SearchBrowseAboutContactDonate
Page Preview
Page 720
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीय भाग / सूत्र - ५३, द्वितीय: किरणे ६७३ ૦ આ પ્રતિલેખના ત્રણ કાળમાં થનારી છે. (૧) રાત્રિના ચોથા પ્રહરમાં, (૨) દિવસના ત્રીજા પ્રહરના અંતમાં અને (૩) ઉઘાડા પોરસીમાં (ભણાવવાની પોરસીમાં). ત્યાં પ્રભાતમાં કાઉસ્સગ્ગ આદિ (છ આવશ્યક પ્રતિક્રમણ) કર્યા પછી પહેલાં વસ્ત્રવિષયક પ્રતિલેખના. તે પણ મુખવન્નિકા-રજોહરણ-બે નિષદ્યાચોલપટ્ટો-ત્રણ કલ્પ-સંથારો-ઉત્તરપટ્ટારૂપ દશની પ્રતિલેખના થાય છે. દંડાની પણ પ્રતિલેખના છે, એમ કેટલાક કહે છે. સૂર્યના ઉગ્યા પહેલાં તે કરવું જોઈએ. ૦ ત્યાં ઉત્કટિકા આસનમાં રહેલો, મુહપત્તિનું પડિલેહણ કરી પ્રકાશવાળા પ્રદેશમાં રહેલો ઓધાને પડિલેહે છે. ત્યાં પ્રભાતમાં અંદરની સુતરાઉ નિષદ્યા (આસન) અપરાફ્નમાં (દિવસના પશ્ચિમ ભાગમાં) તો બહારની ઊનની નિષદ્યા(આસન)ને પડિલેહે. સ્થાનમાં મૂકી મુહપત્તિ પડિલેહે. ત્યારબાદ એક ખમાસમણું દઈ ‘ઉપધિ સંદિસાણું'-એમ આદેશ માગી બીજા ખમાસમણથી ‘ઉષિ ડિલેહું’-એમ આદેશ માગી ઉપધિનું પડિલેહણ કરે ! તે પછી પહેલાં ઊનના કલ્પને (કંબલને), ત્યારબાદ સુતરાઉ બે કલ્પને (ચાદરને), બાદ સંથારાને અને ત્યારપછી ઉત્તરપટ્ટાને પડિલેહે. એમ પડિલેહનાનો ક્રમ છે. ૦ ઉપયોગવાળા બની આ દશ ઉપકરણોની પ્રતિલેખના કરે ! તથાચ ષડ્જવનિકાયનો આરાધક થાય છે. પ્રતિલેખના નહિ કરવામાં વિરાધનાદિ દોષો લાગે છે. ૦ ત્યારબાદ સૂર્યનો ઉદય થયા પછી શેષ ઉપધિને પડિલેહી વસતિનું પ્રમાર્જન (કાજો કાઢવો-લેવોપરઠવવો વગેરે પ્રમાર્જન) કરે અને દંડનું પ્રમાર્જન કરે ! ૦ પ્રતિલેખન એટલે આંખથી જોવું અને રજોહરણ (ઓઘો-દંડાસણ) આદિથી પ્રમાર્જન (પૂંજવું આદિ) કહેવાય છે. આમ ભેદ હોવા છતાંય, તે બંને અવિનાભાવી હોઈ પ્રતિલેખના શબ્દથી લક્ષિત મૂળથી સમજવું. આમ સવારની પ્રતિલેખના ભાવવી. ત્યારપછી છેલ્લી પોરસી પ્રાપ્ત થયે છતે પાત્રાની પડિલેહણ કરવી. ત્રીજા પ્રહરના અંતે (૧) મુહપત્તિ, (૨) ચોલપટ્ટો, (૩) ગોચ્છક (પાત્રાં ઉપર બાંધવા માટે ગુચ્છા), (૪) પાત્રપ્રતિલેખનિકા (ચરવળી), (પાત્ર કેસરિકા પૂંજણી), (૫) પાત્રબંધ (ઝોળી), (૬) પટલ (પડલાપલ્લા), (૭) રજસ્રાણ (પાત્રના રક્ષણ માટેનું વસ્ત્ર), (૮) પાત્રસ્થાપન (પાત્રાં મૂકવા માટેનું ઊનનું વસ્ત્ર), (૯) પાત્રક (તરપણી વગેરે), (૧૦) પતદ્રુહ (પાત્રાં-ગૃહસ્થના હાથમાંથી પડતી અશનાદિ વસ્તુ એ દ્વારા ગ્રહણ કરાય છે.), (૧૧) રજોહરણ (ઓઘો ધર્મધ્વજ છે.) અને (૧૨) ત્રણ કલ્પો (સાડાત્રણ હાથ લાંબુ અને અઢીહાથ વિસ્તારવાળા, બે સુતરની ચાદરો તથા એક ઊનનું કંબલ-એમ ત્રણ કલ્પ કહેવાય છે.)નું ક્રમવાર પ્રતિલેખન-પ્રમાર્જન કરવું જોઈએ. તેમજ બીજી પણ ઔપગ્રહિકા જે કારણપ્રસંગે સંયમના નિર્વાહ માટે ગ્રહણ કરાય, તે ઉપધિનું પડિલેહણ-પ્રમાર્જનાદિ કરવું. ૦ ઉઘાડા પોરસીમાં (સવારના પાત્રાના પડિલેહણની પોરસીમાં) સાત પ્રકારના પાત્રાની આજ્ઞા વિધિપૂર્વક પ્રતિલેખના થાય છે. ત્યાં આસન ઉપર બેઠેલો પહેલાં મુહપત્તિને પહિલેહી ગોચ્છાને પડિલેહે. ત્યારબાદ પડલાને (પલ્લાને), ત્યારપછી પાત્રકેસરિકાને (ચરવળી-પૂંજણીને), ત્યારબાદ ઝોળીને, પછી રજસ્રાણને, પછી પાત્રાને અને પછી પાત્રસ્થાપનને (ઊનના વસ્રને) પડિલેહે. એવો બહુપ્રતિપૂર્ણ પોરસીના પડિલેહણનો ક્રમ છે.
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy