SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકનું નિવેદન આ ગ્રંથના કર્તા મુનિરાજ શ્રી. વિશાલવિજયજી મહારાજ અમારા વાચકેને અન્યાન્ય ગ્રંથને લીધે સુપરિચિત છે. નવયુગપ્રવર્તક, આ સંસ્થાના સ્થાપક, આચાર્યદેવ શ્રીવિજ્યધર્મસૂરીશ્વરજીના એ પ્રશિષ્ય અને આબુ-શંખેશ્વર આદિ મહાતીર્થોના ઐતિહાસિક ગ્રંથના રચયિતા તરીકે સુખ્યાત શાન્તભૂતિ શ્રી જયન્તવિજયજી મહારાજને તેઓશ્રી શિષ્યરત્ન છે. પૂજ્ય સૂરીશ્વરજીએ આ સંસ્થા સ્થાપીને સૌરાષ્ટ્ર-કાઠિયાવાડમાં એક જ્ઞાનસંસ્થા નિર્માણ કરવાને મને રથ સેવ્યું હતું. તેઓશ્રીના દુઃખદ અવસાનથી ગ્રંથમાળા પર આપત્તિનાં વાદળે ઉલડ્યાં હતાં. એનું અસ્તિત્વ પણ જોખમાવાની તૈયારીમાં હતું, એ વેળા તેઓશ્રીના શિષ્યરત્ન મુનિરાજ શ્રી જયંતવિજયજી મહારાજે અથાગ પરિશ્રમ સેવી આ સંસ્થાને પુનર્જીવન આપ્યું. અમને એ જાહેર કરતાં આનંદ થાય છે, કે તેઓશ્રીના સુશિષ્ય મુનિરાજ શ્રી. વિશાલવિજયજીએ પણ પોતાના ગુરુવર્યોના પગલે ચાલી આ સંસ્થાને અપનાવી છે. પાઠકેને એ યાદ હશે કે મુનિરાજ શ્રીવિશાલવિજયજીકૃત “સુભાષિત પદ્યરત્નાકર”ના પાંચ ભાગો જેન તેમજ જનેતમાં ખૂબ જ પ્રિય નીવડ્યા હતા. ને ટૂંક સમયમાં તેની આવૃત્તિઓ ખલાસ થઈ ગઈ છે. અત્યારે નવી આવૃત્તિ માટે વિચારણા પણ ચાલી રહી છે તે મુનિરાજશ્રીના હસ્તે જ આ ગ્રંથ પણ સંપાદિત થઈને પાઠકેને અર્પણ થાય છે. દ્વાષષ્ટિમાગણીસંગ્રહ” નામને આ પ્રકારને ગ્રંથ આપણે ત્યાં નહે. કર્મગ્રંથના અભ્યાસીઓ માટે તથા આગમના અભ્યાસીઓ માટે આ ગ્રંથ ખૂબ ઉપયોગી છે. જીવન પ૬૩ ભેદે, એ નામનાં દ્વાર, ગુણસ્થાન દ્વાર, ઉપગદ્વાર, લેશ્યાદ્વાર વગેરે ૮૩ દ્વારમાં ગતિ, ઈન્દ્રિય, કાય,જેગ વગેરે ૬૨ માગણા તેઓશ્રીએ ઉતારી છે. અમને આશા છે કે અભ્યાસીઓ માટે આ ગ્રંથ એક કુશળ શિક્ષકની ગરજ સારશે. આ ગ્રંથ અત્યંત પરિશ્રમપૂર્વક સંપાદિત કરી, ગ્રંથમાળાને પ્રકાશન માટે સુપ્રત કરનાર મુનિરાજ શ્રી વિશાલવિયજી મહારાજના અમે આભારી છીએ. છે આ ગ્રંથ છપાવવામાં વધારે સહાયતા રાધનપુરવાસી સંગ્રહસ્થાની છે. તે સિવાય પણ નાની નાની મદદે અનેક ગામ તરફથી મળી છે, તે માટે અમે તેમના પણ આભારી છીએ. મંત્રીઓ
SR No.022686
Book TitleDwashashthi Margana Sangraha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthamala
Publication Year1947
Total Pages280
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy