SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પૃષ્ઠભૂમિ અને સામાન્ય અવલોકન પાંચ ભેદ છે - પરિકર્મ, સૂત્ર, પ્રથમાનુયોગ, પૂર્વગત અને ચૂલિકા. પૂર્વગતશ્રુતના ચૌદ ભેદ છે - ઉત્પાદપૂર્વ, અગ્રાયણીય, વીર્યાપ્રવાદ, અસ્તિનાસ્તિપ્રવાદ, જ્ઞાનપ્રવાદ, સત્યપ્રવાદ, આત્મપ્રવાદ, કર્મપ્રવાદ, પ્રત્યાખ્યાનપ્રવાદ, વિદ્યાનુપ્રવાદ, કલ્યાણપ્રવાદ, પ્રાણાવાય, ક્રિયાવિશાલ અને લોકબિન્દુસાર. ૯ તીર્થંકરોના સાક્ષાત્ શિષ્યો, બુદ્ધિ અને ઋદ્ધિના અતિશયના નિધાન, શ્રુતકેવલી ગણધરોએ ગ્રન્થબદ્ધ કરેલું આ અંગ-પૂર્વરૂપ શ્રુત એટલા માટે પ્રમાણ છે કેમ કે તેના મૂળ વક્તા પરમ અચિત્ત્વ કેવલજ્ઞાનવિભૂતિવાળા પરમ ઋષિ સર્વજ્ઞદેવ છે. આરાતીય આચાર્યોએ અલ્પમતિ શિષ્યો ઉપર અનુગ્રહ કરવા માટે જે દશવૈકાલિક, ઉત્તરાધ્યયન આદિ રૂપે રચેલું અંગબાહ્ય શ્રુત છે તે પણ પ્રમાણ છે, કેમ કે અર્થરૂપમાં આ શ્રુત તીર્થંકરપ્રણીત અંગપ્રવિષ્ટથી જુદું નથી. અર્થાત્ આ અંગબાહ્ય શ્રુતની પરંપરા અંગપ્રવિષ્ટ શ્રુતથી સંબદ્ધ છે, એટલે આ અંગબાહ્ય શ્રુત પણ અંગપ્રવિષ્ટ શ્રુતની જેમ પ્રમાણ છે, જેમ ક્ષીરસમુદ્રનું જલ ઘડામાં ભરવા છતાં મૂળ રૂપમાં તો તે ક્ષીરસમુદ્રજલ જ રહે છે તેમ. ૧ બન્ને પરંપરાઓનું આગમશ્રુત વર્તમાનમાં જે આગમશ્રુત શ્વેતામ્બર પરંપરાને માન્ય છે તેનું અન્તિમ સંસ્કરણ વલભીમાં વીરનિર્વાણ સંવત ૯૮૦માં થયું હતું. વિક્રમની છઠ્ઠી શતાબ્દીમાં આ સંક્લન દેવર્દ્રિગણિ ક્ષમાશ્રમણે કર્યું હતું. આ સમયે જે ત્રુટિત અત્રુટિત આગમવાક્યો ઉપલબ્ધ હતાં તેમને પુસ્તકારૂઢ કરવામાં આવ્યાં. તેમનામાં અનેક પરિવર્તનો, પરિવર્ષનો અને સંશોધનો થયાં. એક વાત ખાસ ધ્યાન દેવા યોગ્ય છે અને તે એ કે મહાવીરના પ્રધાન ગણધર ગૌતમ હોવા છતાં પણ આ આગમોની પરંપરા દ્વિતીય ગણધર સુધર્માસ્વામી સાથે જોડાયેલી છે, જ્યારે દિગમ્બર પરંપરાના સિદ્ધાન્તગ્રન્થોનો સંબંધ ગૌતમસ્વામી સાથે છે. આ પણ એક વિચારણીય વાત છે કે શ્વેતામ્બર પરંપરા જે દૃષ્ટિવાદશ્રુતનો ઉચ્છેદ માને છે તે જ દૃષ્ટિવાદશ્રુતના १. तदेतत् श्रुतं द्विभेदमनेकभेदं द्वादशभेदमिति । किंकृतोऽयं विशेष: ? वक्तृविशेषकृतः । यो वक्तारः सर्वज्ञतीर्थकर, इतरो वा श्रुतकेवली, आरातीयश्चेति । तत्र सर्वज्ञेन परमर्षिणा परमाचिन्त्यकेवलज्ञानविभूतिविशेषेण अर्थत आगम उपदिष्टः । तस्य प्रत्यक्षदर्शित्वात् प्रक्षीणदोषत्वाच्च प्रामाण्यम् । तस्य साक्षाच्छिष्यैर्बुद्धयतिशयर्द्धियुक्तैर्गणधरैः श्रुतकेवलिभिरनुस्मृतग्रन्थस्वनमङ्गपूर्वलक्षणं तत् प्रमाणं तत्प्रामाण्यात् । आरातीयैः पुनराचार्यैः कालदोषात् सङ्क्षिप्तायुर्मतिबलशिष्यानुग्रहार्थं दशवैकालिकाद्युपનિવદ્ધમ્, તભ્રમાામયંતસ્તવેવેટમિતિ ક્ષીરાર્થવગાં ઘટવૃદ્દીતમિવ । સર્વાર્થસિદ્ધિ, ૧.૨૦. -
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy