SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય સાથે મતભેદ ધરાવતું હતું. આ મતભેદ પા ” અને “-મનુ ' એ ગાથાઓના અભિપ્રાયને ભિન્ન ભિન્ન રીતે સમજવાથી જખ્યો હતો કે અન્ય કોઈ સાધન દ્વારા જામ્યો હતો એ સ્પષ્ટ રીતે સમજવું હાલ ઘણું જ મુશ્કેલ છે, પણ સંભવ છે કે ઉપરોક્ત ગાથાઓના અભિપ્રાયભેદને લઈ એ મતભેદ જન્મે હેય. કલિકાલસર્વજ્ઞ સમર્થ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીએ દશમા પર્વ મહાવીર ચરિત્રમાં અને પરિશિષ્ટ પર્વમાં ઉપરોક્ત એ બને સંપ્રદાયે મતભેદ ને છે–પ્રકારાન્તર સૂચવ્યો છે, એ મતભેદ અને કાલગણનાની ઉપરોક્ત ગાથાઓમાં જે અશુદ્ધિની અને તેના અંગે આવી પડતી કેટલીક અસંગતિની સંભાવના કપાય છે તે કોઈ પણ રીતે દૂર કરી શકાય એમ છે કે કેમ એ પ્રશ્નને ખાસ લક્ષમાં લઈ “ અવન્તિ પરનું આધિપત્ય' વિષેને આ નિબંધ લખવા હું પ્રેરાયે છું. “હિંમવંત રાવલી'માં આલેખાયેલા મહત્વજય ઐતિહાસિક ઉલેખેને સાથમાં રાખી ઉપરોક્ત કાલગણનાની સુપ્રસિદ્ધ ગાથાઓની અર્થ વિચારણા કરતાં હું મારા આ લેખને હેતું યોગ્ય રીતે સાધી શકું કે ન પણ સાધી શકું. કારણકે મારે આ પ્રયાસ પ્રાથમિક હેઈ જોઈતાં અન્યાન્ય સાધનાની બહુજ ન્યૂનતાવાળે છે. એક પ્રયાસ તરીકે જ આ પ્રયાસ હું કરી રહ્યો છું, એમ આ લેખના વાંચકે સમજે એવી મારી તેમને અને આ વિષયના વિશેષને ખાસ ભલામણ () મહાવીર ચરિત્ર આલેખતાં દશમા પર્વમાં શ્રી હેમચન્દ્રસૂરિજી લખે છે કે – 'अस्मन्निर्वाणतो वर्ष-शतान्यभय षोडश । नवषष्टिश्च यास्यन्ति, यदा तत्र पुरे तदा। कुमारपालो भूपाल-श्चौलुक्यकुलचन्द्रमाः। भविष्यति महाबाहुः प्रचंडाखंडशासनः॥ જિ. . . . ઉર્ષ ૨૦. સ ૨. સો છપા કરી વીરનિર્વાણથી ૧૮ વર્ષે કુમારપાલરાજાને રાજ્યારંભ થયો હતો એમ આ લોકે કહે છે. ચાલુ સંપ્રદાય કુમારપાલને રાજ્યારંભ વિક્રમ સંવત ૧૧૯૯માં માને છે, એ હીસાબે મહાવીરનિવારણ વિક્રમસંવત વચ્ચેનું અંતર ૧૬૬૯-૧૧૯૯=૪૭૦ જ આવે. વેતામ્બરાસ્નાયમાં એ માન્યતા સર્વસમ્મત છે કે, વિક્રમસંવત વિક્રમે પિતે પૃથ્વીને અનૃણ કરી પોતાના રાજ્યના આરંભને અંક મુકી પ્રવર્તાવ્યો હતો. એ પ્રવૃત્તિ એણે પોતાના રાજ્યના તેરમા વર્ષે કરી હતી એમ “તે સવારે ઘજીરાવો' એ પ્રકીર્ણકગાથાનું ચરણ કહે છે અને તેનું હું આગળ જતાં સમર્થન કરવાને છું. ઉપરોક્ત રીતે આચાર્ય ચાલુ સંપ્રદાયના મતને સૂચવતા જણાય છે, ત્યારે પરિશિષ્ટ પર્વમાં– gવ શ્રીમલાવર મુરારે જ પ્રજ્ઞાચાર , શોભવાનુ ' રિશિષ્ટ સf ૮ ગોળ રૂ. આ લોકથી મોર્ય ચન્દ્રગુપ્તને રાજ્યાભિષેક મહાવીરનિર્વાણુથી ૧૫૫ વર્ષે લખે છે. ચાલુ સંપ્રદાય ચન્દ્રગુપ્તને રાજ્યારંભ મ. નિ. ૨૧૫ વર્ષે માને છે તેનાથી આ સમય ૬૦ વર્ષ પૂર્વે છે. એટલે ચાલુ સંપ્રદાયમાં વિક્રમરા જ્યારંભ મ.નિ. ૪૭૦ વર્ષે આવે છે તે હેમચસરિઝના મતે મ.નિ. ૪૦ વર્ષે આવા જોઈએ કે જેવી રીતે આચાર્ય હિમવંત પિતાની થરાવલીમાં લખે છે. ચાલુ કંપ્રદાયથી આ ભિન્ન મત છે.
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy