SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન શ્રી ધર્મનાથ 26) તીર્થકર ગોત્રનો બંધ ઘાતકીખંડની પૂર્વ વિદેહના ભરતવિજયમાં ભદિલપુર નામની સમૃદ્ધ નગરી હતી. તેના પરાક્રમી રાજ સિંહરયે ધર્મગુરુઓ પાસેથી જ્યારે સાંભળ્યું કે યોદ્ધાઓને જીતવાનું સરળ છે, પરંતુ આત્મા ઉપર નિયંત્રણ પામવાનું કઠિન છે, ભયાનક સિંહને પકડવાનું સરળ છે પરંતુ મન –ી અને ઈન્દ્રિયોને જીતવાનું અત્યંત કઠિન છે- ત્યારે તેમના દિલમાં ભારે હલચલ મચી ગઈ. રાજાએ પોતાનો સઘળો પુરુષાર્થ હવે અધ્યાત્મની દિશામાં વાળી દીધો. મહેલમાં રહેવા છતાં તે એક સંત જેવું જીવન જીવવા લાગ્યા. તક મળતાં જ તેમણે પોતાના સુયોગ્ય ઉત્તરાધિકારીને રાજ્ય સોંપીને વિમલવાહન સ્થવિર પાસે સંયમ ગ્રહણ કરી લીધો. દીક્ષા પછી રાજર્ષિ સિંહરથે પોતાના પ્રબળ પરાક્રમને સર્વથા આત્મ શુદ્ધિના અનુષ્ઠાનમાં જોડી દીધું. વિચિત્ર તપ, વિચિત્ર કાયોત્સર્ગ અને વિચિત્ર ધ્યાનના માર્ગે કર્મોની મહાન નિરા કરી અને તીર્થંકર ગોત્રનો બંધ કર્યો. અંતમાં આરાધક પદ પામીને અનુત્તર વિમાનના વૈજયંત સ્વર્ગમાં તેઓ અહમિન્દ્ર દેવ બન્યા. જન્મ અહમિન્દ્ર પદનું આયુષ્ય ક્ષીણ થતાં તેમનો જીવ ત્યાંથી ચ્યવન પામીને રત્નપુર નગરના રાજા ભાનુની મહારાણી સુવ્રતાની પવિત્ર કુખે અવતરિત થયો. મહારાણીને ચૌદ મહાસ્વપ્નો આવ્યાં. સૌને જાણ થઈ ગઈ કે પોતાને ત્યાં ત્રૈલોક્યના આરાધ્ય, વિશ્વની મહાન વિભૂતિ પેદા થશે. મહારાણી સુવ્રતા વિશેષ સજગતાપૂર્વક ગર્ભનું પાલન કરવા લાગી. ગર્ભકાળ સમાપ્ત થતાં મહા સુદ ત્રીજના દિવસે મધ્યરાત્રે પ્રભુનો જન્મ થયો. ભગવાનના જન્મથી લોકોમાં અપૂર્વ ઉત્સાહ છવાઈ ગયો. રાજા ભાનુએ દેવેન્દ્રો દ્વારા ઉજવાયેલા ઉત્સવ પછી જન્મોત્સવનો પ્રારંભ કર્યો. તે ભગવાન શ્રી ઘર્મનાથ [ ૧૦૭
SR No.022702
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumermal Muni, Rohit Shah
PublisherAnekant Bharti Prakashan
Publication Year1996
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy