SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ ५३४ तत्त्वन्यायविभाकरे | વિવેચન – ચોર નહિ હોવા છતાં તે અચૌરને ચોરરૂપે કહેવો, તે અસત્ય છે. વ્યવહારથી સાચું હોવા છતાં અપ્રીતિકારી કે ભવિષ્યમાં અહિતકારી વચન પરમાર્થથી અસત્ય છે. એવા અસત્ય વચનથી સર્વથા જ્ઞાન-શ્રદ્ધાપૂર્વક અટકી જવું, તે બીજું “સત્યવ્રત' કહેવાય છે. અનૃતની વ્યાખ્યા=ઋતશબ્દ સત્ય અર્થમાં વર્તે છે. “સ સાધુત્વે સસ્પદાર્થમાં સારું તે સત્ય છે, કેમ કે-પ્રત્યવાય(અહિત-હાનિ)નું સાધક નથી. “ 2ઋતંગ્રવૃત ' સાચું-સારું નહિ તે અમૃત છે. શંકા – તથાચ જો મિથ્યાવચનને જ લાઘવથી અસત્ય કહો, તો શો વાંધો? સમાધાન – આ આશંકાના સમાધાન માટે કહે છે કે- “અસત્ય'મિતિ | આ ભાવ છે કે-મિથ્યાશબ્દ વિપરીત અર્થમાં વર્તે છે, તેથી ભૂતનિહ્નવ-અભૂતનું ઉદ્દભાવન-અર્થાન્તરોનું અસત્યપણું થાય ! જેમ કે“આત્મા નથી'-આત્મા સર્વવ્યાપી છે, ઇત્યાદિ વચનો. વળી જે વિદ્યમાન અર્થના વિષયવાળું, વ્યવહારથી સત્ય પણ, પ્રાણીને પીડા કરનારું, પરમાર્થથી અસત્યરૂપ-ગહરૂપ વચન અસત્ય ન ઠરે, માટે અસત્ય ચાર પ્રકારનું છે. ઉદાહરણોને કહે છે કે-(૧) ભૂત-વિદ્યમાનસિપદાર્થ)ના અપલાપ આત્મક અસત્ય “ભૂતનિહ્નવ' કહેવાય છે. કેટલાક, કર્તા-વિદ્યમાન-અનુભવગમ્ય, શુભ-અશુભ કર્મના આધારભૂત(પુણ્ય-પાપ પણ બુદ્ધિ આદિની માફક આત્માનો ગુણ નથી, કેમ કે-જો કર્મનું આત્મગુણપણું માનવામાં આવે, તો તેના (આત્માના) પરતંત્રપણામાં નિમિત્ત ન થઈ શકે ! ખરેખર, જે જેનો ગુણ હોય, તે તેનો ગુણ તેના પરતંત્રપણામાં નિમિત્ત થતો નથી. જેમ પૃથ્વી આદિના રૂપ આદિ ગુણ. વળી પરવાદીઓએ કર્મ આત્મગુણ છે, એમ સ્વીકારેલ છે. વળી આત્માનું પરતંત્રપણું અસિદ્ધ નથી. હીનસ્થાન પરિગ્રહવત્વરૂપ હેતુથી તેની સિદ્ધિ છે. જેમ કે-મદ્યના આવિર્ભાવની પરતંત્રતાથી પુરુષને અશુચિસ્થાનનો પરિગ્રહ. ખરેખર, શરીર આત્માનું હીનસ્થાન છે, કેમ કે-દુઃખનો હેતુ છે. શંકા – ગુણપણું હોવા છતાં ક્રોધ આદિમાં પરતંત્રતાનું નિમિત્તપણું દેખેલું છે ને? સમાધાન-તે ક્રોધ આદિ પૌદ્ગલિક (મોહનીયકર્મરૂપ પુગલજનિત) હોઈ ગુણરૂપ યુક્તિયુક્ત નથી ભાવ ક્રોધાદિનું તો પરતંત્રતાનું નિમિત્તપણું નથી માટે પુણ્યપાપ દ્રવ્યરૂપ જ છે.) અનુભવ-સ્મરણ આદિના આધારભૂત આત્માનું મોહથી નાસ્તિપણું માને છે. તેઓનું કથન ભૂતનિહ્નવરૂપ છે. (૨) અભૂતના ઉભાવનના દષ્ટાન્તને કહે છે કે-કેટલાક, સ્વરુચિથી યથા અવસ્થિત-અસંખ્ય પ્રદેશપરિમાણવાળા, આશ્રયના વશે સંકોચ-વિકાસરૂપ સ્વભાવવાળા, રૂપ-રસ-ગંધ-સ્પર્શ વગરના, અનેક પ્રકારની ક્રિયાવાળા આત્માની અવગણના કરી અજ્ઞાનના બળે સર્વવ્યાપક, નિષ્ક્રિય, અંગુષ્ઠના પર્વના જેવડો, આદિત્ય જેવા ભાસ્વરસ્વરૂપવાળો આત્મા છે. એમ પ્રમાણશૂન્ય આત્માનું ઉલ્કાવન કરે છે, તેથી એ લોકોનું અભૂતનું ઉલ્કાવન અસત્ય છે. અર્થાન્તરનું દાન્ત-જે ગાયને ઘોડો કહે છે અને ઘોડાને ગાય કહે છે, એમ મૂઢતાથી કે શઠતાથી વિપરીતરૂપે તે વચન અર્થાન્તરરૂપ અસત્ય છે. શાસ્ત્રપ્રતિષિદ્ધ, કુત્સિત વચનરૂપ ક્રિયા “ગહ.' ૦ તેનું ઉદાહરણ-ખેતરને ખેડો ! હિંસાની નિવૃત્તિનું પ્રતિબંધક (હિંસાકારક) હોવાથી આ વચનનું અસત્યપણું છે, હિંસાનિવૃત્તિ(અહિંસા)ના પરિરક્ષણ માટે મૃષાવાદ આદિ નિવૃત્તિનો ઉપદેશ છે.
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy