SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ નયવાદ ૧૪૯ -વ્યવહારનયની માન્યતા : વ્યવહારનય માત્ર “વિશેષ” ને જ પ્રધાનતા આપે છે અને વિશેષનો ઉપયોગ કરીને પ્રત્યેક પદાર્થોને અલગ કરી દે છે. સંગ્રહનય “સામાન્ય' ધર્મનો ઉપયોગ કરીને બધાને એકબીજામાં સમાવે છે. વ્યવહારનય વિશેષ ધર્મનો ઉપયોગ કરીને બધાને (પ્રત્યેક પદાર્થને) અલગ કરીને સમજાવે છે. વ્યવહારની માન્યતા સ્પષ્ટ કરતાં નયકર્ણિકામાં કહ્યું છે કે, विशेषात्मकमेवार्थं व्यवहारश्च मन्यते। विशेषभिन्नं सामान्यमसत्खरविषाणवत् ।।८।। વ્યવહારનય વિશેષાત્મક પદાર્થને જ માને છે. (કારણ કે, જગતનો વ્યવહાર વિશેષથી જ થાય છે.) વ્યવહાર નય વિશેષ ભિન્ન સામાન્યને ખરવિષાણની જેમ અસત્ માને છે. “વનસ્પતિને ગ્રહણ કરેં'' એવું કહેવાથી કોઈપણ વ્યક્તિ વનસ્પતિ સામાન્યને ગ્રહણ નથી કરતી, પરંતુ આંબો વગેરે વિશેષ વનસ્પતિને (વનસ્પતિ વિશેષને) જ ગ્રહણ કરે છે. એટલે આંબો વગેરે વનસ્પતિ વિશેષ વગર જગતનો વ્યવહાર ચાલતો નથી. તેથી તે વનસ્પતિ વિશેષ આગ્રાદિ વગર “સામાન્ય” નિરર્થક છે. આ જગતમાં ચાલતા (લોક પ્રયોજન ભૂત) કોઈપણ વ્રણપિંડી, પાદલપાદિ વ્યવહારોમાં વિશેષોથી જ કાર્ય સિદ્ધ થાય છે, અર્થાત્ વિશેષ જ ઉપયોગમાં લેવામાં આવે છે, તે માટે સામાન્યમાં કોઈ પ્રવૃત્તિ કરતું નથી.(50) વ્યવહારનય વિશેષને પ્રધાન બનાવીને સામાન્યને ગૌણ બનાવે છે. તેમાં તેઓએ જે યુક્તિઓ આપી છે, તે અનુયોગદ્વારસૂત્ર-૧૩૭ની 50. वनस्पतिं गृहाणेति प्रोक्ते गृह्णाति कोऽपि किम्। विना विशेषानाम्रादींस्तनिरर्थकमेव तत् ।। व्रणपिण्डीपादलेपादिके लोकप्रयोजने। उपयोगो विशेषैः स्यात्सामान्ये न हि कहिचित् ।।
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy