SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ જૈનદર્શન કાર્યકારણભાવ વિના પણ હોય છે. કૃત્તિકોદય અને તેના એક મુહૂર્ત પછી ઉદય પામનાર શwોદયમાં પરસ્પર કાર્યકારણભાવ ન હોવા છતાં પણ નિયત ક્રમભાવ છે. અવિનાભાવના આ વ્યાપક સ્વરૂપને આધાર બનાવી જૈન પરંપરામાં હેતુના સ્વભાવ, વ્યાપક, કાર્ય, કારણ, પૂર્વચર, ઉત્તરચર અને સહચર આ ભેદો કરવામાં આવ્યા છે. હેતુના સામાન્યપણે બે ભેદ પણ થાય છે - એક ઉપલબ્ધિરૂપ અને બીજો અનુપલબ્ધિરૂપ.' ઉપલબ્ધિ વિધિ અને પ્રતિષેધ બન્નેને સિદ્ધ કરે છે, તેવી જ રીતે અનુપલબ્ધિ પણ, બૌદ્ધ કાર્યક્ષેતુ અને સ્વભાવહેતુને કેવળ વિધિસાધક અને અનુપલબ્ધિહેતુને કેવળ પ્રતિષેધસાધક માને છે, પરંતુ આગળ ઉપર દેવામાં આવનારાં ઉદાહરણોથી એ સ્પષ્ટ થઈ જશે કે અનુપલબ્ધિ અને ઉપલબ્ધિ બન્ને હેતુઓ વિધિ અને પ્રતિષેધ બન્નેના સાધક છે. વૈશેષિકો સંયોગ અને સમવાયને સ્વતંત્ર સંબંધો માને છે, તેથી તગ્નિમિત્તક સંયોગી અને સમવાયી એ બે હેતુઓ તેમણે સ્વતન્ન માન્યા છે, પરંતુ આ જાતના હેતભેદો સહભાવમૂલક અવિનાભાવમાં સંગૃહીત થઈ જાય છે અર્થાત તેઓ કાં તો સહચરહેતુમાં કાં તો સ્વભાવતુમાં અન્તર્ભાવ પામે છે. કારણહેતુનું સમર્થન બૌદ્ધો કારણહેતુનો સ્વીકાર કરતા નથી. તેમનું કહેવું છે કે કારણ અવશ્ય જ કાર્યને ઉત્પન્ન કરે એવો નિયમ નથી.” જો અન્તિમ ક્ષણને પામેલું કારણ નિયમથી કાર્યનું ઉત્પાદક હોય તો તેના બીજા જ ક્ષણે કાર્યનું પ્રત્યક્ષ થવાનું છે, એટલે તેનું અનુમાન નિરર્થક છે. પરંતુ અંધારામાં કોઈક ફળનો રસ ચાખી તત્સમાનકાલીન રૂપનું અનુમાન કારણ ઉપરથી કાર્યનું અનુમાન જ તો છે, કેમ કે વર્તમાન રસને પૂર્વસ ઉપાદાનભાવથી તથા પૂર્વરૂપ નિમિત્તભાવથી ઉત્પન્ન કરે છે અને પૂર્વરૂપ પોતાના ઉત્તરરૂપને પેદા કરીને જ રસોત્પત્તિમાં નિમિત્ત બને છે. તેથી રસને ચાખી તેની એક કારણસામગ્રીનું અનુમાન થાય છે. પછી એક કારણસામગ્રીના ૧. પરીક્ષામુખ, ૩.૫૪. ૨. પરીક્ષામુખ, ૩.૫૨. ૩. અત્ર દો વસ્તુ સાધનૌ : પ્રતિષથતુઃ | ન્યાયબિન્દુ, ૨.૧૯. ૪. ન ાણનિ અવર કાર્યન્તિ મવતિ | ન્યાયબિન્દુ, ૨.૪૯. ५. रसादेकसामयनुमानेन रूपानुमानमिच्छद्भिरिष्टमेव किञ्चित् कारणं हेतुर्यत्र सामर्थ्या પ્રતિવાળાન્તરવૈચે પરીક્ષામુખ, ૩.૫૫.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy