SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો ઉપરાંત, વ્યવહારનય વિસ્તૃત છે. અર્થાત્ ઉપચરિત, અનુપચરિત અર્થનો આશ્રય કરતો હોવાથી વિસ્તૃત છે. અર્થાત્ કોઈ સ્થળે ઉપચારથી વ્યવહાર પ્રવતિર્ત છે, જેમ કે, ધર્મના આધારભૂત એવી ક્રિયાઓમાં ધર્મનો વ્યવહાર થાય છે અને કોઈ સ્થળે અનુપચરિત વ્યવહાર પ્રવર્તિત છે, જેમ કે, ઘટને જ વ્યવહાર ઘટ કહે છે. તેથી વ્યવહારનય ઉપચરિત, અનુપચરિત તમામ અર્થનો આશ્રય કરતો હોવાથી વિસ્તૃત છે. (૪) ૠજુસૂત્ર નયઃ ૧૫૪ ૠજુસૂત્રનયનું સ્વરૂપ જણાવતાં જૈનતર્કભાષામાં કહ્યું છે કે, ऋजु वर्तमानक्षणस्थायिपर्यायमात्रं प्राधान्यतः सूचयन्नभिप्राय ऋजुसूत्र : । यथा सुखविवर्तः सम्प्रत्यस्ति । अत्र हि क्षणस्थायिसुखाख्यं पर्यायमात्रं प्रदर्श्यते, तदधिकरणभूतं पुनरात्मद्रव्यं गौणतया नार्प्यत इति । (56) ઋજુ અર્થાત્ વર્તમાન ક્ષણમાં સ્થિર રહેવાવાળા પર્યાય માત્રને પ્રધાનતાથી પ્રકાશિત કરવાવાળો અભિપ્રાયવિશેષ ઋજુસૂત્રનય છે. વસ્તુના પર્યાય પ્રતિક્ષણ ઉત્પન્ન અને નષ્ટ થતાં રહે છે. જ્યારે એક પર્યાય વર્તમાન હોય છે, ત્યારે પૂર્વકાળનો પર્યાય અતીત અને ઉત્તરકાળનો પર્યાય અનાગત થાય છે. ઋજુસૂત્રનય પ્રધાનતાએ વર્તમાન પર્યાયનો બોધ કરે છે અને અતીત અને અનાગત પર્યાયોની ઉપેક્ષા કરે છે. તે જ રીતે ત્રણે કાળમાં રહેવાવાળા દ્રવ્યની પણ ઉપેક્ષા કરે છે. ઉદાહરણ આપીને સમજાવે છે કે, “આ કાળમાં સુખપર્યાય છે.’' અહીં એક ક્ષણમાં રહેવાવાળા સુખ 56. જી-વર્તમાનક્ષળસ્થાચિ પર્યાયમાત્ર પ્રાધાન્યત: સૂત્રયન્નભિપ્રાય નુંસૂત્ર: ||૭२८ ।। यथा-सुखविवर्तः सम्प्रत्यस्तीत्यादिः ।।७-२९ ।। ऋजु-अतीतानागतकालक्षणलक्षणकौटिल्यवैकल्यात् सरलम्। अयं भावः-योऽभिप्रायविशेषो वर्तमानक्षणस्थितपर्यायानेव प्राधान्येन दर्शयति तत्र विद्यमानद्रव्यं गौणत्वान्न मन्यते स ऋजुसूत्रः ।। २८ ।। यद्यपि सुख-दु:खादयः पर्याया आत्मद्रव्यं विहाय कदापि न भवन्ति, तथापि पर्यायस्य यदा प्राधान्येन विवक्षा क्रियते द्रव्यस्य च गौणत्वेन तदा भवत्येवं प्रयोगः ‘‘મુદ્ધવિવર્ત: સાત્યક્તિ’' કૃતિ, વં દુ:સ્વપર્યાયોગ્યુના વર્તતે ત્યાવિ મૂનીયમ્ ।।૨૬ ।। (પ્ર.ન.તત્ત્વા.)
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy