SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ જેનદર્શનના મહત્વના સિદ્ધાંતો संयमविशुद्धिनिबन्धना विशिष्टाऽऽवरणविच्छेदाब्जातं मनोद्रव्यपर्यायालम्बनं મન:પર્યાયજ્ઞાનમ્ ા૨-૨૨ પારમાર્થિક પ્રત્યક્ષમાં વિકલજ્ઞાન બે પ્રકારનું છે. (૧) અવધિજ્ઞાન અને (૨) મન:પર્યાયજ્ઞાન. અવધિજ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થતું ભવપ્રત્યયિક કે ગુણપ્રત્યયિક જે રૂપિ દ્રવ્ય વિષયક જ્ઞાન છે તે અવધિજ્ઞાન કહેવાય છે. (અર્થાત્ અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી દેવોને આત્માથી જે રૂપિ દ્રવ્યોનું જ્ઞાન થાય છે તેને ભવપ્રત્યયિક અવધિજ્ઞાન કહેવાય છે અને મનુષ્યોને સમ્યગ્દર્શનાદિ ગુણોની શુદ્ધિથી આત્મા દ્વારા જે રૂપિ દ્રવ્યોનું જ્ઞાન થાય છે તેને ગુણપ્રત્યયિક અવધિજ્ઞાન કહેવાય છે.) ચારિત્રની વિશુદ્ધિથી જ્ઞાનાવરણીયકર્મનો વિશિષ્ટ ક્ષયોપશમ થવાથી મનોદ્રવ્યના પર્યાય વિષયક જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, તેને મન:પર્યાયજ્ઞાન કહેવાય છે. અર્થાત્ ચારિત્રની વિશુદ્ધિથી મન:પર્યાયજ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ થાય છે અને તેનાથી મનોદ્રવ્યના પર્યાય વિષયક જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, તેને મન:પર્યાયજ્ઞાન કહેવાય છે. અવધિજ્ઞાનના ૬ પ્રકાર છે : (૧) અનુગામી, (૨) અનનુગામી, (૩) વર્ધમાન, (૪) હીયમન, (૫) અનવસ્થિત (પ્રતિપાતી), (૬) અવસ્થિત (અપ્રતિપાતી). 9. अनानुगामिकं, आनुगामिकं, हीयमानकं, वर्धमानकं, अनवस्थितं, अवस्थितमिति। तत्रानानुगामिकं यत्र क्षेत्रे स्थितस्योत्पनं ततः प्रच्युतस्य प्रतिपतति, प्रश्नादेशपुरुष ज्ञानवत्।आनुगामिकं यत्र क्वचिदुत्पन्नं क्षेत्रान्तरगतस्यापि न प्रतिपतति, भास्करप्रकाशवत् घटरक्तभाववत्। हीयमानकम्, असङ्ख्येयेषु द्वीपेषु समुद्रेषु पृथिवीषु विमानेषु तिर्यगूर्ध्वमधो वा यदुत्पन्नं क्रमश: संक्षिप्यमानं प्रतिपतति आ अङ्गुलासङ्ख्येयभागात्, प्रतिपतत्येव वा परिच्छिन्नेन्धनोपादानसन्तत्यग्निशिखावत्। वर्धमानकं यदङ्गुलस्यासंख्येयभागादिषूत्पन्नं वर्धतेआसर्वलोकात्।अधरोत्तरारणिनिर्मथनासन्नोपात्तशुष्कोपचीयमानाधीयमानेन्धनराश्यग्निवत्। अनवस्थितं हीयते वर्धते वर्धते हीयते च। प्रतिपतति चोत्पद्यते चेति। पुन पुनरूर्मिवत्।अवस्थितं यावति क्षेत्रे उत्पन्नं भवति ततो न प्रतिपतत्याकेवलप्राप्तेरवतिष्ठते, आभवक्षयाद् वा जात्यन्तस्थायि भवति लिङ्गवत् ।।(तत्त्वार्थ भाष्य-१/२३)
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy