SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય વક્તવ્ય अभ्युद्यतोऽस्मि तव नाथ ! जडाशयोऽपि कर्तुं स्तवं लसदसंख्यगुणाकरस्य । बालोऽपि किं न निजबाहुयुग वितत्य, विस्तीर्मतां कथयति स्वधियाऽम्बुराशेः ॥ આ પુસ્તક અંગે બે બેલ લખવા મારી કલમ ઉડાવું છું, ને મારી દષ્ટિ સમક્ષ ત્રણત્રણ-ચારચાર દશકાના કાળનો દુર્નિવાર પ્રવાહ સરી જત જણાય છે. અનેક પવિત્ર ને પ્રેરક સંસ્મરણથી મારું મન વ્યાપ્ત થઈ જાય છે. વિક્રમનું એ ૧૯૭૦ મું વર્ષ હતું. મારવાડમાં આવેલા શિવગંજ ખાતે પૂજ્યપાદ, પરમ ઉપકારી, ગુરુદેવેશ (દાદાગુરુ), યુગપ્રવર્તક આચાર્યવર્ય શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ ચાતુર્માસ રહ્યા હતા. એ વેળા એમના જીવન અને સ્વત્વની સુવાસ દેશદેશમાં પ્રસરી ચૂકી હતી. પાશ્ચાત્ય દેશોમાં જૈનત્વનો પ્રચાર કરનાર તરીકે, અનેક યુરોપીય વિદ્વાનને જન ફિલેસેકી પર મુગ્ધ કરનાર તરીકે, બનારસ પાઠશાળાના સમર્થ સ્થાપક ને અનેક જ્ઞાનધુરંધર વિદ્વાનોનાં જન્મ આપનાર તરીકે, આબૂમંદિરની આશાતના દૂર કરનાર તરીકે ને પાલીતાણું યશોવિજય જૈન ગુરુકુળ જેવી જ્ઞાન સંસ્થાઓના મૂળ રેપનાર તરીકે એમની કીર્તિપતાકા સર્વત્ર ઊડી રહી હતી. મહાકમળની સુગંધ લેવા હજારો જિજ્ઞાસુ ભ્રમર, જેમ તેની આસપાસ ગુંજારવ કરતા ફર્યા કરે, એમ અનેક વિદ્વાન સાધુઓ, શિખ્યો ને શાસ્ત્રીઓ સદા તેમની સેવામાં રહેતા, એ વેળા, એ ધન્ય પળે, એમના ચરણકમળ પાસે પડયા રહેવાનું પુણ્ય મને પ્રાપ્ત થયું હતું. કાચના કટકાને પણ હીરો બનાવી શકનાર એ ગુરુદેવેશ દાદાગુરુ)ની આજ્ઞા પામીને મેં શિવગંજ ખાતે વિદ્વાન મુનિરાજ શ્રી. સિંહવિજયજી પાસે કર્મઝને અભ્યાસ આરંભ્યો. આ પઠન-પરિશીલનમાં વિદ્વાન મુનિરાજ મને “દ્વાષષ્ટિમાર્ગણાસંગ્રહ” અર્થાત “ બાસઠીઆ” વિષે પણ સમજાવતા. આ પરિશીલનમાંથી જ મને “બાસઠીઆ ” પ્રત્યે આકર્ષણ થયું, ને સ્વહિત માટે તેમ જ પરહિત માટે ઉપયોગી સમજી તે જ વખતથી અન્ય શાસ્ત્રાધા ને આલોચનાઓ જોવા માંડી. સંવત ૧૯૭૧ ના ઉદેપુરના ચાતુર્માસમાં તે પૂજ્ય ગુરુદેવેશ સૂરિરાજ પાસેથી થોકડા રૂપે વિશેષ સંસ્કાર મેળવવા ભાગ્યશાળી થશે. જે કાર્ય થવાનું હોય છે એને અનુકૂળ સંજોગે સાંપડી જ રહે છે. પૂજ્ય ગુરુદેવેશ (દાદાગુરુ) સૂરીશ્વરજી વિ. સં. ૧૯૭૮ માં સ્વર્ગસ્થ થયા. ત્યાર પછી જેઓનું ગુરુપદ મેં શિરસાવંદ્ય કર્યું હતું–ને જેઓની સેવાને જીવનની સાધના માની હતી, એ મારા ચુસ્વર્ય શાનમૂર્તિ મુનિરાજ શ્રી. જયંતવિજયજી મહારાજની પાસે આનું અનુશીલન શરૂ રાખ્યું. આબતીર્થને આશાતનાથી ઉદ્ધારનાર ગુરુદેવના આ સુયોગ્ય શિષ્ય આબૂતીર્થને ઐતિહાસિક
SR No.022686
Book TitleDwashashthi Margana Sangraha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthamala
Publication Year1947
Total Pages280
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy