SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयो भाग / सूत्र - १५-१६, दशमः किरणे ५१७ (૩) આને પ્રાથમિક વાદ (પૂર્વપક્ષ), આને ઉત્તરવાદ (ઉત્તરપક્ષ), આવી રીતે નિર્દેશ કરવો, એ સભ્યોનું ત્રીજું કાર્ય છે. (૪) વાદીએ અને પ્રતિવાદીએ કહેલ સાધક અને બાધકના ગુણ અને દોષનું અવધારણ, એ સભ્યોનું ચોથુ કાર્ય છે. (૫) જ્યારે એક પ્રતિપાદિત કરેલ પણ તત્ત્વને મોહથી કે અભિનિવેશથી બીજો નહિ સ્વીકાર કરતો કથામાં અટકતો નથી, અથવા જયારે બંને જણા તત્ત્વથી વિમુખ બોલતાં અટકતાં નથી, ત્યારે તે બંનેને તત્ત્વપ્રકાશનદ્વારા વાદવિરામ, એ સભ્યોનું પાંચમું કાર્ય છે. (૬) કથાના ફળરૂપ જય-પરાજય આદિની ઉદ્ઘોષણા કરાવવી, એ સભ્યોનું છઠું કર્તવ્ય છે. अथ सभापतिस्वरूपं दर्शयति - प्रज्ञाऽऽज्ञासम्पत्तिसमताक्षमालङ्कृत सभापतिः ॥ १६ ॥ प्रज्ञेति । सभापतेरप्राज्ञत्वे क्वचिद्वादिना प्रतिवादिना वा जिगीषुणा शाठ्यत्सभ्यान् प्रत्यपि विप्रतिपत्तौ विधीयमानायां तत्समयोचितकार्यकर्तृत्वं न स्यादिति तेन प्रज्ञालङ्कृतेन भाव्यमिति भावः । स्वाधिष्ठितवसुन्धरायामस्फुरिताज्ञैश्वर्यो विवादं न व्यपोहितुमुत्सहत इति आज्ञासम्पत्त्यलङ्कत इत्युक्तम् । कृतपक्षपाते च सभापतौ सभ्या अपि भीतभीता इवैकतः किल कलङ्कः, अन्यतश्चावलम्बितपक्षपातः प्रतापाधिपतिस्सभापतिरितीतस्तटमितो व्याघ्र इति न्यायेन कामपि कष्टां दशामाविशेयुर्न पुनः परमार्थं प्रथयितुं प्रभवेयुरतस्समतालङ्कृत इत्युक्तम् । उत्पन्नक्रोधाः पार्थिवा यदि तत्फलं नोपदर्शयेयुस्तदा निदर्शनमकिञ्चित्कराणां स्युरिति तेषां कोपे सफले वादोपमर्द एव भवेदिति क्षमालङ्कृत इत्युक्तम् ।। સભાપતિ સ્વરૂપનું દર્શન ભાવાર્થ – “પ્રજ્ઞા-આજ્ઞા-સંપત્તિ-સમતા-ક્ષમાથી અલંકૃત “સભાપતિ' કહેવાય છે.” વિવેચન – જો સભાપતિ પ્રાજ્ઞ ન હોય, તો ક્વચિત્ વાદીએ કે પ્રતિવાદીએ, જિગીષએ શઠતાથી સભ્યો પ્રત્યે પણ વિપ્રતિપત્તિ (વિરોધ) કર્યો છતે, તે સમયને ઉચિત કાર્યનું કરવું ન થાય, માટે પ્રજ્ઞાભૂષિત સભાપતિ હોવો જોઈએ. (૨) સ્વથી અધિષ્ઠિત વસુંધરામાં, અસ્કુરિત આજ્ઞાઐશ્વર્યવાળો વિવાદને તોડવા માટે ઉત્સાહિત થઈ શકતો નથી, માટે સભાપતિ આજ્ઞાસંપત્તિથી વિભૂષિત હોવો જોઈએ. (૩) પક્ષપાત કરનાર સભાપતિ હોય છત, સભ્યો પણ અત્યંત ભયભીત બનેલાની માફક હોવાથી એક બાજુથી ખરેખર કલંક છે. બીજી બાજુ પક્ષપાતનું અવલંબનકારી પ્રતાપનો અધિપતિ સભાપતિ
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy