SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો અર્થ : સપ્તભંગી શું છે ? આ પ્રકારના પ્રશ્નનો ઉત્તર આ છે - કોઈપણ એક વસ્તુમાં એક-એક ધર્મના વિષયમાં પ્રશ્ન ક૨વાના કારણે વિરોધ વગર અલગ-અલગ અને મિલિત વિધિ અને નિષેધની કલ્પના દ્વારા ‘‘સ્યાત્’ શબ્દથી યુક્ત સાત પ્રકારનો શબ્દ પ્રયોગ સપ્તભંગી કહેવાય છે. ૨૩૪ કહેવાનો આશય એ છે કે, જીવ-અજીવ આદિ જેટલા અર્થ છે, તે બધામાં સત્ત્વ, અસત્ત્વ, નિત્યત્વ, અનિત્યત્વ, એકત્વ, અનેકત્વ, આદિ ધર્મોમાં પ્રશ્ન કરવાના કારણે વિધિ અને નિષેધ દ્વારા સાત પ્રકારનું વચન સપ્તભંગી છે. પ્રત્યેક ધર્મનો પોતાના અભાવાત્મક ધર્મ સાથે સ્વાભાવિક વિરોધ છે. અપેક્ષાના ભેદથી પરસ્પર વિરોધી ધર્મોના વિરોધને દૂર કરીને ધર્મી અર્થ અનેક ધર્મોથી યુક્ત પ્રકાશિત કરવામાં આવે છે. ક્યારેક વિધિની કલ્પના કરવામાં આવે છે અને ક્યારેક નિષેધની, એક અપેક્ષાએ વિધિ હોય છે અને અન્ય અપેક્ષાએ નિષેધ, નિરપેક્ષ ભાવે જે વિરોધી છે તેનો વિરોધ અપેક્ષાના કારણે દૂર થઈ જાય છે. એક ધર્મીમાં એક કાલમાં વિરુદ્ધ ધર્મોનું પ્રતિપાદન સપ્તભંગી માટે અત્યંત આવશ્યક છે. જે ધર્મોનો પરસ્પર વિરોધ નથી कृत्वा, स्यात्काराङ्कित :- स्याच्छब्दलाञ्छितः, सप्तधा-सप्तप्रकारैर्वचनविन्यासः सप्तभङ्गी ज्ञातव्या। इदमत्राऽऽकूतम्-जीवाजीवात्मकं सर्वं हि वस्तुजातमनन्तधर्मात्मकमिति सिद्धान्तः । तत्रैकैकधर्ममवलम्ब्य सप्तविधप्रश्नवशात् सप्तधावाक्यं प्रवर्तते । उद्देश्य-विधेयात्मकं हि वाक्यं भवति, एवं च कस्मिंश्चिद् वस्तुनि कमपि धर्ममवलम्ब्योद्देश्य-विधेयात्मकं सप्तधैव वचनविन्यासः प्रवर्तते, नाधिकं नाऽपि न्यूनं, तथाहि घटे अस्तित्वधर्ममवलम्ब्य 'स्यादस्त्येव घट : ' 'स्यान्नास्त्येव घट: ' ' स्यादस्ति नास्ति च घटः ' 'स्यादवक्तव्य एव घट: ' ' स्यादस्ति चावक्तव्यश्च घट: ' 'स्यान्नास्ति चावक्तव्यश्च घटः ' ' स्यादस्ति नास्ति चावक्तव्यश्च घटः' इति सप्तभङ्गाः प्रवर्तन्ते । प्रश्नानां सप्तविधत्वं च प्रश्नकर्तुः सप्तविधजिज्ञासोदयात् । जिज्ञासायाः सप्तविधत्वं सप्तविधसंशयसमुद्भवात्। सन्देहस्यापि सप्तविधत्वं संदेहविषयीभूतधर्माणां कथञ्चिदस्तित्वादीनां सप्तविधत्वात्। तथाहि-कथञ्चिदस्तित्वं, कथञ्चिन्नास्तित्वं कथञ्चित्क्रमार्पितोभयत्वं कथञ्चिदवक्तव्यत्वं, कथञ्चिदस्तित्वविशिष्टावक्तव्यत्वं कथञ्चिन्नास्तित्वविशिष्टावक्तव्यत्वं कथञ्चित्क्रमार्पितो > ,
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy