SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શન તત્ત્વાર્થસૂત્ર પર સવાર્થસિદ્ધિ નામની સારગર્ભ ટીકા લખી છે. તેમાં તત્ત્વાર્થનાં બધાં પ્રમેયોનું વિવેચન છે. તેમના ઈષ્ટપદેશ, સમાધિત આદિ ગ્રન્થ આધ્યાત્મિક દષ્ટિએ જ લખાયા છે. હા, જૈનેન્દ્ર વ્યાકરણનું આદિસૂત્ર "સિદ્ધિાનેતા’ તેમણે જ રચ્યું છે. ૨. અનેકાન્તસ્થાપનકાલ જ્યારે બૌદ્ધદર્શનમાં નાગાર્જુન, વસુબંધુ, અસંગ તથા બૌદ્ધન્યાયના પિતા દિગ્ગાગનો યુગ આવ્યો અને દર્શનશાસ્ત્રીઓમાં આ બૌદ્ધ દાર્શનિકોના પ્રબળ તર્કપ્રહારોથી બેચેની ઉત્પન્ન થઈ રહી હતી, એક રીતે દર્શનશાસ્ત્રના તાર્કિક અંશનો અને પરપક્ષખંડનનો પ્રારંભ થઈ ચૂક્યો હતો, તે સમયે જૈન પરંપરામાં યુગપ્રધાન સ્વામી સમન્તભદ્ર અને ન્યાયાવતારી સિદ્ધસેનનો ઉદય થયો. તેમની સમક્ષ સૈદ્ધાત્તિક અને આગમિક પરિભાષાઓ અને શબ્દોને દર્શનના ઢાંચામાં ઢાળી દાર્શનિક ઘાટ આપવાનું મહાન કાર્ય હતું. આ યુગમાં જે ધર્મસંસ્થા પ્રતિવાદીઓના આક્ષેપોનું નિરાકરણ કરીને પોતાના દર્શનની પ્રભાવના કરી શકતી ન હતી તેનું તો અસ્તિત્વ જ જોખમમાં હતું. તેથી પરચક્રથી રક્ષા કરવા માટે પોતાના દુર્ગને પોતે જ મજબૂત તથા દુર્જય બનાવવાના મહત્ત્વપૂર્ણ કાર્યનો પ્રારંભ આ બે મહાન આચાર્યોએ કર્યો. - સ્વામી સમન્તભદ્ર પ્રસિદ્ધ સ્તુતિકાર હતા. તેમણે આપ્તની સ્તુતિ કરવાના બહાને આમીમાંસા, યુફ્તનુશાસન અને બૃહત્સવયંભૂસ્તોત્રમાં એકાન્તવાદોની આલોચનાની સાથોસાથ જ અનેકાન્તનું સ્થાપન, સ્યાદ્વાદનું લક્ષણ, સુનય-દુર્નયની વ્યાખ્યા અને અનેકાન્તમાં અનેકાન્ત લાગુ પાડવાની પ્રક્રિયા આ બધું દર્શાવ્યું છે. તેમણે બુદ્ધિ અને શબ્દની સત્યતા અને અસત્યતાનો આધાર મોક્ષમાર્ગોપયોગિતાના સ્થાને બાહ્યર્થની પ્રાપ્તિ અને પ્રાપ્તિને દર્શાવ્યો છે, “સ્વપરાવભાસક બુદ્ધિ પ્રમાણ છે આ પ્રમાણનું લક્ષણ સ્થિર કર્યું છે, તથા અજ્ઞાનનિવૃત્તિ, હાન, ઉપાદાન અને ઉપેક્ષાને પ્રમાણનું ફળ કહ્યું છે. તેમનો સમય બીજી ત્રીજી શતાબ્દી છે. આચાર્ય સિદ્ધસેને સન્મતિતર્કસૂત્રમાં નય અને અનેકાન્તનું ગંભીર,વિશદ અને મૌલિક વિવેચન તો કર્યું જ છે પરંતુ તેમની વિશેષતા છે ન્યાયનો અવતાર ૧. આમીમાંસા, શ્લોક ૮૭. ૨. બૃહસ્વયંભૂસ્તોત્ર, શ્લોક ૬૩. ૩. આપ્તમીમાંસા, શ્લોક ૧૦૨.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy