SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ ५३६ तत्त्वन्यायविभाकरे (૧) ક્રોધનિઃસૃત-જેમ ક્રોધવાળો બાપ પુત્ર પ્રત્યે કહે છે કે- તું મારો છોકરો નથી,' ઇત્યાદિ વચન. | (૨) માનનિઃસૃત-અભિમાનથી કોઈ એક થોડા ધનવાળો પણ કહે છે કે હું મહા ધની છું, ઇત્યાદિ વચન. (૩) માયાનિઃસૃત-જેમ માયાકાર (ાદુગર) વગેરે બોલે છે કે-ગોળો નાઠો ઇત્યાદિ. (૪) લોભનિઃસૃત-જેમ વણિક વગેરે, “અન્ય પ્રકારે ખરીદ કરેલી વસ્તુને આ પ્રકારે ખરીદ કરેલ છે એવું વચન બોલે. (૫) પ્રેમનિઃસૃત-જેમ અતિરિક્તોનું પ્રેમથી અધિકોનું) સ્ત્રી આદિ પ્રત્યે બોલવું થાય છે કે હું તારો દાસ છું.” (૬) શ્લેષનિઃસૃત-જેમ ગુણવાળામાં પણ “આ ગુણ વગરનો છે,' ઇત્યાદિ કથન. (૭) હાસ્યનિઃસૃત-જેમ ઘરમાં રહેલા પિતા હોવા છતાં હાસ્યથી બોલે કે-“મારો બાપ અહીં નથી.” ઇત્યાદિ. (૮) ભયઃ નિવૃત-જેમ ચોર આદિના ભયમાં અસમંજસ કથન. (૯) આખ્યાયિકાનિવૃત-જેમ કાલ્પનિક કથા આદિનું કથન. (૧૦) ઉપઘાતનિઃસૃત-જે ચોર નથી, તેને “તું ચોર છે એવું અસભ્ય વચન. ૦ સત્યામુષા પણ ઉત્પન્નમિશ્રિત-વિગત મિશ્રિત-મિશ્રકમિશ્રિત-જીવમિશ્રિત-અજીવમિશ્રિતજીવાજીવમિશ્રિત-અનંતમિશ્રિત-પ્રત્યેક-મિશ્રિત-અદ્ધામિશ્રિત અને અદ્ધાદ્ધામિશ્રિતના ભેદથી સત્યામૃષારૂપ વચન દશ પ્રકારનું છે. (૧) ઉત્પન્નમિશ્રિત-જેમ દશથી ઓછા કે વધારે છોકરાઓને જન્મ કોઈ એક ગામમાં થયે છતે, “આજે આ ગામમાં દશ છોકરાઓ જન્મ્યા છે આવું વચન. તેમજ “આવતીકાલે તેને સો આપીશ” આમ કહીને પચાસનું દાન. આ લોકમાં મૃષાપણાના અદર્શનથી અને અનુત્પન્ન અંશમાં મૃષાપણાના વ્યવહારથી સત્યામૃષા વચન છે. (૨) વિગતમિશ્રિત-જેમ તે પ્રકારે જ પૂર્વવત્ મરણનું કથન. (૩) મિશ્રકમિશ્રિત-જેમ આજે નગરમાં દશ છોકરાઓ જન્મ્યા અને દશ વૃદ્ધો મર્યા, એવું વચન. (૪) જીવમિશ્રિત-જેમ જીવતા અને મરેલા કરમિયાઓની રાશિમાં જીવરાશિ. (૫) અજીવમિશ્રિત-જેમ ઘણા મરેલા કૃમિની રાશિમાં થોડા જીવતાઓ હોયે છતે આ “અજીવરાશિ છે, એવું વચન. (૬) જીવાજીવમિશ્રિત-જેમ તે જ રાશિમાં આટલા જીવે છે અને આટલા મરેલા છે, એવું વચન. (૭) અનંતમિશ્રિત-જેમ પરીતપત્ર આદિવાળા મૂલ-કંદ આદિમાં સઘળો પણ આ અનંતકાય છે, એવું કથન.
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy