SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ નયવાદ ૧૭૩ શબ્દનયને “સામત' પણ કહેવાય છે. “સમ્મતિ' વર્તમાનકાળનો વાચક છે. શબ્દ વર્તમાનકાળમાં જે સ્વરૂપે અર્થનું પ્રતિપાદન કરે છે, તે અર્થનું રૂપ છે. શબ્દ પ્રમાણે અર્થનું સ્વરૂપ સામ્રત છે. પૂર્વોક્ત વાતને વધુ સ્પષ્ટ કરતાં નયરહસ્યમાં જણાવ્યું છે કે, શબ્દનયના અવાન્તર ભેદ 70) તત્ત્વાર્થ સૂત્ર આદિ ગ્રંથોમાં જણાવ્યા છે. (૧) સામ્રત, (૨) સમભિરૂઢ અને (૩) એવંભૂત. આ સંદર્ભમાં જ પ્રથમ સામ્પ્રત” ને શબ્દનયનું અભિધાન અગાઉ કર્યું હતું. સાસ્મતનયનું લક્ષણ જણાવતાં નરહસ્યમાં કહ્યું છે કે, (નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ : આ ચારેયને નામાદિ પદથી ગ્રહણ કરે છે) તે પ્રતિવિશિષ્ટ પર્યાયરૂપ જે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવરૂપ ઘટાદિ વસ્તુ છે, તેમાં સંજ્ઞાસંજ્ઞી સંબંધના ગ્રહણકાળમાં અભિધાનરૂપે (અર્થાત્ ઘટ શબ્દ નામ ઘટનો વાચક છે, સ્થાપના ઘટનો વાચક છે, દ્રવ્યઘટનો વાચક, અને ભાવઘટનો વાચક છે. આ રૂપે) જેની પ્રસિદ્ધિ પૂર્વનયોમાં થઈ ગઈ છે, એવા શબ્દ અર્થાત્ નામથી થવાવાળો જે અર્થપ્રત્યય અધ્યવસાય વિશેષ છે, તેને જ સામ્રતનય કહેવાય છેTI). સાંપ્રતનયને શબ્દના વાગ્યના રૂપમાં ભાવમાત્ર જ ઈચ્છિત છે. કારણ કે, ભાવથી જ સર્વ અભિલષિત કાર્યોની સિદ્ધિ થાય છે. કહેવાનો આશય એ છે કે, નામનો વર્તમાન પર્યાય, સ્થાપનાદ્રવ્ય અને ભાવનો જે વર્તમાન પર્યાય છે, તે બધા જ પ્રત્યેક રૂપમાં 70. शब्दस्त्रिभेदः - साम्प्रतः समभिरूढ एवम्भूत इति। यथार्थाभिधानं शब्दः, नामादिषु प्रसिद्धपूर्वाच्छब्दादर्थे प्रत्ययः साम्प्रतः। xxxx तेष्वेव साम्प्रतेषु नामादीनामन्यतमग्राहिषु प्रसिद्धपूर्वकेषु પટેy સંપ્રત્યય: સામતિ: શબ્દઃા (તત્વાર્થસૂત્ર-માર્ગ) 71. “તત્રાવ (નામવિપુ) પ્રસિદ્ધપૂર્વાત - शब्दात् - अर्थप्रत्ययः साम्प्रतः' इति साम्प्रतलक्षणम्। प्रतिविशिष्टवर्तमानपर्यायापत्रेषु नामादिष्वपि गृहीतसंकेतस्य शब्दस्य भावमात्रबोधकत्वपर्यवसायीति तदर्थः तथात्वं च भावातिरिक्तविषयांश उक्तसङ्केतस्याऽप्रामाण्यग्राहकतया निर्वहति।
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy