________________
સ્વત: સૂકાયેગને ધે છે, અને એ વખતે એને શરીરપ્રદેશ તૃતીયાંશે ન્યૂન થઈને રહે છે.
ત્યારપછી સમુશ્ચિછનક્રિયાપ્રતિપાતી શુકલધ્યાનમાં નિમગ્ન રહી, પાંચ હવ વર્ણોના ઉચાર જેટલા સમયમાં શેલેશીકરણ કરે છે અને એમ કરતાં, સર્વ યોગવ્યાપાર રહિત અગી' થઈ સિદ્ધ થાય છે.
અગી કેવળી ગુણસ્થાનના ઉપાંત્ય સમયને વિષે દેવની ગતિ તથા આનુપૂર્વી, શુભ અને અશુભ વિહાયગતિ (આકાશગતિ), બે ગંધ, આઠ સ્પર્શ, પાંચ રસ, પાંચ વર્ણ, પાંચ (શરીર) અંગ, પાંચ બંધન, પાંચ સંઘાત, છ સંસ્થાન, છ સંઘયણ, ત્રણ ઉપાંગ, નીચ ગોત્ર, નિર્માણ, અસ્થિર, શુભ, અશુભ, દુર્ભાગ્ય, સુવર, દુઃસ્વર, અનાદેય, અપયશ, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, અપર્યાપ્ત, પ્રત્યેક, રિથર અને અસાતા કે સાતવેદનીય એટલાં (૧૭) નામકર્મ,-એમ એકંદર તેર પ્રકૃતિએને ક્ષય થાય છે.
અને અન્ય સમયે મનુષ્યની ગતિ, આયુષ્ય અને આનુપૂર્વી એ ત્રણ, ઊંચગોત્ર, અસાતા અને સાતવેદનીયમાંનું એક, પંચેન્દ્રિયની જાતિ, અને ત્રસ, બાદર, પર્યાપ્ત, યશ, આદેય, સુભગ અને જિન–એટલાં (૭) નામકમ-એમ એકંદર -તેર પ્રકૃતિઓ અપાવે છે. આમ સર્વ કલ્મષ નિર્મૂળ થયે, અગી કેવળી સિદ્ધ થાય છે. . કેટલાકને એવો મત છે કે “આતુપૂર્વી ને ઉપાજ્ય ક્ષણમાં ખપાવે છે, એટલે ઉપાજ્યમાં છરને બદલે ૭૩, અને અન્યમાં ૧૩ને બદલે ૧૨ ખપાવે છે.
આ પ્રમાણે ચૌદમું ગુણસ્થાનક કહ્યું.
પહેલું, બીજું અને ચોથું ગુણસ્થાન પરેલેકમાં પ્રાણીની પાછળ-સાથે જાય છે અને (મિશ્ર, દેશવિરતિ આદિ) બાકીનાં અગિયાર ગુણસ્થાનકને, પરલેક જતો પ્રાણુ અહિં જ મૂકી જાય છે. - વળી મિશ્રગુણસ્થાનકે રહીને પ્રાણી મૃત્યુ પામતે જ નથી. અને “દેશવિરતિ આદિ ગુણસ્થાને તે છેક જીવિત પર્યત હોય છે, કેમકે જેમ (ત્રીજા) મિશ્રગુણસ્થાનમાં રહીને પ્રાણું મૃત્યુ પામતું નથી તેમ બારમાં અને તેરમામાં રહીને પણ મૃત્યુ પામતાં નથી. મતલબ કે એ ત્રણ સિવાયના શેષ અગ્યાર ગુણસ્થાને રહીને જ પ્રાણ મૃત્યુ પામે છે.
પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનને સ્થિતિકાળ અનાદિસાંત, અને અનાદિ અનંત પણ છે; પરંતુ સાદિઅનંત સંભવ નથી.
પૂર્વે જેમને સમકિત પ્રાપ્ત થયું નથી એવા ભના એ ગુણસ્થાનને પહેલે એટલે અનાદિસાંત સ્થિતિકાળ છે. સમક્તિ પામીને પુન: મિથ્યાત્વે ઉતરી ગયા હોય એમના ગુણસ્થાનને રિતિકાળ બીજો એટલે સાદિસાંત છે.
હમેશાં મિથ્યાત્વમાં જ વર્તતા અભવ્ય જીવોના ગુણસ્થાનને સ્થિતિકાળ ત્રીજે એટલે અનાદિ અનંત છે. “સાદિ' ને અનન્તપણાને અસંભવ “હાવાથી સાદિઅનન્ત' એ ચોથે પ્રકાર સંભવ નથી.