SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ तृतीयो भाग / सूत्र -५, ६ प्रथमः किरणे ५३७ (૮) પ્રત્યેકમિશ્રિત-અનંતની સાથે પ્રત્યેકને જોઈ સઘળો પણ પ્રત્યેક છે, એવું કથન. (૯) અદ્ધામિશ્રિત-જેમ કોઈ એક, કોઈ એકને જલ્દી ચલાવતો દિવસમાં પણ પૂર્ણપ્રાય દિવસ થયે છતે રાત્રિ થઈ ગઈ,' એમ બોલે છે. (૧૦) અદ્ધાદ્ધામિશ્રિત-અદ્ધાદ્ધા એટલે દિવસનો અને રાત્રિનો એક ભાગ. જેમ પહેલી પોરસીમાં (પ્રહરમાં) જ ઉતાવળ કરતો કોઈને કહે છે કે-જલ્દી તૈયાર થાઓ-બપોર થઈ ગયો છે.” ૦ અસત્યામૃષારૂપ વચન તો આમંત્રણ આજ્ઞાપન-વાચન-પ્રચ્છન-પ્રજ્ઞાપન-પ્રત્યાખ્યાનઇચ્છાનુલોમ-અનભિગૃહિત-અભિગૃહીત-સંશયકરણ-વ્યાકૃત-અવ્યાકૃતના ભેદથી બાર પ્રકારનું છે. (૧) આમંત્રણ-જેમ હે દેવદત્ત ! ઇત્યાદિ વચન. આ પૂર્વકથિત સત્ય આદિ ત્રણ ભેદોથી વિલક્ષણ હોવાથી સત્યાદિરૂપ નથી, પરંતુ વ્યવહારપ્રવૃત્તિમાં હેતુ હોઈ અસત્યામૃષારૂપ છે. (૨) આજ્ઞાપન-જેમ “આ કરો !” ઈત્યાદિ. આ પણ વચન તેના કરણ-અકરણભાવથી પરમાર્થથી એક ઠેકાણે પણ અનિયમ હોઈ તથા પ્રતીતિથી-અદુષ્ટ વિવાથી જન્ય હોઈ અસત્યામૃષારૂપ જ છે. એ પ્રમાણે બીજે ઠેકાણે પણ વિચારવું. (૩) યાચન-જેમ ભિક્ષાને તમે આપો !' (૪) પ્રચ્છન-નહિ જાણેલા કે જાણેલા કે સંદેહવિષયભૂત અર્થને જાણવા માટે તેના જાણકારને કેવી રીતે આ છે?' એમ પૂછવું. (૫) પ્રજ્ઞાપન-જેમ હિંસામાં પ્રવૃત્તિ કરનારો દુઃખી આદિ થાય છે એવું કથન. (૬) પ્રત્યાખ્યાન-જેમ યાચના કરનારને નિષેધ કરવો એવું કથન. (૭) ઇચ્છાનુલોમ-કોઈએ કોઈને કહ્યું કે- “અમે સાધુની પાસે જઈએ છીએ, ત્યારે તે બોલ્યો કે-“સારું છે એવું વચન. (૮) અનભિગૃહીત-ચોક્કસ અર્થના અનિશ્ચયને અનુકૂળ વચન. જેમ ઘણા કાર્યો ઉપસ્થિત થયે છતે, “જે કાર્ય તને પ્રતિભાસે છે; તે કાર્ય તું કર !” એવું વચન. (૯) અભિગૃહીત-જેમ ત્યાં જ “આ હમણાં જ કરવું જોઈએ એવું વચન. અથવા જે અર્થના ગ્રહણ વગરનું ડિત્ય આદિ વચન અનભિગૃહિત, ઘટ આદિની માફક વચન અભિગૃહીત. (૧૦) સંશયકરણ-જેમ અનેક અર્થમાં સાધારણ “સૈન્ધવમાનય સૈન્ધવ લાવો ! ઈત્યાદિ વચન. (૧૧) વ્યાકૃત-પ્રકટ અર્થવાળું વચન. જેમ દેવદત્તનો આ ભાઈ છે' ઇત્યાદિ રૂપ. (૧૨) અવ્યાકૃત-અપ્રકટ અર્થવાળું બાળક આદિની થપનિકા ઇત્યાદિ વચન. આ પ્રમાણે ચાર પ્રકારના વચનો સારી રીતે જાયે છતે, પહેલો અને ચોથો સત્ય અને અસત્યામૃષારૂપ બે ભેદ વાણીના વિષય કરવા જોઈએ, બીજા અને ત્રીજા એમ બે ભેદ અવાચ્ય છે.
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy