SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ २८० तत्त्वन्यायविभाकरे વિવેચન – (૧) કાળની અપેક્ષાએ અભેદવૃત્તિનો અસંભવ=એક અધિકરણમાં એક કાળની અપેક્ષાએ પરસ્પરવિરૂદ્ધ અનેક ગુણોનો મુખ્યપણે અભેદનો સંભવ નથી, તેથી ગૌણપણે અભેદનો સંભવ છતાં ક્ષતિ નથી. જો એક ઠેકાણે એક કાળમાં વિરૂદ્ધ ગુણોની સત્તા માનવામાં આવે, તો ગુણભેદથી ગુણિભેદની આવશ્યકતા હોઈ ધર્મીની એકતા નહિ થશે, માટે પર્યાયનયમાં ગુણોના ભેદમાં વિભિન્ન ગુણનો આધાર ભિન્ન છે. જેટલા ગુણોનો આધાર છે, તેટલા ગુણોના આધારનો તેટલા પ્રકારથી ભેદ છે, કેમ કે-પર્યાયના ભેદથી પર્યાયવાળા-ધર્મીદ્રવ્યનો ભેદ આવશ્યક છે. (૨) સ્વરૂપની અપેક્ષાએ અભેદનો અસંભવસ્વરૂપથી વિરૂદ્ધ નાના ગુણોના અભેદનો સંભવ નથી, કેમ કે-પ્રત્યેક ગુણનું પોતાનું સ્વરૂપ અલગ અલગ છે. ખરેખર, ઘટાદિ ગુણત્વ સ્વરૂપશબ્દથી જે વિવક્ષિત છે, તે ઘટાદિમાં વર્તમાન સઘળા ગુણોમાં સરખું જ છે, તો સ્વરૂપભેદ કેવી રીતે ?'એવું નહીં બોલવું કેમ કેગુણના ભેદથી ગુણિભેદની આવશ્યકતા હોઈ, ગુણદીઠ વસ્તુના ભેદથી તનિષ્ઠ ગુણત્વનો પણ ભેદ છે. (નાના ગુણ સંબંધી તદ્ગણત્વરૂપ સ્વરૂપના અભેદમાં, ગુણોનું તર્ગુણત્વનું સર્વત્ર અવિશિષ્ટ હોવાથી જો ભિન્નત્વ ન થાય, તો અનંતધર્મોના અભાવમાં અનંતધર્માત્મકપણું પણ વસ્તુનું કહી નહિ શકાય !) શંકા – ગુણત્વ-ધર્મત્વ આદિ સ્વરૂપોનો અભેદ છે ને? સમાધાન – જો આ પ્રમાણે છે, તો તે ગુણત્વ આદિ રૂપથી જગતમાં વર્તમાન ગુણોનો અને ધર્મોનો અભેદનો પ્રસંગ આવતો હોઈ પરસ્પર ભેદના અભાવનો પ્રસંગ છે. (૩) અર્થની અપેક્ષાએ અભેદવૃત્તિનો અસંભવ=ભિન્ન ગુણોનો આધાર પણ વિભિન્ન જ માટે આધારરૂપ અર્થથી અભેદવૃત્તિ ઘટતી નથી. અન્યથા, અનેક ગુણાશ્રયમાં એકતાના વિરોધનો પ્રસંગ આવશે. (ગુણાધારની ભિન્નતાના અભાવમાં, “એક આધારમાં એક જ ગુણ છે આવો ત્યાં નિયમ હોવાથી, નાના ગુણાશ્રયત્ન ભેદ સિવાય ન થાય ! અથવા જે અનેક ગુણાધાર છે, તે અનેક છે. આવી વ્યાપ્તિ છે. અન્યથા, સકલ ગુણાશ્રયમાં એક આધારતાનો પ્રસંગ આવશે.) (૪) સંબંધથી અભેદવૃત્તિનો અસંભવ=સંબંધીભેદ એટલે પ્રતિયોગી (આધેય)-અનુયોગિ(આધાર)ના ભેદથી, સંબંધના ભેદથી અભેદવૃત્તિનો અસંભવ છે, કેમ કે-ઘટભૂતલના સંયોગ કરતાં પટભૂતલના સંયોગમાં ભેદ દેખાય છે. (અનેક ધર્મોની સાથે ઘટાદિ ધર્મી છતાં ઘટ આદિમાં એક સંબંધ નથી, પરંતુ તત્તધર્મપ્રતિયોગિક, ઘટાદિ અનુયોગિક ભિન્ન જ સંબંધ છે. અસ્તિત્વ, નાસ્તિત્વ આદિ નાના ધર્મરૂપી સંબંધીઓની સાથે ઘટ આદિ આત્મક એકધર્મીમાં, ભેદવિશિષ્ટ અભેદાત્મક અવિષ્યમ્ ભાવસંબંધનો અસંભવ હોવાથી, સંબંધથી અભેદવૃત્તિનો અસંભવ છે.) (૫) ઉપકારના ભેદથી અભેદવૃત્તિનો અસંભવ=તે તે ગુણજન્ય જ્ઞાનોના ભેદથી ઉપકારની અપેક્ષાએ અભેદનો અસંભવ છે. અહીં કેવળ જ્ઞાનરૂપ ઉપકાર નથી, પરંતુ તે તે ગુણવિષયવાળું જ્ઞાન, તથા વિષયના ભેદથી જ્ઞાનભેદની આવશ્યકતા હોઈ, તે તે ગુણવિષયક જ્ઞાનોના ભેદથી ગુણોનું એક ઉપકારકારકપણું નથી. અન્યથા, નાના ગુણજન્ય ઉપકારનું એકત્વ અવિરૂદ્ધ થઈ જાય !
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy