SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ જૈનદર્શન અગ્રાયણીય અને જ્ઞાનપ્રવાદ પૂર્વોમાંથી પખંડાગમ, મહાબલ્પ અને કસાયપાહુડ આદિ દિગમ્બર સિદ્ધાન્તગ્રન્થોની રચના થઈ છે. અર્થાત જે શ્રુતનો શ્વેતામ્બર પરંપરામાં લોપ થયો તે શ્રુતની ધારા દિગમ્બર પરંપરામાં સુરક્ષિત છે અને દિગમ્બર પરંપરા જે શ્રુતનો લોપ માને છે તેનું સંકલન શ્વેતામ્બર પસ્પરામાં પ્રચલિત છે. શ્રુતવિચ્છેદનું મૂળ કારણ આ શ્રુતવિચ્છેદનું એક જ કારણ છે - વસ્ત્ર. મહાવીર પોતે નિર્વસ્ત્ર પરમ નિર્ઝન્થ હતા એ બન્ને પરંપરાને માન્ય છે. તેમના અચેલક ધર્મની સંગતિ આપવાદિક વસ્ત્રને ઔત્સર્ગિક માની બેસાડી શકાતી નથી. જિનકલ્પ આદર્શ માર્ગ હતો એનો સ્વીકાર શ્વેતામ્બર પરંપરામાન્ય દશવૈકાલિક, આચારાંગ આદિમાં હોવા છતાં પણ જ્યારે કોઈ પણ કારણથી એક વાર આપવાદિક વસ્ત્ર ઘૂસી ગયું તો પછી તેનું નીકળવું કઠિન બની ગયું. જબૂસ્વામી પછી શ્વેતામ્બર પરંપરાએ જિનકલ્પનો ઉચ્છેદ માન્યો, તેથી તો શ્વેતામ્બર-દિગમ્બર મતભેદને પૂરેપૂરું બળ મળ્યું. આ મતભેદના કારણે શ્વેતામ્બર પરંપરામાં વસ્ત્રની સાથે સાથે જ ઉપધિઓની સંખ્યા ચૌદ સુધીની થઈ ગઈ. આ વસ્ર જ શ્રુત વિચ્છેદનું મૂળ કારણ બન્યું. સુપ્રસિદ્ધ વિદ્વાન પંડિત બેચરદાસજીએ પોતાના “નૈન સાહિત્ય મેં વિકાર પુસ્તકમાં (પૃ.૪૦) યોગ્ય જ લખ્યું છે કે - “કિસી વૈદ્યને સંગ્રહ છે વા રૂપ મેં अफीम सेवन करने की सलाह दी थी, किन्तु रोग दूर होने पर भी जैसे उसे अफीम की लत पड़ जाती है और वह उसे नहीं छोड़ना चाहता, वैसी ही दशा इस आपवादिक वस्त्र ચી તુ ” (“કોઈ વૈદ્ય સંગ્રહણીના રોગીને અફીણનું સેવન કરવાની સલાહ આપી હતી, પરંતુ રોગ દૂર થયા પછી પણ જેમ તેને અફીણની લત પડી જાય છે અને તે તેને છોડવા ઇચ્છતો નથી, તેવી જ દશા આ આપવાદિક વસ્ત્રની થઈ.”). એ નિશ્ચિત છે કે ભગવાન મહાવીરને કુલાષ્નાયથી પોતાના પૂર્વ તીર્થકર પાર્શ્વનાથની આચારપરંપરા પ્રાપ્ત હતી. જો પાર્શ્વનાથ પોતે સચેલ હોત અને તેમની પરંપરામાં સાધુઓ માટે વસ્ત્રની સ્વીકૃતિ હોત તો મહાવીર પોતે ન તો ૧. મને પરમહિપુના, એહી ઉવ ૩વર્ષે | સંગતિય વતિ સિT ય બંને પુષ્ટિ ર૬૪રા વિશેષાવશ્યકભાષ્ય ૨. પાર્શ્વનાથ પોતે અને તેમની પરંપરા અચલક હતી એવી ડૉ. મહેન્દ્રકુમારની સ્થાપના સ્વીકાર્ય નથી. આ માટે જુઓ પંડિત સુખલાલજીની નીચે આપેલી
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy