SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ “સ્યાદ્વાદ - અનેકાંતવાદ” ૫ ૩ શંકા 60) - ભગવાનનું શાસન સર્વનયોના સમુહરૂપ હોવાથી સર્વદર્શનમય હોય, તો સર્વદર્શનોમાં જિનશાસન કેમ ઉપલબ્ધ થતું નથી. સમાધાન :- સમુદ્ર સર્વનદીમય છે. છતાં તે તે નદીઓમાં સમુદ્ર ઉપલબ્ધ થતો નથી. તેમ જૈનદર્શન સર્વદર્શનમય છે. છતાં તે તે પરદર્શનો વિભક્ત અવસ્થામાં હોય છે ત્યારે નદીસ્થાનીય તે પરદર્શનોમાં) જૈનશાસન ઉપલબ્ધ થતું નથી. જેમ કે, જેનદર્શન નિત્યાનિત્યસ્વરૂપ વસ્તુને માને છે. તેથી તેવી વસ્તુની માન્યતામાં જૈનદર્શન દેખાય છે. પરંતુ વિભક્ત અવસ્થામાં અર્થાત્ એકાંત નિત્ય માન્યતામાં કે એકાંત અનિત્ય માન્યતામાં જૈન શાસન ઉપલબ્ધ થતું નથી. સ્યાદ્વાદ પ્રરૂપણાનો માર્ગ : સ્યાદ્વાદ સિદ્ધાંત વસ્તુના સર્વાગીણ સ્વરૂપને પ્રકાશિત કરે છે તે આપણે વિસ્તારથી જોયું. કોઈપણ વિષયને સ્યાદ્વાદની દષ્ટિએ વર્ણવવામાં આવે તો જ તે યથાર્થ બને છે અને તેને યથોચિત ન્યાય મળે છે. તેથી કોઈપણ વિષયની પ્રરૂપણા કરતી વખતે સ્યાદ્વાદનો આશરો લેવો જરૂરી છે. આથી જ પ્રરૂપણાનો માર્ગ બતાવતાં સમ્મતિ તર્ક પ્રકરણમાં કહ્યું છે કે, दव्वं खितं कालं भावं पज्जाय-देस-संजोगे। भेदं च पडुच्च समा भावाणं पण्णावणपज्जा ।।३-६०।। અર્થ : (૧) દ્રવ્ય (પૃથ્વી વગેરે પદાર્થની મૂળજાતિ), (૨) ક્ષેત્ર (દ્રવ્યના જનક અવયવો અથવા દ્રવ્યના આધાર આકાશપ્રદેશ), (૩) કાલ 60. न च वाच्यं तर्हि भगवत्समयस्तेषु कथं नोपलभ्यते इति। समुद्रस्य सर्वसरित्मयत्वेऽपि विभक्तासु तासु अनुपलम्भात्। तथा च वक्तृवचनयोरैक्यमध्यवस्य श्रीसिद्धसेनदिवाकरपादा - उदधाविव सर्वसिन्धवः समुदीर्णास्त्वयि नाथ! दृष्टयः। न च तासु भवान् प्रदृश्यते प्रविभक्तासु सरित्स्विवोदधिः।।
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy