SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ છે-કુલ ૮૪૭=૧૬ -આ પ્રમાણે ૧૦૧ ક્ષેત્રના ગજ પર્યાપ્તા તથા ગર્ભજ અપર્યાપ્તા અને સંમૂછિમ અપર્યાપ્તા ગણતાં કુલ ૩૦૩ ભેદ થાય. છપ્પન અંતપિના નામ નીચે પ્રમાણે જાણવા– ૧ એકોક, ૨ આભાસિક, ૩ લાંગલિક, વૈજ્ઞાલિક, ૫ હયક, ૬ ગજકર્ણ, ૭ ગોકર્ણ, ૮ શકુલિકર્ણ, ૯ ગજમુખ, ૧૦ વ્યાઘમુખ, ૧૧ આદર્શમુખ, ૧૨ ગોમુખ, ૧૩ અશ્વમુખ, ૧૪ હસ્તિમુખ, ૧૫ સિંહમુખ, ૧૬ વ્યાધ્રમુખ, ૧૭ અશ્વકર્ણ, ૧૮ સિંહકણું, ૧૯ હસ્તિકણું, ૨૦ કર્ણપ્રાવરણ, ૨૧ ઉલ્કામુખ, ૨૨ વિદ્યુજિહવ, ૨૩ મેષમુખ, ૨૪ વિઘુદન્ત, ૨૫ ઘનદન્ત, ર૬ ગૂઢદન્ત, ૨૭ વિશિષ્ટદન, ૨૮ શુદ્ધદત્ત. જેવી રીતે હિમવાન પર્વતની ૪ દાઢા ઉપર અઠ્ઠાવીશ અંતદ્વીપ જણાવ્યા તેવી જ રીતે શિખરી પર્વત સંબંધી ૪ દાઢા ઉપર તેજ નામના અઠ્ઠાવીશ જાણવા. જુઓ તસ્વાર્થભાષ્ય, અધ્યાય ૩, સૂત્ર ૧૫. અંતદ્વીપના મનુષ્ય વાષભનારા સંઘયણવાળા, અનુકૂળ વાયુના વેગવાળા, સમચતુરસ સંસ્થાનવાળા, ૩૨ પ્રકારના ઉત્તમ લક્ષણને ધારણ કરનારા, એક દિવસ ગયા પછી આહાર કરનારા, શાલી વિગેરે સાકરથી પણ અનંતગુણ માધુર્યવાળી ત્યાંની માટી છે તેને તેમજ કલ્પવૃક્ષેનાં ફલેને આહાર કરનારા, તાવ વિગેરે રોગ તથા યક્ષ, ભૂત, પિશાચ, ગ્રહ અને મરકીના ઉપદ્રવ રહિત, છેવટના સમયમાં એક યુગલને જન્મ આપનાર, ઓગણએંશી દિવસ સુધી તે યુગલિકનું પાલન કરનાર હોય છે. ત્યાં ડાંસ, મચ્છર વિગેરે વિકસેંદ્રિય જી ઉત્પન્ન થતા નથી. વાઘ, સિંહાદિ ચતુષ્પદ ઉત્પન્ન થાય છે, પણ તે મનુષ્યને બાધા કે પીડા કરતા નથી. તેઓ પણ હિંસક ભાવમાં વર્તતા નથી. આઠસે ધનુષ ઊંચા, સદામુદિત (પ્રસન્ન) મનવાળા, પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ આયુષવાળા, ચેસઠ પાંસળીઓવાળા, અ૫ કષાયવાળા અને થોડા પ્રેમવાળા આ મનુષ્યો હોય છે. તેઓનું મરણ બગાસાં, ખાંસી કે છીક વિગેરેની ક્રિયાપૂર્વક થાય છે, પરંતુ શરીરની પીડાપૂર્વક હેતું નથી. આ મનુષ્ય મરીને સ્વર્ગે જાય છે. હિમવંત અને હરણ્યવંતક્ષેત્રના મનુ એક ગાઉ પ્રમાણ શરીરની ઊંચાઈવાળા, ૫ પમના આયુષ્યવાળા, વાઋષભનારા સંઘયણવાળા, સમચતુરન્સ સંસ્થાનવાળા, ચેસઠ પાંસ ળીવાળા, એક દિવસ વીત્યા પછી ભેજન કરનારા, ઓગણએંશી દિવસ સુધી અપત્યનું પાલન કરવાવાળા હોય છે. - હરિવર્ષ અને રમ્યકક્ષેત્રના મનુષ્યો બે પલ્યોપમના આયુષ્યવાળા, બે ગાઉ ઊચા શરીર થાળા, વાઝષભનારા સંઘયણવાળા, સમચતુર સંસ્થાનવાળા, બે દિવસ ગયા પછી ભોજન કરનારા, એક સે ને અઠ્યાવીશ પાંસલીઓવાળા અને ૬૪ દિવસ સુધી સંતતિનું પાલન કરનાર હોય છે. દેવકુરુ અને ઉત્તરકુન્ના મનુષ્ય ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા, ત્રણ ગાઉ ઊંચા શરીરવાળા, વાઋષભનારા સંઘયણવાળા, સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા, ૨૫૬ પાંસલીઓવાળા છે. તેઓ સુષમા સુષમા કાળના પ્રભાવને અનુભવતા ઓગણપચાસ દિવસ સુધી સંતતિનું પાલન કરે છે, ત્રણ દિવસને આંતરે આહાર લે છે.
SR No.022686
Book TitleDwashashthi Margana Sangraha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthamala
Publication Year1947
Total Pages280
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy