SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા ૨૫૯ જગતના બધા ચેતન પદાર્થોનો પક્ષમાં અને અચેતન પદાર્થોનો વિપક્ષમાં અન્તર્ભાવ થઈ ગયો છે, સપક્ષ કોઈ બચતો જ નથી. આ કેવલવ્યતિરેક હેતુમાં સપક્ષસત્ત્વ સિવાય અન્ય ચાર રૂપો મળે છે. ખુદ રૈયાયિકોએ કેવલાન્વયી અને કેવલવ્યતિરેકી હેતુઓમાં ચાર ચાર રૂપો સ્વીકારીને ચતુર્લક્ષણને પણ સદ્ધતુ માન્યો છે. આ રીતે પંચરૂપતા આ હેતુઓમાં આપોઆપ અવ્યાપ્ત સિદ્ધ થઈ જાય છે. . કેવળ એક અવિનાભાવ જ એવો છે જે બધા સહેતુઓમાં અનુપચરિતપણે પ્રાપ્ત થાય છે અને કોઈ પણ હેત્વાભાસમાં તેની સંભાવના કરી શકાતી નથી. તેથી જૈન દર્શને હેતુને “અન્યથાનુપપત્તિ યા “અવિનાભાવ' રૂપ એક લક્ષણવાળો જ માન્યો છે.' હેતુના પ્રકાર વૈશેષિકસૂત્રમાં એક સ્થાને (૯.૨.૧) કાર્ય, કારણ, સંયોગી, સમવાયી અને વિરોધી આ પાંચ પ્રકારનાં લિંગોનો નિર્દેશ છે. અન્ય સ્થાને (૩.૧૧.૨૩) અભૂત ભૂતનો, ભૂત અભૂતનો અને ભૂત ભૂતનો એ રીતે ત્રણ હેતુઓનું વર્ણન છે. બૌદ્ધ સ્વભાવ, કાર્ય અને અનુપલબ્ધિ એમ ત્રણ પ્રકારના હેતુ માને છે. કાર્યક્ષેતુનો પોતાના સાથે સાથે તદુત્પત્તિસંબંધ હોય છે, સ્વભાવહેતુનો તાદાત્મસંબંધ હોય છે અને અનુપલબ્ધિઓમાં પણ તાદાભ્યસંબંધ જ વિવક્ષિત છે. જૈન તાર્કિક પરંપરામાં અવિનાભાવને કેવળ તાદાત્મ અને તદુત્પત્તિમાં જ સીમિત કરી દીધો નથી પરંતુ તેનું વ્યાપક ક્ષેત્ર નિશ્ચિત કર્યું છે. અવિનાભાવ સહભાવ અને ક્રમભાવમૂલક હોય છે. સહભાવ તાદાભ્યપ્રયુક્ત પણ હોઈ શકે છે અને તાદાભ્ય વિના પણ હોઈ શકે છે. ત્રાજવાના એક પલ્લાનું ઉપર જવું અને બીજા પલ્લાનું નીચે જવું આ બન્નેમાં તાદાભ્ય ન હોવા છતાં નિયત સહભાવ છે. ક્રમભાવ કાર્યકારણભાવમૂલક પણ હોય છે અને ૧. યદ્યવિનામાવ: ઉગ્ર, વાર્ષવા તિસ્ય સમય ન્યાયવાર્તિક્તાત્પર્યટીકા, પૃ. ૧૭૮. केवलान्वयसाधको हेतुः केवलान्वयी । अस्य च पक्षसत्त्वसपक्षसत्त्वाबाधितासत्प्रतिपक्षितत्वानि चत्वारि रूपाणि गमकत्वौपयिकानि । अन्वयव्यतिरेकिणस्तु हेतोर्विपक्षासत्त्वेन सह पञ्च । केवलव्यतिरेकिण: सपक्षसत्त्वव्यतिरेकेण चत्वारि । વૈશેષિકસૂત્રઉપસ્કાર, પૃ. ૯૭. ૨. માથાનુપસ્વેિતક્ષ તત્ર ધનમ્ ! તત્ત્વાર્થશ્લોકવાર્તિક, ૧.૧૩.૧૨૧. ૩. ન્યાયબિન્દુ, ૨.૧૨.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy