SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણ નિર્ણિત થયેલા વિષય (પદાર્થ) ની (કાલાંતરમાં) થવાવાળી સ્મૃતિમાં જે હેતુ બને, તેને ધારણા કહેવાય છે. અર્થાત્ નિર્ણિત થયેલો પદાર્થ અત્યંત દઢ અવસ્થાને પ્રાપ્ત કરે (કેટલોક કાળ સ્થિર રહે) તેને ધારણા કહેવાય છે(8). આ રીતે સાંવ્યાવહારિક પ્રત્યક્ષનું લક્ષણ પૂર્ણ થાય છે. પારમાર્થિક પ્રત્યક્ષનું સ્વરૂપ : પારમાર્થિક પ્રત્યક્ષનું લક્ષણ બતાવતાં પ્રમાણનયતત્તાલોકમાં કહ્યું છે કે, पारमार्थिकं पुनरुत्पत्तावात्ममात्रापेक्षम् ।।२-१८।। તત્ વિવેનં સર્વત્ત રાાર-૨૨ા. - જેની ઉત્પત્તિમાં માત્ર આત્માની જ અપેક્ષા હોય છે, તે જ્ઞાનને પારમાર્થિક જ્ઞાન કહેવાય છે. અર્થાત્ ઈન્દ્રિય-મન આદિની અપેક્ષા વિના માત્ર આત્માથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તેને પારમાર્થિક પ્રત્યક્ષ કહેવાય છે. તેના વિકલ અને સકલ એમ બે ભેદ છે અર્થાત્ અસમગ્ર વિષયક વિકલ જ્ઞાન અને સમગ્ર વિષયક સકલ જ્ઞાન એમ બે ભેદ છે. વિકલજ્ઞાનના ભેદ અને તેનું સ્વરૂપ બતાવતાં પ્રમાણનયતત્તાલોકમાં કહે છે કે, તત્ર વિ7મર્વાદ-મન:પર્યાયજ્ઞાન તથા ઘા ઘર-૨૦ ના अवधिज्ञानावरणविलयविशेषसमुद्भवं भवगुणप्रत्ययं रुपिद्रव्यગોવરમણિજ્ઞાનમ ાર-૨IT 8. इदमत्र सूत्रचतुष्टयस्य तात्पर्यम् - इन्द्रियविषयसनिपातानन्तरं प्रथमम् “अस्ति किञ्चिद्'' इत्याकारं निराकारं ज्ञानमुत्पद्यते, तद् दर्शनमित्यभिधीयते, तादृशदर्शनानन्तरं मनुष्यत्वाद्यवान्तरसामान्याकार-विशिष्टम्-'अयं मनुष्यः' इत्याकारकं यज्ज्ञानमुत्पद्यते सोऽवग्रह इत्युच्यते, तदनन्तरम् “अनेन कान्यकुब्जेन भवितव्यम्' इत्याद्याकारं विशेषाऽऽकाङ्क्षणमीहाज्ञानं भवति, तत: 'अयं कान्यकुब्ज एव' इत्याकारकं निश्चयात्मकं ज्ञानमुन्मज्जति सोऽवायः, स एवावायः सादरस्य प्रमातुः किञ्चित् कालं तिष्ठन् धारणेत्यभिधीयते। (प्रमाणनयतत्त्वालोकटिप्पनकम्)
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy