SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ આ માસકલ્પ અને ચાતુમસ કલ્પને ભંગ અનિવાર્ય હેઇ, તેથી વધુ સમય એક સ્થાને રહી શકાય, પરંતુ એ કારણ દૂર થતાંની સાથે જ મુનિએ પુનઃ પિતાની આચારમર્યાદાનું પાલન કરતા થઈ જવું જોઈએ. (૧૫૭) [ મુનિએ સ્થળે સ્થળે શામાટે અને કેવી રીતે વિહાર કરવો તે નીચેના બે શ્લોકમાં દર્શાવવામાં આવ્યું છે.] ___ अप्रतिबद्ध विहारः । १५८ ॥ रुद्धं शैवलिनीजलं मलयुतं स्रोतो गतं निर्मलं । तद्वत्साधुजना विशुद्धचरिताः स्युश्चेद्विहारोद्यताः ॥ द्रव्यादिप्रतिबन्धतोऽप्रतिहतैर्यावच्च जडाबलं । गन्तव्यं क्षितिमण्डले मुनिवरैर्देशानुदेशं क्रमात् ॥ साधूनां पाद विहारः । १५९॥ नाऽश्वोष्ट्रायधिरोहणं न च कदा गन्यादियानासनं। नो नौकाशिबिकादिरोहणमथो निष्कारणं युज्यते॥ वस्त्रायं निखिलं निजोपकरणं स्कन्धादिनोवा स्वयं । पादेनैव वरं विहारकरणं संन्यासिनां श्रेयसे ॥ અપ્રતિબંધ વિહાર, ભાવાર્થ-નદીનું પાણી એક ઠેકાણે રૂંધાઈ રહે છે તો તે મેલકે શેવાળથી ગંદુ થાય છે, પણ પ્રવાહમાં ચાલતું હોય તો તે નિર્મળ રહે છે; તેવી રીતે સાધુ જન એક ઠેકાણે રોકાઈ ન રહેતાં વિહારમાં ઉઘત રહે છે તે તેમનું ચારિત્ર્ય નિર્મળ રહે છે. માટે જ્યાં સુધી રોગ કે જરા અવસ્થાથી જંઘાબળ ક્ષીણ ન થયું હોય ત્યાં સુધી કોઈ પણ વ્યાદિ પ્રતિબંધથી ન બંધાતાં મુનિઓએ એક દેશમાંથી બીજા દેશમાં ક્રમસર પૃથ્વીની પીઠ ઉપર ગ્ય સ્થળે વિચરવું જોઈએ. (૧૫૮)
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy