SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ १३० तत्त्वन्यायविभाकरे અસંભવિત છે. [શંકા – અવયવરહિત સાધનસામાન્ય-સાધ્યસામાન્યનું સંનિકૃષ્ટ હોઈ એક સ્થાનમાં પણ સકળપણાએ ઇન્દ્રિયથી ગ્રહણ છે. વિશેષ પ્રતિપત્તિ તો સઘળે સ્થળે હેતુના પક્ષધર્મતાના બળથી જ છે ને ? સમાધાન વ્યાપ્તિ ગ્રહણકાળમાં જ સામાન્ય સ્વરૂપવાળા સાધ્યની સિદ્ધિ હોવાથી સાધનની નિષ્ફળતાની આપત્તિ આવશે. પક્ષધર્મતાની ધૂમવિશેષમાં જ સત્તા હોઈ, વહ્રિવિશેષની સાથે વ્યાપ્તિ હોઈ, તે સામાન્ય સ્વરૂપનું ગ્રહણ નહીં હોવાથી તેમાં વિશેષમાં ગમકત્વનો અસંભવ છે. ધૂમ સામાન્ય હોયે છતે વહ્નિ સામાન્યની સિદ્ધિ થાય પરંતુ વિશેષની નહીં. ઇતિ.] ૦ વળી બહિરિન્દ્રિયનિરપેક્ષ મનમાં બહિરર્થના સાક્ષાત્કારમાં સામર્થ્યનો અભાવ હોઈ બાહ્ય અર્થવિષયક વ્યાપ્તિનું મનથી ગ્રહણ થતું નથી. - ૦ વ્યાપ્તિગ્રાહક અનુમાન પણ થઈ શકતું નથી, કેમ કે-પ્રકૃત અનુમાનથી જ તે વ્યાપ્તિની પ્રતિપત્તિમાં અન્યોન્યાશ્રય દોષ છે. વ્યાપ્તિજ્ઞાન હોયે છતે અનુમાન છે અને અનુમાન હોયે છતે વ્યાપ્તિજ્ઞાન છે. ૦ બીજા અનુમાનથી તે વ્યાપ્તિની પ્રતિપત્તિમાં તો અનવસ્થા છે, કેમ કે-તે ગ્રહિતવ્યાપ્તિવાળામાં જ પ્રકૃત અનુમાન વ્યાપ્તિગ્રાહકપણું છે. વ્યાપ્તિજ્ઞાન અન્ય અનુમાનગૃહિત વ્યાપ્તિવાળા અનુમાનથી જ છે. આવી પરંપરા અનંત હોઈ અનવસ્થા છે. તેથી ઉપલંભ-અનુપલંભ આદિ જન્ય વ્યાપ્તિ આદિ વિષયક, તર્કનામક જ્ઞાન અવશ્ય માનવું જોઈએ. તેમજ સ્વ(તર્ક) વિષયભૂત વ્યાપ્તિ આદિમાં અવિસંવાદીપણું હોવાથી તર્કનું પ્રમાણપણું છે. અહીં અનુમાનપ્રયોગ છે કે ‘તર્ક‘પ્રમાણ છે, કેમ કે-અબાધિત વિષયવાળો છે. જેમ કે-પ્રત્યક્ષ આદિ માટે આ તર્ક સ્વ-૫૨વ્યવસાયી હોઈ (દીપકવત્) સ્વતઃ ખુદ સાક્ષાત્ પ્રમાણરૂપ છે. જો આ તર્ક વ્યાપ્તિના જ્ઞાન માટે સ્યાદ્વાદમાં માને, આ તર્ક અનવસ્થા આદિ દોષરહિત છે; કેમ કેબીજી સંબંધની પ્રતીતિની અપેક્ષા રાખ્યા સિવાય જ, સ્વયોગ્યતાના સામર્થ્યથી જ સાધ્ય-સાધન અવિનાભાવરૂપ સંબંધની પ્રતીતિ કરવા માટે પોતે સમર્થ છે, માટે અનવસ્થા નથી. વ્યાપ્યારોપણ વ્યાપકારોપરૂપ નૈયાયિકાભિમત તર્ક પણ કવચિત્ અસ્મદ્ અભિમત તર્કથી જ્યાં વ્યાપ્તિજ્ઞાનનો પ્રસંગ છે, ત્યાં તર્કદ્વારા જે વ્યાપ્તિસમર્થનરૂપ વિચાર છે, તેના અનુકૂળપણાની અપેક્ષાએ અને વ્યભિચાર શંકાના નિવર્શકપણાની અપેક્ષાએ ઉપયોગી છે. अथादिपदग्राह्यवाच्यवाचकसम्बन्धविषयकतर्कस्य दृष्टान्तमाह यथा वा घटजातीयश्शब्दो घटजातीयस्य वाचको घटजातीयोऽर्थो घटजातीयशब्दवाच्य इति ज्ञानं वाच्यवाचकभावसम्बन्धविषयकम् ॥ ५ ॥ यथावेति । ननु वाच्यवाचकभावविषयकं ज्ञानं कथं तर्क इति चेन्मैवं इतरप्रमाणासाधारणत्वात् नहीदं प्रत्यक्षं चक्षुरादिज्ञानस्य शब्दपरिहारेण रूपादावेव श्रोत्रज्ञानस्य च रूपादिपरिहारेण शब्द एव प्रवर्त्तमानत्वात् । न च सकलशब्दार्थगोचरमन्यज्ञानमस्ति ततस्तर्क एव तद्विषयक इति ॥
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy