઈએ.” ઉપસ્થિત લોકોએ બાળકનું નામ ધર્મકુમાર રાખ્યું. વિવાહ અને રાજ્ય બાલ્યાવસ્થા ક્રિડામાં પસાર કરીને ધર્મકુમારના શરીરમાં જ્યારે તારુણ્ય પ્રવેણ્યું ત્યારે તેમના અંગેઅંગમાંથી તેજ પ્રફુટિત થવા લાગ્યું. સમગ્ર શરીર રશ્મિકુંજ જેવું દેખાતું હતું. રાજાએ પોતાના કુળને અનુરૂપ સુયોગ્ય રાજકન્યાઓ સાથે રાજકુમારનું પાણિગ્રહણ કરાવ્યું. સમયાન્તરે યોગ્ય તક જોઈને રાજ ભાનુએ આગ્રહપૂર્વક ધર્મકુમારને રાજ્ય સોંપ્યું અને સ્વયં અનિકેત-સાધનાના સાધક બન્યા. ધર્મકુમાર હવે રાજ ધર્મનાથ બની ચૂક્યા હતા. વાસ્તવમાં તેમની રાજ્ય-સંચાલનની વ્યવસ્થા ધર્મરાજ્યની વ્યવસ્થા હતી. લોકોમાં સ્વાર્થની ભાવના લગભગ લુપ્ત થઈ ગઈ હતી. સામૂહિક જીવનપદ્ધતિની ઉત્તમ પરંપરા શરૂ થઈ. રાજ્યમાં કોઈ દુઃખી નહોતું. કોઈ એકના કષ્ટને સૌ પોતાનું કષ્ટ સમજતા. લોકોમાં ધનનો ઉન્માદ નહોતો. દીક્ષા મંગલમય રાજ્યવ્યવસ્થા ચલાવતાં ચલાવતાં ભગવાન ઘર્મનાથે ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ નજીક નિહાળીને રાજ્યવ્યવસ્થાનો ભાર ઉત્તરાધિકારીને સોંપી દીધો અને જવાબદારીથી મુક્ત થઈને પોતે વર્ષીદાનની પરંપરા નિભાવી. તેમના નિવૃત્ત થવાની વાત સાંભળીને અનેક ભવ્ય આત્માઓના દ્ધયમાં પરિવર્તન આવ્યું. તે સૌ પોતાની પછીની વ્યવસ્થાની જવાબદારી બીજાઓને સોંપીને દીક્ષા લેવા માટે તૈયાર થઈ ગયા. નિશ્ચિત તિથિ મહાસુદ તેરસના દિવસે “નાગદત્ત' નામની પાલખીમાં બેસીને નગરની બહાર ઉપવનમાં પહોંચ્યા. અપાર માનવમેદની વચ્ચે તેમણે પંચમુષ્ટિ લોન્ચ કર્યો અને એક હજાર વ્યક્તિઓ સહિત સામાયિક ચારિત્ર ગ્રહણ કર્યું. તે દિવસે ભગવાનને છઠ્ઠનું તપ હતું. બીજા દિવસે સોમનસ નગરના રાજ ધર્મસિંહના મહેલમાં જઈને તેમણે પરમાન (ખીર) વડે પારણું કર્યું. તે તેમની પ્રથમ ભિક્ષા હતી. આ પ્રસંગે દેવોએ ઉત્સવ કર્યો, પંચદ્રવ્ય પ્રગટ કર્યા. તીર્થકરચરિત્ર [ ૧૦૮
SR No.022702
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumermal Muni, Rohit Shah
PublisherAnekant Bharti Prakashan
Publication Year1996
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy