________________
द्वितीयो भाग / सूत्र - ४, तृतीयः किरणे
१२९ સાથે ચક્ષનો કહેલો સંનિકર્ષ વર્તે છે. તથાપિ ઇન્દ્રિયસંબંદ્ધ એટલે ચક્ષુસંયુક્ત, આગળ રહેલો ધૂમ છે. તે વિશેષ્યવાળું “ધૂમ” એવું જ્ઞાન છે. તે જ્ઞાનમાં ધૂમત્વ પ્રકાર છે. તે પ્રકારીભૂત સામાન્યભૂત ધૂમત્વરૂપ સંનિકર્ષથી ધૂમ:' એવું સકળ ધૂમવિષયક જ્ઞાન થાય છે. અર્થાત્ તાદશ ધૂમત્વ સામાન્ય સકળ ધૂમમાં વર્તે છે. માટે તાદશ સંનિકર્ષના બળથી, ચક્ષુવડે સકળ ધૂમનું અલૌકિક પ્રત્યક્ષ, આવી કહેલ દિશાથી સકળ નહિ પણ પ્રત્યક્ષ છે. એથી સકળ ઉપસંહારથી વ્યાપ્તિપ્રહણ પ્રત્યક્ષથી સંભવે છે.]
ઉત્તરપક્ષ – જેમ “સાક્ષાતુ હું કરું છું'-આવા અનુભવબળથી પ્રત્યક્ષ મનાય છે, તેમ “હું તર્ક કરું છું'આવા અનુભવબળથી તેના વિષયભૂત તર્કને માનવો જોઈએ. તર્કથી સકળ સાધ્યસાધન વ્યક્તિના ઉપસંહારથી વ્યાપ્તિજ્ઞાનની ઉપપત્તિ થયે છતે સામાન્ય લક્ષણ પ્રત્યાસત્તિની કલ્પનામાં પ્રમાણનો અભાવ છે. એટલું જ નહીં પરંતુ ઉહનામક તર્ક સિવાય જાણેલા પણ ધૂમત આદિરૂપ સમાન્યથી સકળ ધૂમ-વતિ વ્યક્તિનું જ્ઞાન અસંભવિત છે. અર્થાત્ તર્કથી જ વ્યાપ્તિજ્ઞાનનો સંભવ થયે છતે, સામાન્ય લક્ષણ પ્રત્યાસત્તિના સ્વીકારમાં પ્રમાણ નહીં હોવાથી, કહેલ દિશાથી પ્રત્યક્ષથી વ્યાપ્તિજ્ઞાનનો સંભવ નથી એમ જાણવું.
ખરેખર, તે સામાન્ય લક્ષણ પ્રત્યાસત્તિ “સામાન્ય, જ્યારે વ્યક્તિ સાકલ્ય-સકળ વ્યક્તિ વ્યભિચારી થાય, ત્યારે સામાન્ય જ ન હોય.'- આવા પ્રકારના તર્કની અપેક્ષા રાખે છે.
૦ તે પ્રાણીમાં ધર્મ વિશેષ છે, કેમ કે-વિશિષ્ટ સુખની અન્યથાનુપપત્તિ છે. ઇત્યાદિમાં સાધ્યભૂત ધર્મવિશેષ્યનું ‘બાપુથી '-આવા આપ્તવચનથી જ ગ્રહણ છે અને હેતુનું અનુમાનથી ગ્રહણ છે.
૦ આદિત્યમાં ગમનશક્તિ છે, કેમ કે-ગમનની અન્યથા અનુપપત્તિ છે. ઈત્યાદિમાં સાધ્યનું અનુમાનથી, પહેલાં, જે કાર્ય છે તે શક્તિવાળા કારણપૂર્વક છે. જેમ કે સંપ્રતિપન્ન અને “કાર્યગમન છે.” આવા બીજા અનુમાનનું દેશાત્તર પ્રાપ્તિરૂપ લિંગરૂપ હેતુથી ગ્રહણ છે.
૦ ઉપરોક્ત કથનથી વ્યાપ્યના આરોપથી વ્યાપક આરોપ તર્ક છે અને તે ક્વચિત્ વિરોધી શંકા નિવર્તક હોઈ પ્રમાણાનુગ્રાહક છે. આ તર્ક સ્વતઃ પ્રમાણ નથી. તિર્કમાં વ્યાપ્યનો અને વ્યાપકનો બાધ નિશ્ચય કારણ છે. વ્યાપ્યાનો આરોપ એટલે બાધકાલીન ઈચ્છાજન્યજ્ઞાનરૂપ આહાર્યજ્ઞાન છે. તથાચ વ્યાપ્યવિષયક આહાર્યજ્ઞાનજન્ય વ્યાપકવિષયક આહાર્યજ્ઞાનત્વ એ તર્કનું લક્ષણ છે. જેમ કે-“જો વહ્નિ ન હોય, તો ધૂમ પણ ન હોય.” તર્ક બે પ્રકારનો છે. (૧) વિષયપરિશોધક. જેમ કે-નિવલિઃ સ્યાત્ નિર્ધમસ્યાત્ ઇત્યાદિ. (૨) વ્યાતિગ્રાહક ક્વચિત્ વહ્નિ વગર પણ ધૂમ થશે! વતિ વગરના પ્રદેશમાં પણ ધૂમ થાય. ઇત્યાદિ વ્યભિચારી શંકાના નિરાકરણ માટે “જો ધૂમ-વહ્નિ વ્યભિચારી થાય, તો વહ્નિજન્ય ન થાય! ઇત્યાદિ તર્ક વ્યાપ્તિગ્રાહક છે.] ઇત્યાદિ તૈયાયિક અભિમત મતનું ખંડન થઈ જાય છે. જેમ કે-સામાન્ય લક્ષણ પ્રત્યાત્તિમાં પ્રમાણનો અભાવ હોવાથી, સકળ સાથ-સાધનના ઉપસંહારની અપેક્ષાએ વ્યાતિગ્રાહકના અભાવનો પ્રસંગ આવી જાય છે.
શંકા – અન્વય વ્યતિરેક સહકૃત પ્રત્યક્ષથી વ્યાપ્તિ ગ્રહણયોગ્ય ન થઈ શકે?
સમાધાન – પ્રતિનિયત દેશ-કાળ-વિશિષ્ટ અર્થોમાં ઇન્દ્રિયની પ્રવૃત્તિ હોવાથી સકળ દેશકાળવિશિષ્ટ સાધ્ય-સાધના ઉપસંહારદ્વારા તે અન્વય વ્યતિરેક સહકૃત પ્રત્યક્ષથી વ્યાપ્તિનું ગ્રહણ