________________
૩૬૦
ગમનને પરિગ્રહ વધે છે. આટલા માટે વાહનને ત્યાગ કરવાનુ અને પેાતાના પગમાં ખળ હોય ત્યાંસુધી એક પછી એક દેશમાં ફરતા કરવાનું–ઉડતા નિર્દેોઁષ પંખીના જેવું જીવન ગાળવાનું ત્યાગી–મુનિને માટે ફરમાવવામાં આવેલું છે. પેાતાનાં ઉપકરણાને એને પણ પાતે ઉપાડવાનું મુનિને માટે ઈષ્ટ છે. તેથી જ્ઞાનાદિનાં કે દેહનિર્વાહનાં ઉપકરણાના પરિગ્રહ પણ છે. થાય છે અને સંયમ વધે છે. તેથી ઉલટું જે મા અને સંન્યાસીએ રેલ્વેમાં વિહાર કરતા ક્રે છે તેમનાં ઉપકરણા તેા રેલ્વેના ડબ્બે ડબ્બા ભરાય તેટલાં હાય છે તે તેમની સવારીએનાં દૃશ્યા જોનારાએને જાણીતુ છે! ત્યાગ એ જ જેતે ધમ છે અને સંયમ એ જ જેની સાધ્ય વસ્તુ છે, તેણે પોતાનાં ઉપકરણાના ભાર ઉંચકવા માટે પરાશ્રયી થવું પડે તે શુ પામરતા નથી ? છતાં વૃદ્ધાવસ્થાને કારણે જ્યારે પગે વિહાર થઈ ન શકતે હાય, કંવા પેાતાનાં વસ્ત્ર-પાત્રાદિ ઉપાડી ન શકાતાં હોય, ત્યારે પાલખી જેવા સાધનને ઉપયાગ કરવાની મુનિને જરૂર પડે છે અને જ્યારે પૂલ વિનાની જળરિત નદી જેવું સ્થાન એળંગવાનુ હાય છે, ત્યારે વહાણમાં બેસવાની પણ મુર્તિને જરૂર પડે છે : આવી અનિવાયતાને કારણે નિારન રાખ્ત ચેાજીને ગ્રંથકારે અપવાદયુક્ત સ્થિતિનું યોગ્ય રક્ષણ કર્યું છે. આ રેલ્વેના અને હવાઇ વિમાનાના યુગમાં કદાચ એવું લાગે કે પગપાળી મુસાફરી કેટલી થઇ શકે ? દૂર દૂરના દેશમાં જઈને મુનિ ઉપદેશદાન શી રીતે કરી શકે ? પરન્તુ ભૂલવું ન જોઇએ કે પૂર્વે જૈન મુનિઓએ ભારતની ચારે દિશામાં પગપાળા ફરી વળીને જ ઉપદેશપ્રચાર કર્યો હતા અને બૌદ્ધ સાધુએએ પણ પગપાળા કરીને બ્રહ્મદેશ, ચીન અને જાપાન સુધી બૌદ્ધ ધર્મના ફેલાવા કર્યો હતા. તે વખતે આગગાડી, સ્ટીમર કે હવાઇ વિમાના નહાતાં. વસ્તુતઃ ઉપદેશપ્રચારને આધાર ગમનાગમનની સગવડ ઉપર રહેલે નથી, પરન્તુ ઉપદેશકના સંયમ અને તપ ઉપર રહેલા છે. (૧૫૮–૧૫૯)
[ક્રમે કરીને હવે આદાનભંડનિક્ષેપ અર્થાત્ વસ્ર-પાત્રાદિ લેવા-મૂકવાની સમિતિને વિષય આવે છે. ]