SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૨ જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો કારણે “કૃતપ્રમા” નામને પામે છે. આથી સ્યાદ્વાદ દ્વારા સર્વનયોની મૈત્રી થાય છે(59). શંકા - નયો જ્યારે પોતાની રજુઆત કરતા હોય ત્યારે અન્ય નયના વિરોધી હોય, તો સર્વે નયો ભેગા થાય ત્યારે તેમની વચ્ચે મૈત્રી કેવી રીતે થઈ જાય? સમાધાન :- પરસ્પર વિરોધ રાખતા નયો પણ “ચાતુ' શબ્દના સંયોગથી પરસ્પરનો વિરોધ છોડીને એકબીજા સાથે મૈત્રી ધારણ કરે છે અને તેથી સ્યાદ્વાદ દ્વારા સર્વનયોની મૈત્રી થાય છે. તેથી સર્વનયરૂપ જૈનદર્શન સર્વદર્શનમય છે તેમ પણ કહી શકાય છે. કહેવાનો આશય એ છે કે, પરદર્શનો એક-એક નયરૂપ છે અને જૈનદર્શન સર્વનયરૂપ છે. તેથી જૈનદર્શનને સર્વદર્શનમય કહેવામાં કોઈ વિરોધ નથી. આથી જૈનદર્શનને કોઈ દર્શન સાથે વૈર નથી. માત્ર તે તે દર્શનની તે તે વાતોને નયસાપેક્ષપણે સ્વીકારે છે અને તે દર્શનો પોતાની વાતો એકાંતે રજુ કરે છે, ત્યારે તેને તે દૂર રાખવાનું કામ કરે છે અને તેમના એકાંતમાં રહેલી ક્ષતિઓને પક્ષપાત વિના બતાવવાનું કાર્ય કરે છે. જેનદર્શનને સમુદ્રની ઉપમા : જૈનદર્શન સર્વનયોના સમુહરૂપ છે. તેથી સમુદ્રરૂપ છે. અન્યદર્શનો એક નય૩પ છે તેથી નદી જેવા છે 59. मत्सरित्वाभावमेव - विशेषणद्वारेण समर्थयति - नयानशेषानविशेषमिच्छन् इति। अशेषान् = समस्तान् नयान् नैगमादीन, अविशेष = निविशेषं यथा भवति, एवम् इच्छन् = आकाङ्क्षन् सर्वनयात्मकत्वादनेकान्तवादस्य। यथा विशकलितानां मुक्तामणीनामेकसूत्रानुस्यूतानां हारव्यपदेशः, एवं पृथगभिसन्धीनां नयानां स्याद्वादलक्षणैकसूत्रप्रोतानां श्रुताख्यप्रमाणव्यपदेश इति। ननु प्रत्येकं नयानां विरुद्धत्वे कथं समुदितानां निर्विरोधिता? उच्यते। यथा हि समीचीनं मध्यस्थं न्यायनिर्णेतारमासद्य परस्परं विवादमाना अपि वादिनो विवादाद् विरमन्ति। एवं नया अन्योन्यं वैरायमाणा अपि सर्वज्ञशासनमुपेत्य स्याच्छब्दप्रयोगोपशमितविप्रतिपत्तय: सन्तः परस्परमत्यन्तं सुहृद्यावतिष्ठन्ते। एवं च सर्वनयात्मकत्वे भगवत्समयस्य सर्वदर्शनमयत्वमविरुद्धमेव, नयरुपत्वाद् दर्शनानाम्।
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy