SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयो भाग / सूत्र - १३, प्रथम किरणे ૦ કાળની અપેક્ષાએ જઘન્યથી આવલિકાના અસંખ્યાતમાં ભાગથી માંડી ઉત્કૃષ્ટથી એકાદિ સમયોની વૃદ્ધિથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીરૂપ કાળવિષયવાળું અવધિજ્ઞાન છે. ક્ષેત્ર-કાળરૂપ વિષયના ભેદથી અસંખ્યાત ભેદવાળું અવધિજ્ઞાન છે. દ્રવ્ય-ભાવ (પર્યાય)ની અપેક્ષાએ ભાષા અને તૈજસૂદ્રવ્ય અંતર્વર્તી અનંતપ્રદેશી દ્રવ્યથી માંડી વિચિત્ર વૃદ્ધિથી સૂક્ષ્મ-બાદર સર્વ રૂપિદ્રવ્યોમાં ઉત્કૃષ્ટ વિષયપરિમાણ અવધિનું છે. ભાવની અપેક્ષાએ પ્રત્યેક વસ્તુગત અસંખ્યાત પર્યાયરૂપ વિષયમાન છે. તેથી સઘળા પુદ્ગલ અસ્તિકાયને અને અવધિગ્રાહ્ય તેના પર્યાયોને આશ્રી, અવધિવિષય અનંત જાણવો. તથાચ શેયના ભેદથી જ્ઞાનભેદ હોવાથી દ્રવ્ય-ભાવરૂપ વિષયની અપેક્ષાએ અનંતપણું અવધિનું પણ છે, એવો ભાવ છે. ભાવથી અનંત પર્યાયો જાણી શકે, પરંતુ દરેક દ્રવ્યના અનંત પર્યાયોને તે જાણી શકે નહિ. દ્રવ્ય-ભાવરૂપ વિષયની અપેક્ષાએ અનંત ભેદો હોવા છતાં સંક્ષેપથી તે અવધિજ્ઞાનના ભેદને કહે છે. ભવજન્ય અવધિને કહે છે. ખવો અને'તિ તેના અધિકારીને કહે છે. 'તિ | ગુણજન્ય અવધિને કહે છે. “ગુ’ રૂતિ | તેના અધિકારીને કહે છે. વિશે'તિ તથાચ તે ભેદોમાં કેટલાક અવધિજ્ઞાનો ભવપ્રત્યયો અને કેટલાક અવધિજ્ઞાનો ગુણપ્રત્યયો (સમ્યગ્દર્શન-સંયમ-તપસ્યા આદિ ભાવ) છે. શંકા-ક્ષાયોપથમિક સમ્યગ્દર્શન આદિ ગુણજન્ય અવધિજ્ઞાનનું ક્ષાયોપથમિકત્વ યુક્ત છે. પરંતુ નારક આદિ ભવ તો ઔદયિક છે. અવધિજ્ઞાન તો ક્ષાયોપથમિક ભાવમાં છે અને નારક આદિ જન્મ ઔદયિકભાવમાં છે. એટલે આ પ્રમાણે પરસ્પર વિરુદ્ધ હોવાથી નારક આદિ જન્મ અવધિજ્ઞાનનો હેતુ કેમ હોઈ શકે ? ભવજન્ય અવધિજ્ઞાન ઔદયિક કેમ નહિ? ” સમાધાન – મુખ્યત્વે ભવજન્ય અવધિજ્ઞાન ક્ષયોપશમ નિમિત્તજન્ય હોઈ, તે ક્ષયોપશમ નારક કે દેવભવ હોય છતે અવશ્ય થાય છે, તેથી તે દેવ-નારકોમાં ભવજન્ય અવધિજ્ઞાન કહેલ છે. ક્ષયોપશમમાં ભવની મુખ્યતા હોઈ-અનન્ય કારણતા હોઈ ભવજન્ય અવધિજ્ઞાન કહેલ છે. અશુદ્ધ નયમતથી કારણના કારણને પણ કારણ કહેવાય છે. આ અપેક્ષાએ અવધિ પ્રત્યે નારકાદિ ભવ કારણ છે. બીજી રીતે અવધિજ્ઞાનોના છ પ્રકારોને કહે છે. पुनरवधीनां षोढाऽपि सङ्ग्रहस्सम्भवतीत्याह - अनुगाम्यननुगामिहीयमानवर्धमानप्रतिपात्यप्रतिपातिभेदात् षड्विधोऽवधिः । अवधिमत्पुरुषसहगमनस्वभावोऽनुगामी ॥ १३ ॥ अनुगामीति । स्पष्टम् । अनुगामिनं लक्षयति अवधिमदिति, यस्समुत्पन्नो देशान्तरमभिव्रजन्तं स्वामिनमनुगच्छति नेत्रादिवत्सोऽनुगाम्यवधिरित्यर्थः । ईदृश एवावधिर्नारकाणां देवानाञ्च भवति ॥ ભાવાર્થ – “અનુગામી-અનનુગામી-હાયમાન-વર્ધમાન-પ્રતિપાતિ અને અપ્રતિપાતિના ભેદથી છ (૬) પ્રકારનો અવધિ છે. અવધિવાળા પુરુષની સાથે ગમનના સ્વભાવવાળો અનુગામી “અવધિ કહેવાય છે.”
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy