________________
૩૫૯
સાધુઓની પગની મુસાફરી.
સાધુ જનોએ–સંન્યાસીઓએ ઘોડા ઊંટ આદિ વાહન ઉપર ન બેસવું, ગાડી–ગાડા કે રથમાં પણ ન બેસવું, વિનાકારણે નાવ, વહાણ કે પાલખીમાં ન બેસવું, વસ્ત્રાપાત્રાદિ પિતાનાં બધાં ઉપકરણ મજૂર પાસે ન ઉપડાવવાં, પણ પિતાના ખભા ઉપર ઉપાડીને પગપાળા મુસાફરી કરવી, તે જ ત્યાગીએને માટે શ્રેયસ્કર છે. (૧૫૯)
વિવેચન પૂર્વે એક સ્થાને ચિરસમય નિવાસ કરવાનાં જે દૂષણે બતાવ્યાં છે, તેથી ઉલટી રીતે અહીં અપ્રતિબદ્ધ રીતે વિહાર કરવાના લાભો બતાવ્યા છે. સરિતામાં વહી જતા જળની નિર્મળતાના જેવું એક ત્યાગીનું જીવન નિર્મળ ત્યારે જ રહે કે જ્યારે તે મેહ કે મમત્વનાં સાધનોથી દૂર રહે અને કોઈ એક સ્થળે દૃષ્ટિરાગ બંધાયા પૂર્વે જ ત્યાંથી વિહાર કરીને અન્ય સ્થળે જઈ વસે, અર્થાત જળની પેઠે તે પણ હમેશાં વહેતો જ રહે. તેને આ વિહાર કે વહન પણ અંધામાં બળ હોય ત્યાંસુધી અપ્રતિહત રીતે ચાલુ રહેવું જોઈએ, તેનો હેતુ બીજા લોકમાં સ્યુટ કરેલ છે. જધાબળની અપેક્ષા એટલા માટે છે કે સાધુથી વાહનમાં બેસીને કે ઊંટ–ઘોડાપર ચડીને પ્રવાસ કરવો ઉચિત નથી, તેમ જ પોતાનાં ઉપકરણોનો બોજો પણ પિતે જ ઉપાડવાને છે. “વહેતા જળમાં હોયે ન મળ” એવું કહેવત છે, અને એ જ કહેવતને ગ્રંથકારે ગ્રહણ કર્યું છે, છતાં એ વહન નદીમાંનું હોવું જોઈએ, નહિકે લોખંડના પાઈપની અંદર બંધાઇને વહી જતા જળનું. જેવી રીતે પાઈપમાં–નળમાં વહી જતું જળ બંધાઈને વહેતું હોવાથી નળની અંદર શેવાળ કે કાટ બાઝે છે અને પાણી મલિન થવાનો સંભવ રહે છે, તેવી રીતે અશ્વ, ઊંટ, પાલખી, વહાણ ઈત્યાદિ વાહન ઉપર બેસીને વિહાર કરતા મુનિની મનોવૃત્તિને પણ કાટ ચડવાનો ભય રહે છે. ગમનાગમનને જે સંયમ જંઘાબળથી વિહાર કરતો મુનિ કે ત્યાગી જાળવી શકે છે તે સંયમ પારકે પગે પ્રવાસ કરનાર ત્યાગી જાળવી શકતા નથી અને એ રીતે ગામના