SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પૃષ્ઠભૂમિ અને સામાન્ય અવલોકન ૧૯ કરવાની. તેમણે પ્રમાણના “સ્વપરાવભાસક' લક્ષણમાં માત્ર “બાધવર્જિત” વિશેષણ ઉમેરીને લક્ષણને વિશેષ સમૃદ્ધ કર્યું, જ્ઞાનની પ્રમાણતા અને અપ્રમાણતાનો આધાર મોક્ષમાર્ગોપયોગિતાના સ્થાને ધર્મકીર્તિની જેમ “મેયવિનિશ્ચયને રાખ્યો. અર્થાત આ આચાર્યોના યુગથી “જ્ઞાન” દાર્શનિક ક્ષેત્રમાં પોતાની પ્રમાણતા બાહ્યાર્થપ્રાપ્તિ યા મેયવિનિશ્ચય દ્વારા જ સાબિત કરી શકતું હતું. આચાર્ય સિદ્ધસેને ન્યાયાવતારમાં પ્રમાણના પ્રત્યક્ષ, અનુમાન અને આગમ આ ત્રણ ભેદ કર્યા છે. આ પ્રમાણત્રિત્વવાદની પરંપરા આગળ ચાલી નહિ. તેમણે પ્રત્યક્ષ અને અનુમાન બન્નેના સ્વાર્થ અને પરાર્થ ભેદ કર્યા છે. અનુમાન અને હેતુનું લક્ષણ આપીને દષ્ટાન્તદૂષણ આદિ પરાર્થાનુમાનના સમસ્ત પરિકરનું નિરૂપણ કર્યું છે. પાત્રકેસરી અને શ્રીદત્ત – જ્યારે દિગ્ગાગે હેતુનું લક્ષણ “ત્રિલક્ષણ' સ્થાપ્યું અને હેતુના લક્ષણ તથા શાસ્ત્રાર્થની પદ્ધતિ પર જ શાસ્ત્રાર્થ થવા લાગ્યો ત્યારે પાત્રસ્વામીએ ત્રિલક્ષણકદર્શન અને શ્રીદત્તે જલ્પનિર્ણય નામના ગ્રંથોમાં હેતુનું “અન્યથાનુપપત્તિના રૂપમાં એક લક્ષણ સ્થાપ્યું અને “વાદ'નું સાંગોપાંગ વિવેચન કર્યું. ૩. પ્રમાણવ્યવસ્થાયુગ - જિનભદ્ર અને અકલંક – આચાર્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ (ઈ.સ. સાતમી શતાબ્દી) અનેકાન્ત અને નય આદિનું વિવેચન કરે છે તથા પ્રત્યેક પ્રમેયમાં તેને લાગુ પાડવાની પદ્ધતિ પણ બતાવે છે. તેમણે લૌકિક ઇન્દ્રિય પ્રત્યક્ષને, જે અત્યાર સુધી પરોક્ષ કહેવાતું હતું અને તે કારણે વ્યવહારમાં અસમંજસતા આવતી હતી તેને, સંવ્યવહાર પ્રત્યક્ષ સંજ્ઞા આપી. અર્થાત આગમિક પરિભાષા અનુસાર જો કે ઇન્દ્રિયજન્ય જ્ઞાન પરોક્ષ જ છે તેમ છતાં લોકવ્યવહારના નિર્વાહ માટે તેને સંવ્યવહાર પ્રત્યક્ષ કહેવામાં આવે છે. આ સંવ્યવહાર શબ્દ વિજ્ઞાનવાદી બૌદ્ધોને ત્યાં પ્રસિદ્ધ રહ્યો છે. ભટ્ટ અકલંકદેવ (ઈ.સ સાતમી શતાબ્દી) ખરેખર જૈન પ્રમાણશાસ્ત્રના સજીવ પ્રતિષ્ઠાપક છે. તેમણે પોતાના લધીયઐયમાં (કારિકા ૩,૧૦) પ્રથમ પ્રમાણના બે ભેદ કરીને પછી પ્રત્યક્ષના સ્પષ્ટપણે મુખ્ય પ્રત્યક્ષ અને સાંવ્યવહારિક પ્રત્યક્ષ બે ભેદ કર્યા છે. તેમણે પરોક્ષ પ્રમાણના ભેદોમાં સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમને અવિશદ જ્ઞાન હોવાના કારણે સ્થાન આપ્યું છે. આ રીતે પ્રમાણશાસ્ત્રની વ્યવસ્થિત રૂપરેખા અહીંથી શરૂ થાય છે. ૧. ન્યાયાવતાર, શ્લોક ૧. ૨. વિશેષાવશ્યકભાષ્ય, ગાથા ૯૫.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy