SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ સપ્તભંગી ૨૬૧ કહેવાનો આશય એ છે કે, પ્રત્યેક વસ્તુમાં અનંત ધર્મ છે, એ બધાનું એકમાં જે પ્રતિપાદન કરે, તે વચન સકલાદેશ છે. સાધારણ રૂપે એક શબ્દ એક ધર્મનું પ્રતિપાદન કરે છે. જો એક-એક ધર્મને માટે એક-એક શબ્દનો પ્રયોગ કરવામાં આવે, તો અનંત ધર્મોને માટે અનંત શબ્દોનો પ્રયોગ કરવો પડશે. પરંતુ એ નથી થઈ શકતું. તેથી એક ધર્મનો અન્ય ધર્મોની સાથે અભેદ માની લેવામાં આવે છે. મુખ્યરૂપે એક ધર્મ એક શબ્દનો વાચ્ય છે. પણ અભેદ થઈ જવાથી અન્ય ધર્મ પણ વાચ્ય થઈ જાય છે. આ રીતે એક શબ્દ અનંત ધર્મોનો પ્રતિપાદક થઈ જાય છે. આ રીતે અનંત ઘર્મોનો પ્રતિપાદક થવાથી પ્રત્યેક ભાંગો સકલાદેશ થઈ જાય છે. સકલાદેશને પ્રમાણ વાક્ય કહેવાય છે. વાચ્ય એક ધર્મ સાથે અન્ય ધર્મોનો અભેદ ન માનતાં જ્યારે એક ઘર્મનું પ્રતિપાદન થાય છે, ત્યારે પ્રત્યેક ભાગો વિકલાદેશ કહેવાય છે. વસ્તુના એક અંશનું પ્રતિપાદક હોવાના કારણે તેને નયવાક્ય કહેવાય છે. કાલ આદિ દ્વારા કોઈ એક ધર્મનો અન્ય ધર્મોની हि अस्तित्वप्रकारकपटविशेष्यकज्ञानजनकत्वम्) स एवोपकारोऽनन्तधर्माणामपीति उपकारेणाभेदवृत्तिः। य एव गुणिनः सम्बन्धी देशः क्षेत्रलक्षणोऽस्तित्वस्य स एवान्य धर्माणामपीति गुणिदेशेनाऽभेदवृत्तिः। य एव चैकवस्त्वात्मनाऽस्तित्वस्य संसर्गः स एवाऽपरधर्माणामपीति संसर्गेणाभेदवृत्तिः। ननु सम्बन्ध संसर्गयो: को विशेष:? इति चेद् उच्यते-द्रव्य पर्याययो: कथञ्चिद् भिन्नाभिन्नत्वापरपर्याय-कथञ्चित्तादात्म्यलक्षण: सम्बन्ध: संसर्गश्च, तत्र यदा अभेदस्य प्राधान्यं भेदस्य च गौणत्वं विवक्ष्यते तदा सम्बन्धः। यदा तुभेदस्य प्राधान्यमभेदस्य च गौणत्वं विवक्ष्यते तदा संसर्ग इत्युच्यते। य एवास्तीतिशब्दोऽस्तित्वधर्मात्मकस्य वस्तुनो वाचकः स एव अनन्तपर्यायात्मकस्य वस्तुनो वाचक इति शब्देनाभेदवृत्तिः। एवं कालादिभिरष्टविधाभेदवृत्ति: पर्यायार्थिकनयस्य गुणभावे द्रव्यार्थिकनयप्राधान्यादुपपद्यते। द्रव्यार्थिकनयगुणभावे पर्यायार्थिकनयप्राधान्ये तु न गुणानामभेदवृत्तिः सम्भवतीति कालादिभिर्भिन्नानामपि गुणानामभेदोपचार: क्रियते इति। एवं कालादिभिरभेदवृत्त्या अभेदोपचारेण वा यौगपद्येनानन्तधर्मात्मकस्य वस्तुनः प्रतिपादकं वाक्यं सकलादेश इत्युच्यते ।।४४।। अधुना नयवाक्यस्वभावत्वेन नयविचारावसरलक्षणीयस्वरूपमपि विकलादेशं सकलादेशस्वरूपनिरूपणप्रसङ्गेनात्रैव लक्षयन्ति तद्विपरीतस्तु विकलादेशः ।।४-४५।। नयविषयीकृतस्य वस्तुधर्मस्य यदा कालादिभिर्भेदविवक्षा क्रियते तदा एकस्य शब्दस्यानेकार्थप्रतिपादने सामर्थ्याभावाद् भेदवृत्त्या भेदोपचारेण वा क्रमेण यदभिधायकं वाक्यं स विकलादेश इत्यर्थः ।।४५ ।। (प्र.न.तत्त्वा.)
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy