SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ २८ तत्त्वन्यायविभाकरे સચેતનત્વ છે. અર્થાતુ સચેતનત્વ અને પ્રાણાદિમત્વના ક્ષેત્ર સરખા છે. એ બેમાંથી કોઈનું ક્ષેત્ર અન્યથીજૂનાધિક નથી. આનું નામ સમવ્યાપ્યતા છે. જે બેના ક્ષેત્રો વિષય હોય, તે બે વચ્ચે વિષમ વ્યાપ્યતા છે. જેમ કે-ધૂમ અને અગ્નિ. આ બેના ક્ષેત્રો નાનાં વ્યાપ્ય) મોટાં વ્યાપક) હોવાથી અત્ર વિષમ વ્યાપ્યતા છે. પ્રસ્તુતમાં, જ્યાં જયાં રૂપિ સાક્ષાત્કાર અવધિજ્ઞાનની વિષયતા છે, ત્યાં ત્યાં સઘળું રૂપિદ્રવ્ય છે તથા જયાં જયાં સર્વ રૂપિદ્રવ્ય છે, ત્યાં ત્યાં સર્વત્ર અવધિજ્ઞાનની વિષયતા છે. આ પ્રમાણે રૂપિદ્રવ્ય અને અવધિવિષયતાનો સમવ્યાપ્ય (અભ્યદેશવૃત્તિ) જાતિ (અવધિજ્ઞાનત્વ જાતિ), એ અવધિજ્ઞાનનું લક્ષણ છે. પરમ અવધિજ્ઞાનને (સુવિશુદ્ધ-પરમ પ્રકર્ષપ્રાપ્ત અવધિજ્ઞાન લક્ષણસમન્વય કરવો. “રૂપિદ્રવ્યવ્યાપક વિષયતાવાળું જ્ઞાન એમ નહીં કહેવું, કેમ કે-કેવલજ્ઞાનમાં અતિવ્યાપ્તિ છે. માટે સમજ્ઞાનત્વ લઈને મતિ આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “જ્ઞાનત્વવ્યાપ્ય” એમ કહેલ છે. વિષયતા પદથી સ્પષ્ટીય વિષયતા લેવી. તેથી ‘પુદ્ગલો રૂપિ’ છે. આવા શબ્દબોધમાં અતિવ્યાપ્તિ નથી. આ શાબ્દબોધમાં અસ્પષ્ટીય-પરોક્ષ સંબંધી વિષયતા છે. [અર્થાત્ રૂપિદ્રવ્યત્વ નિરૂપિત સમનિયત વિષયતાક જ્ઞાનવૃત્તિ જ્ઞાનત્વ, જાતિમત્વ અવધિજ્ઞાનનું લક્ષણ છે. તેથી કેવલજ્ઞાનમાં સકલ રૂપિદ્રવ્યવિષયકપણું હોવા છતાં ત્યાં અતિવ્યાપ્તિ નથી, કેમ કેકેવલજ્ઞાનવિષયતા. રૂપિદ્રવ્યથી ભિન્ન અરૂપીદ્રવ્ય આદિમાં હોઈ, રૂપિદ્રવ્યત્વ નિરૂપિત, તવ્યાપ્યત્વ વિશિષ્ટ વ્યાપકત્વરૂપ સમનિયતપણાનો ત્યાં અભાવ છે. વ્યાપ્યત્વ એટલે તદ્ અભાવવત્ અવૃત્તિત્વ કહેવાય છે. રૂપિદ્રવ્યત્વના અભાવવાળામાં અવૃત્તિત્વરૂપ વ્યાપ્યત્વ, રૂપિદ્રવ્યત્વના અભાવવાળા-અરૂપીદ્રવ્ય આદિમાં વિદ્યમાન કેવલજ્ઞાનવિષયતામાં નથી. વ્યાપ્યવ્યાપકભાવરૂપ સમવ્યાપ્યવિષયતા કહેલ છે. એથી જ મન:પર્યવજ્ઞાનમાં પણ અતિવ્યાપ્તિ નથી. વળી મન:પર્યવજ્ઞાનનિરૂપિત વિષયતા રૂપિદ્રવ્યત્વવ્યાપ્ય છે, છતાં રૂપિદ્રવ્યત્વ વ્યાપક નથી. ખરેખર. વ્યાપકત્વ એટલે તસમાનાધિકરણ અત્યંતભાવ પ્રતિયોગિતાનવચ્છેદક ધર્મવત્વ કહેવાય છે. વળી તે રૂપિદ્રવ્યત્વના અધિકરણીભૂત, મનોદ્રવ્યથી ભિન્ન ઘટ આદિરૂપ રૂપિદ્રવ્યમાં વિદ્યમાન, મન:પર્યવજ્ઞાનની વિષયતાના અભાવનું પ્રતિયોગિતાવચ્છેદક ધર્મ, તે મન:પર્યવજ્ઞાનવિષયતામાં નથી અને અનવચ્છેદક ધર્મ અવધિજ્ઞાનવિષયતામાં છે, અર્થાત્ રૂપિદ્રવ્યત્વની સાથે વ્યાપ્ય અને વ્યાપક અવધિજ્ઞાનની વિષયતા છે. જે જે રૂપિદ્રવ્ય છે, તે તે અવધિજ્ઞાનનો વિષય છે અને જે જે અવધિજ્ઞાનનો વિષય છે, તે તે રૂપિદ્રવ્ય છે. રૂપિદ્રવ્યત્વ સમનિયતવિષયતા, પરમ અવધિજ્ઞાનવિષયતા અને તે વિષયતાનું નિરૂપકજ્ઞાન પરમ અવધિજ્ઞાન છે. તેમાં રહેનારી જે જ્ઞાનત્વવ્યાપ્ય જાતિ, તે અવધિજ્ઞાનત્વ જાતિ છે. તે અવધિજ્ઞાનત્વ જાતિવાળું અને આત્મમાત્રની અપેક્ષાવાળું જ્ઞાન તે અવધિજ્ઞાન કહેવાય છે. જાતિઘટિત લક્ષણના સ્વીકારથી પરમ અવધિથી ભિન્ન અવધિજ્ઞાન માત્રમાં સકલ રૂપિદ્રવ્યવિષયત્વનો અભાવ છતાં અવ્યાપ્તિ નથી.] ૦વળી તે અવધિજ્ઞાન જઘન્યથી ક્ષેત્રની અપેક્ષાએ અંગુલના અસંખ્યાતમા ભાગથી માંડી પ્રદેશાન્તરની વૃદ્ધિ દ્વારા, ઉત્કૃષ્ટથી અરૂપી અલોકાકાશમાં પણ લોકાકાશ જેવડા અસંખ્યાત ખંડો(ગોળાઓ)ને જાણે છે. (જ્ઞાનનું સામર્થ્ય સૂચવવા માટે આ અસત્ કલ્પના કરેલી છે.) આ પ્રમાણે ક્ષેત્રરૂપ વિષયવાળું અવધિજ્ઞાન
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy