SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શન ભગવાન મહાવીરે ધર્મના ક્ષેત્રમાં માનવ માત્રને સમાન અધિકાર આપ્યા હતા. જાતિ, કુલ, શરીર, આકારનાં બંધનો ધર્માધિકારમાં બાધક ન હતાં. ધર્મ આત્માના સદ્ગુણોના વિકાસનું નામ છે. સદ્ગણોનો વિકાસ કરવામાં અર્થાત્ સદાચારને ધારણ કરવામાં કોઈ પણ પ્રકારનું બંધન સ્વીકાર્ય બની શકતું નથી. રાજનીતિ વ્યવહાર માટે ગમે તેવી ચાલે પરંતુ ધર્મની શીતલ છાયા તો પ્રત્યેકને માટે સમાનભાવે સુલભ હો એ જ તેમની અહિંસા અને સમતાનું લક્ષ્ય હતું. આ લક્ષ્યનિષ્ઠાએ ધર્મના નામે કરવામાં આવતા પશુયજ્ઞોને કેવળ નિરર્થક જ નહિ પરંતુ અનર્થક પણ સિદ્ધ કરી દીધા. અહિંસાનું ઝરણું એક વાર હૃદયમાંથી જ્યારે વહેવા માડે છે ત્યારે તે મનુષ્યો સુધી જ આવી અટકી જતું નથી પરંતુ પ્રાણીમાત્રના સંરક્ષણ અને પોષણ સુધી જઈ પહોંચે છે. અહિંસક સંતની પ્રવૃત્તિ તો એટલી સ્વાવલંબી અને નિર્દોષ થઈ જાય છે કે તેમાં પ્રાણીના ઘાતની ઓછામાં ઓછી સંભાવના રહે છે. જૈન શ્રુત વર્તમાનમાં જે શ્રુત ઉપલબ્ધ છે તે આ જ મહાવીર ભગવાને ઉપદેશેલું છે. તેમણે જે કંઈ પોતાની દિવ્ય ધ્વનિથી કહ્યું તેને તેમના શિષ્ય ગણધરોએ ગ્રંથરૂપમાં ગૂગ્યું. અર્થાગમ તીર્થકરોનું હોય છે અને શબ્દશરીરની રચના ગણધર કરે છે. વસ્તુતઃ તીર્થકરો દિવસમાં ત્રણ વાર કે ચાર વાર પ્રવચન આપતા હતા. પ્રત્યેક પ્રવચનમાં કથાનુયોગ, દ્રવ્યચર્ચા, ચારિત્રનિરૂપણ અને તાત્ત્વિક વિવેચન એમ બધું જ થતું હતું. આ તો તે ગણધરોની કુશલ પદ્ધતિ છે જેથી તેઓ ભગવાનનાં સર્વાત્મક પ્રવચનોને દ્વાદશાંગમાં વિભાજિત કરી દે છે - ચરિત્રવિષયક વાતો આચારાંગમાં, કથાશ જ્ઞાતૃધર્મકથા અને ઉપાસકાધ્યયન આદિમાં, પ્રશ્નોત્તર વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અને પ્રશ્નવ્યાકરણ આદિમાં. એ સાચું છે કે જે ગાથાઓ અને વાક્યો બન્ને પરંપરાના આગમોમાં છે તેમનામાંથી કેટલીક ગાથાઓ અને કેટલાંક વાક્યો તે જ હોય જે ભગવાન મહાવીરના મુખારવિંદમાંથી નીકળ્યા હોય. જેમ સમયે સમયે બુદ્ધ જે માર્મિક ગાથાઓ કહી તેમનું સંકલન “ઉદાનમાં મળે છે તેમ અનેક ગાથાઓ અને વાક્યો તે તે પ્રસંગો પર જે તીર્થકરોએ કહ્યાં તે બધાં મૂળ અર્થરૂપમાં જ નહિ પરંતુ શબ્દરૂપમાં પણ આ ગણધરોએ દ્વાદશાંગમાં ગૂંથ્યાં હશે. આ શ્રુત અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એમ બે વર્ગમાં વિભાજિત છે. અંગપ્રવિષ્ટ શ્રુત જ દ્વાદશાંગ શ્રત છે. દ્વાદશ અંગ આ પ્રમાણે છે – આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, જ્ઞાતૃધર્મકથા, ઉપાસકદશ, અત્તકૃદંશ, અનુત્તરૌપપાદિકરશ, પ્રશ્નવ્યાકરણ, વિપાકસૂત્ર અને દૃષ્ટિવાદ, દૃષ્ટિવાદશ્રુતના
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy