SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ भाग / सूत्र- ५, प्रथमः किरणे ५३५ ૦ કાણાને કાણો કહેવો, આવું વચન નિષ્ઠુર વચન છે. તે પણ પરની પીડાના ઉત્પાદમાં હેતુ હોવાથી સાચું પણ નિંદાપાત્ર છે. આ પ્રમાણે છળવાળું, દંભવાળું, કટુક વગેરે વચનોનું અસત્યપણું વિચારવું. ૦ આ વ્રતમાં બેંતાલીશ ભેદવાળી ચાર ભાષાઓ સારી રીતે જાણવી જોઈએ. ત્યાં વ્યવહારનયની અપેક્ષાએ સત્યા-મૃષા-સત્યામૃષા-અસત્યામૃષા, એમ ચાર પ્રકારની ભાષા છે. નિશ્ચયનયની અપેક્ષાએ તો સત્ય અને અસત્યના ભેદથી ભાષા, આરાધકત્વ અને વિરાધકત્વરૂપ ભેદના આનુગુણ્યથી બે પ્રકારની છે. શુદ્ધનયથી દેશ અને સર્વભેદથી બે પ્રકારના આરાધકત્વ-વિરાધકત્વના ભેદનો અભાવ છે ઃ અને એક કાળમાં બે ઉપયોગનો અસ્વીકાર છે. અન્યથા, શબલકર્મના બંધનો પ્રસંગ આવે છે. ૦ ત્યાં સત્ય, જનપદ-સંમત-સ્થાપના-નામ-રૂપ-પ્રતીત્ય-વ્યવહાર-ભાવ-યોગ-ઔપમ્યરૂપ સત્યના ભેદથી દશ પ્રકારવાળું છે. (૧) જનપદસત્ય-નાના-વિવિધ દેશની ભાષારૂપ છે. એક દેશમાં જે અર્થના વાચકપણાએ રૂઢ જે વચન છે, તે બીજા દેશમાં તેના અવાચકપણાએ છોડાતું પણ વ્યવહારની પ્રવૃત્તિનો હેતુ હોઈ સત્ય છે. જેમ કોંકણ આદિ દેશોમાં પય(દૂધને) ‘પિજ્જ' તરીકે કહેવાય છે ઇત્યાદિ. (૨) સમ્મતસત્ય-સકળ લોકની સંમતિથી સત્યપણાએ પ્રસિદ્ધ. જેમ પંકથી જન્યત્વ કુમુદ-કુવલય આદિમાં તુલ્ય હોવા છતાં અરવિન્દને જ પંકજ તરીકે કહેવાય છે, તે આબાલગોપાલ પ્રસિદ્ધ છે માટે સત્ય છે. બીજે ઠેકાણે તો અસંમત હોવાથી અસત્ય છે. (૩) સ્થાપનાસત્ય-જેમ અક્ષરવિન્યાસ (રચના) આદિમાં આ માસો છે, આ કાર્પાપણ (સોળ માસાપ્રમાણ એક માપ, એંશી રતિભારનું એક વજન) આ સો છે, આ હજાર છે. ઇત્યાદિ. (૪) નામસત્ય-કુળને કે ધનને નહિ વધારનારો પણ આ કુળવર્ધન છે, આ ધનવર્ધન છે, આવું વચન. (૫) રૂપસત્ય-જેમ તેના ગુણરહિતનું તથા રૂપ(વેષ)નું ધારણ. દંભથી યતિના વેષને ગ્રહણ કરનારને, આ યતિ છે-એમ કહેવું. (૬) પ્રતીત્યસત્ય-બીજી વસ્તુનો આશ્રય કરી બીજી વસ્તુમાં દીર્ઘપણું-હ્રસ્વપણું વગેરે કહેવું. જેમ કનિષ્ઠા નામની અંગુલિની અપેક્ષાએ અનામિકા દીર્ઘ છે, મધ્યમાની અપેક્ષાએ હ્રસ્વા કહેવાય છે. અનંતપરિણામવાળી વસ્તુના તાદેશ તાદેશ (તેવા તેવા) સહકારિના સંનિધાનમાં તે તે રૂપ(પરિણામ)ની અભિવ્યક્તિનું સત્યત્વ છે. (૭) વ્યવહા૨સત્ય-ગિરિમાં રહેલ ઘાસ વગેરે બળતા હોવા છતાં ‘ગિરિ બળે છે,' ઇત્યાદિ વચન. (૮) ભાવસત્ય-જેમ પાંચ વર્ણોના સંભવ છતાં પણ ધોળી બગલી. ઇત્યાદિ. (૯) યોગસત્ય-જેમ છત્રના યોગથી કે દંડના યોગથી કદાચિત્ છત્ર-દંડનો અભાવ છતાં છત્રી, દંડી, ઇત્યાદિ વચન. (૧૦) ઔપમ્યસત્ય-જેમ સમુદ્ર જેવું તળાવ છે. ૦ અસત્ય પણ, ક્રોધ-માન-માયા-લોભ-પ્રેમ-દ્વેષ-હાસ્ય-ભય-આખ્યાયિકા-ઉપઘાતથી નિઃસૃત, દશ પ્રકારનું છે.
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy