SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ —(૨૫) • સાંખ્યોના બે ભેદ છે. કેટલાક સાંખ્ય નિરીશ્વર૨૯ છે અને કેટલાક સાંખ્ય૩૦ સેશ્વર છે. એ બન્ને પ્રકારના પણ સાંપે આ પચીશ તને માને છે. लूतास्यतन्तुगलितैकबिन्दौ सन्ति जन्तवः ।। सूक्ष्मा भ्रमरमानास्ते नैव मान्ति त्रिविष्टपे" ॥ ४० ॥ અર્થાત “દરેક માણસે પાણી ગળવા માટે મજબૂત ગલાણું રાખવું જોઈએ અને તે છત્રીશ આગળ લાંબું અને વીશ આગળ પહોળું હોવું જોઈએ—એ ગલણદ્વારા જલજીને વિશેષ કાળજીપૂર્વક શેધવા જોઈએ. (૩૮) મીઠા પાણીની સાથે ખારા પાણીને અને ખારા પાણીની સાથે મીઠા પાણુને ભેળસેળ ન કરવો જોઈએ. એમ કરવાથી તે તે પાણીના પૂરાઓ મરી જાય છે. (૩૯) કોળીઆની જાળમાંથી પડતા એક પાણીના બિંદુમાં એટલા બધા જ હોય છે કે-જે તેઓ ભમરાનું રૂપ લે તે ત્રણ લોકમાં પણ માય નહિ.” (૪૦.) નિરીશ્વર સાંખ્યો નારાયણને દેવરૂપ માને છે. સાંખ્ય આચાર્યોનાં નામો સાથે “ચેતન્ય” વગેરે શબ્દ જોડાએલા રહે છે–એ ભગવાન વિષ્ણુની પ્રતિષ્ઠાપક હોય છે. સાંખ્યોનું બીજું નામ–પારમર્ષ (પરમઋષિપ્રણીત) પણ છે. એઓની વધારે વસ્તી બનારસમાં છે. એઓ ધર્મને નામે કોઈ પ્રકારની હિંસાને માનતા નથી અર્થાત એઓ અર્ચિર્માગાનુયાયીઓ છે.” (વદર્શન સમુ. ટીકા અને રાજશેખરને વદર્શન). ૨૯. “નિરીશ્વર ” એટલે “આત્માથી જુદો કઈ એક બીજે ઈશ્વર છે” એમ નહિ માનનારા અર્થાત પ્રકૃતિથી છૂટા થએલા અને વરૂપસ્થિત આત્મા માત્ર ઇશ્વર છે એમ માનનારા. ૩૦. “સેશ્વર ” “એટલે કોઈ એક જુદો ઈશ્વર-જે મનુષ્યમાત્રને ધ્યેયરૂપ છે એમ માનનારા. આ પૃથ-ઈશ્વરવાદી સાંખ્યો પણ તર્કની દષ્ટિએ ઈશ્વરને સૃષ્ટિના કર્તા તરીકે નથી સ્વીકારતા. “ગશોના પ્રણેતા
SR No.022514
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorKalahansvijay
PublisherVarddhaman Satya Niti Harshsuri Jain Granthmala
Publication Year1945
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy