SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ર ૨૧. શરીરદ્વાર शीर्यते तच्छरीरं । પ્રતિક્ષણે પુગળને ઉપચય, અપચય કરીને વધેલ, તે શરીર કહીએ. શીર્ષતે ત∞રી इति व्युत्पत्तेः ॥ ઔદારિક, વૈષ્ક્રિય, આહારક, તેજસ અને કાણુ-એ પાંચ પ્રકારનાં શરીર છે. ૧ ઔદારિક—ઉદાર એટલે સ્થૂળ અથવા મેક્ષપ્રાપ્તિમાં સાધનરૂપ હાવાથી ઉદારપ્રધાન શરીર તે ઔદારિક શરીર. આ શરીર મનુષ્ય તથા તિર્યંચાને હાય છે, ૨ વૈક્રિય—ત્રિક્રિયા (વિવિધ પ્રકારની ક્રિયા) કરવાને સમર્થ શરીર તે વૈક્રિય શરીર. ઔદારિક શરીરથી સૂક્ષ્મ અને વૈક્રિય વાનું અનેલું છે. આ શરીર વ। તથા નારકીને ડાય છે. આ શરીર દેવ અને નારકાને ભનિમિત્તક હોય છે અને મનુષ્ય તથા પચેન્દ્રિય તિયચને ગુણનિમિત્તક હાય છે. તે સિવાય ખાદર પર્યાપ્ત વાયુકાયને પશુ વૈક્રિય શરીર હાય છે. ૩ આહારક—વૈક્રિય વગણાથી સૂક્ષ્મ અને અનંતજીણુ અધિક પરમાણુ-નિષ્પન્ન આહારક વણાથી બંનેતૃ', વિશુદ્ધ અને વ્યાઘાત રહિત આ શરીર હાય છે. આ શરીર માત્ર ચૌદપૂર્વ ધર આહારક લબ્ધિવાળા મુનિને હાય છે. જ્યારે તે મુનિને કોઇ પણ પ્રકારના સંશય ઉત્પન્ન થાય ત્યારે તેને દૂર કરવા અન્ય ક્ષેત્રમાં રહેલ ભગવ'ત કે કેવળજ્ઞાનીની પાસે જવા માટે આહારક લબ્ધિવડે હસ્તપ્રમાણુ તેજસ્વી આહારક શરીર ધારણ કરે છે અને તે દ્વારા તીર્થંકરની પાસે જઇને સંશય દૂર કરે છે. આ શરીર માત્ર અંતર્મુહૂત રહે છે. ૪ તેજસ—ગ્રહણ કરેલા ખારાકને પાચન કરનાર તેમ જ તેજલેશ્યા અને શીતલેશ્યાના કારણભૂત આ શરીર છે. તેોલેશ્યા અને શીતલેશ્યા તૈજસ લબ્ધિવાળા મુનિઓને હાય છે અને તેઓ તેના ઉપયાગ કૈાઇના અપકાર કે ઉપકાર કરવા નિમિત્તે કરે છે. તેજોવેશ્યા અપકાર કરવા માટે અને શીતલેશ્યા ઉપકાર કરવા માટે કરવામાં આવે છે. ૫ કા ણ—કના વિકાર-પરિણામ તે કામણું, તે આઠ પ્રકારના વિવિધ કથી બનેલુ છે. કર્મોના સમૂહ એ જ કાણુ શરીર. ઔદારિક શરીરથકી વૈક્રિય શરીર સૂક્ષ્મ, વૈક્રિયથકી આહાસ સૂક્ષ્મ, આહારકથકી તેજસ, તૈજસથકી કાર્માંણુ શરીર અતિ સૂક્ષ્મ હાય છે. જીએ તત્ત્વાર્થ ભાષ્ય, દ્વિતીય અધ્યાય, સૂત્ર ૩૮. ઔદારિક શરીરના પ્રદેશથકી વૈક્રિય શરીરના પ્રદેશ અસખ્યગુણા હોય છે, અને વૈક્રિય શરીરના પ્રદેશથકી આહારક શરીરના પ્રદેશા અસભ્યેયગુણા ડાય છે, જુએ તત્ત્વાર્થ ભાષ્ય, દ્વિતીય અધ્યાય, સૂત્ર ૩૯. આહારક શરીરના પ્રદેશથકી તેજસના પ્રદેશે અનંતગુણા, તેજસ શરીરના પ્રદેશથકી કામણુ શરીરના પ્રદેશ અનતગુણા ડાય છે. જુએ તત્ત્વાભાષ્ય, દ્વિતીય અધ્યાય, સૂત્ર ૪૦. 卐
SR No.022686
Book TitleDwashashthi Margana Sangraha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthamala
Publication Year1947
Total Pages280
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy