SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭. પૃષ્ઠભૂમિ અને સામાન્ય અવલોકન જ્ઞાપકતત્ત્વ - સિદ્ધાન્તઆગમકાળમાં મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય અને કેવલજ્ઞાન આ પાંચ જ્ઞાન મુખ્યપણે શેયને જાણવાના સાધનો મનાયાં છે. તેમની સાથે જ નયોનું સ્થાન પણ અધિગમના ઉપાયોમાં છે. આગમિક કાળમાં જ્ઞાનની સત્યતા અને અસત્યતા (સમ્યકત્વ અને મિથ્યાત્વ) બાહ્ય પદાર્થને યથાર્થ જાણવા કે ન જાણવા ઉપર નિર્ભર ન હતી, પરંતુ જે જ્ઞાનો આત્મસંશોધન અને છેવટે મોક્ષમાર્ગમાં ઉપયોગી સિદ્ધ થતાં હતાં તે જ્ઞાનો જ સાચાં અને જે જ્ઞાનો મોક્ષમાર્ગોપયોગી ન હતાં તે જ્ઞાનો જૂઠાં કહેવાતાં હતાં. લૌકિક દૃષ્ટિએ સોએ સો ટકા સાચું જ્ઞાન પણ જો મોક્ષમાર્ગમાં ઉપયોગી ન હોય તો તે જૂઠું છે અને લૌકિક દૃષ્ટિએ મિથ્યા જ્ઞાન પણ જો મોક્ષમાર્ગમાં ઉપયોગી હોય તો તે સાચું કહેવાતું હતું. આમ સત્યતા અને અસત્યતાની કસોટી બાહ્ય પદાર્થોને અધીન ન હોતાં મોક્ષમાર્ગોપયોગિતા પર નિર્ભર હતી. તેથી સમ્યગ્દષ્ટિનાં બધાં જ્ઞાનો સાચાં અને મિથ્યાષ્ટિનાં બધાં જ્ઞાનો મિથ્યા કહેવાતા હતા. વૈશેષિકસૂત્રમાં વિદ્યા અને અવિદ્યા શબ્દનો પ્રયોગ ઘણો બધો આ ભૂમિકા પર છે. આ પાંચ જ્ઞાનોનું પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપમાં વિભાજન પણ પૂર્વ યુગમાં એક જુદા જ આધારથી હતું. તે આધાર હતો આત્મમાત્ર સાપેક્ષત્વ. અર્થાત જે જ્ઞાનો આત્મમાત્રસાપેક્ષ હતાં તે જ્ઞાનો પ્રત્યક્ષ તથા જેમનામાં ઇન્દ્રિય અને મનની સહાયતા અપેક્ષિત હતી તે જ્ઞાનો પરોક્ષ હતાં. લોકમાં જે ઇન્દ્રિયજન્ય જ્ઞાનોને પ્રત્યક્ષ કહેવામાં આવે છે તે જ્ઞાનો આગમિક પરંપરામાં પરોક્ષ હતાં. કુન્દકુન્દ અને ઉમાસ્વાતિ - આચાર્ય ઉમાસ્વાતિ યા ઉમાસ્વામી (ગૃપિચ્છ)નું તત્ત્વાર્થસૂત્ર જૈનધર્મનો આદિ સંસ્કૃત સૂત્રગ્રન્થ છે. તેમાં જીવ, અજીવ આદિ સાત તત્ત્વોનું વિસ્તારથી વિવેચન છે. જૈનદર્શનના બધા મુખ્ય મુદ્દાઓ તેમાં સૂત્રિત છે. તેમના સમયની ઉત્તરાવધિ વિક્રમની ત્રીજી શતાબ્દી છે. તેમના તત્ત્વાર્થસૂત્રમાં અને આચાર્ય કુકુન્દના પ્રવચનસારમાં જ્ઞાનનું પ્રત્યક્ષ અને પરોક્ષ ભેદોમાં વિભાજન હોવા છતાં પણ જ્ઞાનોની સત્યતા અને અસત્યતાનો આધાર અને લૌકિક પ્રત્યક્ષને પરોક્ષ કહેવાની પરંપરા જેવી ને તેવી જ ચાલુ હતી. જો કે કુન્દકુન્દના પચાસ્તિકાય, પ્રવચનસાર, નિયમસાર અને સમયસાર ગ્રન્થ તર્કગર્ભ આગમિક શૈલીમાં લખાયા છે તેમ છતાં પણ તેમની ભૂમિકા દાર્શનિકની અપેક્ષાએ આધ્યાત્મિક જ અધિક છે. પૂજ્યપાદ - શ્વેતામ્બર વિદ્વાનો તત્ત્વાર્થસૂત્રના તત્ત્વાર્થાધિગમભાષ્યને સ્વોપજ્ઞ માને છે. તેમાં પણ દર્શનાત્તરીય ચર્ચાઓ નહિવત્ છે. આચાર્ય પૂજયપાદે
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy