SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ પરિગ્રહીતા દેવીમાં જ ઉત્પન્ન થાય, તેથી તેમના મતે પૂર્વ કેટી પૃથકત્વ અધિક ૧૪ પોપમ સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ છે. ચેથા આદેશાવાદીના મતે ૫૦ પલ્યોપમ પ્રમાણે ઉત્કૃષ્ટ આયુવાળી સૌધર્મ - લેકની અપરિગ્રહીતા દેવીમાં પૂર્વોક્ત પ્રકારે બે વાર દેવીપણે ઉત્પન્ન થાય તેથી તેમના અભિપ્રાયે પૂર્વ કોટી પૃથકતવ અધિક સે પલ્યોપમ સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ ઘટે છે. આ ચોથે આદેશ ગ્રન્થાકાર મહારાજે ગ્રહણ કર્યો છે, કારણ કે પ્રાય: ઘણું આચાર્યોએ આ જ આદેશને માન્ય રાખે છે. હવે પાંચમા આદેશવાદી આ પ્રમાણે કહે છે. અનેક ભવમાં ભ્રમણ કરવાવડે જે સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ કાય- * સ્થિતિને વિચાર કરીએ તે પૂર્વ કેટી પૃથકત્વ અધિક પલ્યોપમ પૃથકત્વ સંભવે છે, અધિક નહિ. તે આ પ્રમાણે-પૂર્વ કોટી વર્ષના આયુ નારી કે તિર્યંચણીના સાત ભવ પર્યત સ્ત્રીપણું અનુભવી આઠમા ભવમાં દેવકુ કે ઉત્તરકુરુમાં ત્રણ પલ્યોપમના આયુવાળી સ્ત્રીમાં ઉત્પન્ન થાય, ત્યાંથી મરી સૌધર્મ કે ઈશાન દેવલોકમાં જઘન્ય આયુવાળી દેવીમાં દેવીપણે ઉત્પન્ન થાય, ત્યારપછી અવશ્ય અન્ય વેદે ઉત્પન્ન થાય. આવી રીતે પૂર્વ કેટી પૃથકત્વ અધિક પલ્યોપમ પૃથક પ્રમાણ સ્ત્રીવેદની કાયસ્થિતિ સંભવે છે. આ પ્રમાણે પાંચે આદેશના અભિપ્રાયો કહ્યા. એ પાંચ આદેશમાંના કોઈપણ ખાદેશના સત્યાસત્યને નિર્ણય તે અતિશય જ્ઞાની અગર તે એકૃષ્ટ કૃતલબ્ધિસંપન્ન કરી શકે, જુઓ પન્નવણ સૂત્ર ૧૮મું ૫૦. પંચસંગ્રહ આદિ અનેક ગ્રન્થમાં. (૨૧) અનંતા કાળય. ઉત્કૃષ્ટથી અસંખ્ય પુદ્ગલપરાવર્તન કાલ પ્રમાણુ અનંત કાલ સવ્યવહારિક આશ્રયી સમજ, પરંતુ અસાવ્યવહારિક આશ્રયીને તે અનાદિ અનંત સમજો. આ જીવો કોઈપણ કાલે ત્રસાદિપણું પ્રાપ્ત કરવાના નથી પરંતુ અસાંવ્યવહારિક રાશિમાં રહેવાના છે, તે જીવ આશ્રયી સમજો અને જે છે અસાંવ્યવહારિક રાશિમાં અનાદિ કાળથી છે પરંતુ કેઈ વખતે પ્રસાદિપણું પ્રાપ્ત કરશે તે આશ્રયી અનાદિ સાંત. જેઓ અનાદિ કાળથી નિગદમાં રહેલા છે. કદી પણ તેમાંથી બહાર નીકળ્યાં નથી, તેઓ અવ્યવહારરાશિના જ કહેવાય છે. તે સિવાયના બીજા જીવો તથા જેઓ સૂક્ષ્મ નિગદમાંથી બહાર નીકળી ફરી સૂક્ષ્મ નિગોદમાં ગયા હોય તેઓ પણ વ્યવહારરાશિના કહેવાય છે. જુઓ સપ્તતત્વપ્રકરણ પૃષ્ઠ ૨૨ મું. જેઓ અસાંવહારરાશિમાંથી નીકળી સવ્યવહારિક રાશિમાં આવશે તેવા કેટલા જીવ આશ્રયી અનાદિ સાંતકાળ છે. અહીંયા ખાવશે એમ જે કહ્યું તે પ્રાપક કાલભાવી સાંવ્યવહારિક રાશિમાં વર્તમાન જી આશ્રયી કહ્યો છે. અન્યથા જેઓ અસાંવ્યવહારિક રાશિમાંથી નીકળી સાંવ્યવહારિક રાશિમાં આવ્યા–આવે છે અને આપશે તે સઘળા નપુંસકવેદનો કાળ અનાદિસીત હોય છે. હવે અહીંયા શંકા કરે છે કે- અસાંવ્યવહારિક રાશિમાંથી નીકળી સાંવ્યવહારિક રાશિમાં આવે છે શું? જેથી તમે આ પ્રમાણે પ્રરૂપણ કરી છે. ઉત્તરમાં જણાવે છે કે-અસાંવ્યવહારિક રાશિમાંથી નીકળી જ સાંવ્યવહારિક રાશિમાં આવે છે, પ્રશ્નઆ શા આધારે જાણવું ? એના ઉત્તરમાં જણાવે છે કે પૂર્વાચાર્યોના વચનથી. દુષમકાળરૂપ અંધકારમાં જિનપ્રવચને પ્રકાશ કરવા દીવા સમાન છે. ભગવાન શ્રી જિનભદ્રાણી ક્ષમાશ્રમણ મહારાજ વિશેષણવતી પ્રન્થમાં કહે છે કે–સાંઘવહારિક રાશિમાંથી જેટલા જીવો મેક્ષમાં જાય છે તેટલા જીવ અનાદિ વનરપતિ રાશિમાંથી શ્રી સર્ભ નિગોદમાંથી વ્યવહારિક રાશિમાં આવે છે. ટીકાકાર-મલયગિરિ મહારાજ કહે છે કે-આ સંબંધમાં વિશેષ વિચાર પન્નવણાજીની ટીકામાં કર્યો છે. (૨૨-૨૫) મોટું અંતમુહૂર્ત. (૨૬-૨૮) છાસઠ સાગરોપમથી અધિક, જુઓ, પન્નવણ સૂત્ર ૧૮ પદ (૨૯) આઠ વર્ષ જૂના પૂર્વ કોડ વર્ષ'. એથી વિશેષ આયુવાળા યુગલિકને સર્વવિરતિના અભાવે મન:પર્યવજ્ઞાન થાય નહિ, અને આઠ વર્ષની અંદર ચારિત્રપ્રાપ્તિ પણ ન થાય. (૩૦) સાદિ અનંત કારણ કે સિદ્ધ ભગવંતોને કેવળજ્ઞાનને કાળ ગણી શકાય. (૩૧-૩૨) અનાદિઅનંત, અનાદિસાંત,
SR No.022686
Book TitleDwashashthi Margana Sangraha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthamala
Publication Year1947
Total Pages280
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy