SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શન અનુયોગદ્વાર, સ્થાનાંગ અને ભગવતીસૂત્રમાં પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ આ ચાર પ્રમાણોનો નિર્દેશ મળે છે. આ પરંપરા ન્યાયસૂત્રની છે. તત્ત્વાર્થભાષ્યમાં આ પરંપરાને ‘નયવાવાન્તરે' રૂપે નિર્દેશીને સ્વપરંપરામાં સ્થાન આપ્યું નથી અને ઉત્તરકાલીન કોઈ જૈન ગ્રન્થમાં પણ તેનું કંઈ વિવરણ કે તેનો કોઈ નિર્દેશ સુધ્ધાં મળતો નથી. સમસ્ત ઉત્તરકાલીન જૈન દાર્શનિકોએ અકલકે પ્રસ્થાપિત કરેલી પ્રમાણપદ્ધતિને જ પલ્લવિત અને પુષ્પિત કરીને જૈન ન્યાયોદ્યાનને સુવાસિત કર્યું છે. ૨૦ ઉપાયતત્ત્વ – ઉપાયતત્ત્વોમાં મહત્ત્વપૂર્ણ સ્થાન નય અને સ્યાદ્વાદનું છે. નય સાપેક્ષ દૃષ્ટિનું નામાન્તર છે. સ્યાદ્વાદ ભાષાનો તે નિર્દોષ પ્રકાર છે જેના દ્વારા અનેકાન્ત વસ્તુના પરિપૂર્ણ અને યથાર્થ રૂપની વધુમાં વધુ સમીપ પહોંચી શકાય છે. આચાર્ય કુન્દકુન્દના પંચાસ્તિકાયમાં સપ્તભંગીનો સ્પષ્ટપણે ઉલ્લેખ મળે છે. ભગવતીસૂત્રમાં જે અનેક ભંગજાળોનું વર્ણન છે તેમનામાંથી પ્રકૃત સાત ભંગ પણ તારવી શકાય છે.' સ્વામી સમન્તભદ્રની આપ્તમીમાંસામાં આ સપ્તભંગીનું અનેક દૃષ્ટિએ વિવેચન છે. તેમાં સત્-અસત્, એક-અનેક, નિત્ય-અનિત્ય, દ્વૈત-અદ્વૈત, દૈવ-પુરુષાર્થ, પુણ્ય-પાપ આદિ અનેક પ્રમેયો પર આ સપ્તભંગી લાગુ કરવામાં આવી છે. સિદ્ધસેનના સન્મતિતર્કમાં અનેકાન્ત અને નયનું વિશદ વર્ણન છે. આચાર્ય સમન્તભદ્રે ‘વિધેય વાર્ય’ આદિ રૂપે સાત પ્રકારના પદાર્થોનું નિરૂપણ કર્યું છે. દૈવ અને પુરુષાર્થનો જે વિવાદ તે સમયે દૃઢમૂળ હતો તેના વિશે સ્વામી સમન્તભદ્રે સ્પષ્ટ લખ્યું છે કે ન તો કોઈ કાર્ય કેવળ દૈવથી થાય છે કે ન તો કેવળ પુરુષાર્થથી. જ્યાં બુદ્ધિપૂર્વક પ્રયત્નના અભાવમાં ફળપ્રાપ્તિ થાય ત્યાં દૈવની પ્રધાનતા માનવી જોઈએ અને પુરુષાર્થને ગૌણ ગણવો જોઈએ તથા જ્યાં બુદ્ધિપૂર્વક પ્રયત્નથી કાર્યસિદ્ધિ થાય ત્યાં પુરુષાર્થને પ્રધાન અને દૈવને ગૌણ માનવું જોઈએ. આ રીતે આચાર્ય સમન્તભદ્ર અને સિદ્ધસેને નય, સપ્તભંગી, અનેકાન્ત આદિ જૈનદર્શનના આધારભૂત પદાર્થોનું સાગોપાંગ વિવેચન કર્યું છે. તેમણે તે સમયના પ્રચલિત બધા વાદોનો નયદૃષ્ટિએ જૈનદર્શનમાં સમન્વય કર્યો અને બધા વાદીઓમાં પરસ્પર વિચારસહિષ્ણુતા અને સમતા લાવવાનો પ્રયત્ન કર્યો. આ જ યુગમાં ન્યાયભાષ્ય, યોગભાષ્ય અને શાબરભાષ્ય આદિ ભાષ્ય રચાયા છે. આ યુગ ૧. જુઓ જૈનતર્કવાર્તિકની પ્રસ્તાવના, પૃ. ૪૪-૪૮. ૨. બૃહત્સ્વયંભૂસ્તોત્ર, શ્લોક ૧૧૮. ૩. આપ્તમીમાંસા, શ્લોક ૯૧.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy