SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयो भाग / सूत्र -५, तृतीयः किरणे १३१ હવે આદિપદથી ગ્રહણ કરવાલાયક વાચ્યવાચક સંબંધવિષયક તર્કનું દૃષ્ટાન્ત કહે છે. ભાવાર્થ – “અથવા જેમ કે-ઘટજાતીય શબ્દ ઘટજાતીયનો વાચક છે. ઘટજાતીય અર્થ ઘટજાતીય શબ્દવાચ્ય છે. આવું જ્ઞાન વાચ્યવાચ્યક ભાવસંબંધવિષયક છે.” શંકા – વાચ્યવાચક ભાવવિષયક જ્ઞાન કેવી રીતે તર્ક છે? સમાધાન – ઇતર પ્રમાણોથી અસાધારણ છે. બીજા બીજા પ્રમાણમાં તર્કનો અંતર્ભાવ થઈ શકતો નથી. તથાહિ આ તર્ક-પ્રત્યક્ષ પ્રમાણરૂપ નથી, કેમ કે-ચક્ષુ આદિ જ્ઞાન શબ્દના પરિહારપૂર્વક રૂપ આદિમાં જ પ્રવર્તે છે. શ્રોત્રજ્ઞાન, રૂપ આદિના પરિહારપૂર્વક શબ્દમાં પ્રવર્તતું છે. વળી સકળ શબ્દ અર્થવિષયક અન્ય જ્ઞાન નથી, માટે સકળ શબ્દ અર્થવિષયક તર્ક જ છે. એટલે ભિન્ન સ્વ-પરવ્યવસાયી હોઈ પ્રમાણ છે. ઉપલંભ-અનુપલંભ કેવી રીતે તર્ક પ્રત્યે કારણે થાય છે? આના જવાબમાં કહે છે કે ભાવાર્થ – “વળી વ્યાપ્તિવિષયક જ્ઞાન, વ્યાપ્તિજ્ઞાનકાળમાં એક વાર ઉપલંભ અને અનુપલંભથી સાક્ષાત્ ઉત્પન્ન થાય છે. કવચિત્ તો પહેલાં અનેકવાર ઉપલંભ અને અનુપલંભથી જ કાળાન્તરમાં સાધનના ગ્રહણ પહેલાં જોયેલ સાધ્ય-સાધનના સ્મરણ-પ્રત્યભિજ્ઞાનથી પરંપરાથી ઉત્પન્ન થાય છે. વળી ઉપલંભ એટલે સાધ્યસત્તામાં જ હેતુની સત્તા ઇતિ. અનુપલંભ એટલે સાધ્યના અભાવમાં હેતુનો અભાવ ઈતિ. સાધ્ય-સાધનના ગ્રહણ-અગ્રહણરૂપ આ બને, પ્રમાણ માત્રથી અભિમત છે.” વિવેચન – સાક્ષાત્ જ પેદા થાય છે. એટલે સ્મરણની અને પ્રત્યભિજ્ઞાનની અપેક્ષા રાખ્યા સિવાય, તાદશ ક્ષયોપશમવિશેષના બળથી પ્રત્યક્ષ વ્યાપ્તિજ્ઞાન પેદા થાય છે. પરંપરાએ તર્કની ઉત્પત્તિને કહે છે. વર્તીિત ' પહેલાં સાધ્ય અને સાધનનો એક સ્થળમાં દર્શન, ત્યારબાદ હેતુદર્શન થયે છતે પૂર્વ દેખેલ સાધ્ય અને સાધનના સહચાર(સાહચય)નું સ્મરણ તથા ત્યારપછી વર્તમાનદર્શનના વિષયભૂત ધૂમ આદિ હેતુમાં પૂર્વદષ્ટ વહ્નિ આદિ સહચરિત ધૂમનું સજાતીયત્વ પ્રતિ સંધાનરૂપ પ્રત્યભિજ્ઞાન થાય છે ત્યારબાદ તે પ્રત્યભિજ્ઞાન સહચરિત તર્કનામક જ્ઞાનાવરણક્ષયોપશમ વિશેષથી જ્યાં જ્યાં ધૂમ છે, ત્યાં ત્યાં અગ્નિ છે ઇતિ. આકારવાળો સકળ-સાધ્ય-સાધન વ્યક્તિના ઉપસંહાર (સંપૂર્ણ સંબંધ સંગ્રહ) દ્વારા તર્ક, વ્યાપ્તિના જ્ઞાનમાં સમર્થ થાય છે. कथमुपलम्भानुपलम्भौ तर्फ प्रति कारणे भवत इत्यत्राह व्याप्तिविषयकज्ञानञ्च व्याप्तिज्ञानकाले सकृदुपलम्भानुपलम्भाभ्यां साक्षादेव जायते । क्वचित्तु पूर्वमसकृदुपलम्भानुपलम्भाभ्यामेव कालान्तरे साधनग्रहणप्राग्दृष्ट साध्यसाधनस्मरणप्रत्यभिज्ञानपरम्परया जायते । उपलम्भश्च साध्यसत्त्व एव हेतूपलम्भ
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy