SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ १० સૂત્ર ૨૪–અવગ્રહવિષયભૂત સામાન્યધર્મના અવાન્તરભૂત ધર્મવિષયક સંશય પેદા થાય છે. જેમ કે-‘આ મનુષ્ય પૂર્વનો છે કે પશ્ચિમનો ?’ આ સંશય બાદ વિશિષ્ટ લક્ષણથી ‘આ પૂર્વનો હોવો જોઇએ’ આવા આકારની ‘ઇહા’ થાય છે. અહીં સંશયપૂર્વક ઇહા હોય છે. એની ચર્ચા મનનીય છે. સૂત્ર ૨૫–ઇહાના વિષયભૂત વિશેષધર્મનો નિર્ણય ‘અપાય’ છે. જેમ કે-‘આ પૂર્વનો જ છે.’ આ જ પ્રત્યક્ષ પ્રમાણ છે, પરંતુ અવગ્રહ અને ઇહા પ્રત્યક્ષ પ્રમાણ નથી, કેમ કે-અનિર્ણયરૂપ છે. અપાયની ભાવ-અભાવની ચર્ચા દર્શનીય છે. સૂત્ર ૨૬-૨૭–સ્મરણની ઉત્પત્તિમાં પરિણામિકારણભૂત અપાય ‘ધારણા’ છે. આ સંખ્યાતઅસંખ્યાતકાલીન, જ્ઞાનરૂપ અને સંસ્કાર શબ્દથી વાચ્ય છે. ધારણાના ત્રણ ભેદોનું વર્ણન અને તેના પ્રામાણ્યની ચર્ચા, અવગ્રહ આદિ આન્તોઁહર્તિક છે. વગેરેની ચર્ચા વાંચનીય છે. સૂત્ર ૨૮–આ મતિજ્ઞાન પ્રભેદો અસંકીર્ણતાથી અનુભવાતા હોઈ, પર્યાયાર્થિકનયની અપેક્ષાએ ભેદ છતાં, દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ એક જીવદ્રવ્ય તાદાત્મ્યથી અભેદ હોઈ પ્રમાણતાનો વ્યાધાત નથી. આની વિશદ ચર્ચા વિલોકનીય છે. સૂત્ર ૨૯–તે પ્રકારે જ તે તે આવરણનો ક્ષયોયશમ હોઈ, તે પ્રકારે જ અનુભવ હોવાથી અવગ્રહ આદિનો કથંચિદ્ ભેદની અપેક્ષાએ ઉત્પત્તિક્રમઃ-(૧)ઇન્દ્રિય અને અર્થનો યોગ્યતા કે સંશ્લેષરૂપ સંબંધ. (૨) પછી દર્શન. જેમ કે- ‘આ કાંઈક’ છે. (૩) પછી વિશિષ્ટ જાતિ આદિ દ્વારા વ્યવહારિક અવગ્રહ થાય છે, જેમ કે-‘આ મનુષ્ય છે.’ (૪) પછી અનિશ્ચિતરૂપે સંશય થાય છે. જેમ કે- ‘આ પૂર્વનો છે કે પશ્ચિમનો છે ?’ (૫) પછી નિયત આકારે સંભાવનારૂપ ઇહા. જેમ કે‘આ પૂર્વનો હોવો જોઈએ.’ (૬) પછી ઇહિત આકારે નિર્ણયરૂપ અપાય. જેમ કે- ‘આ પૂર્વનો જ છે.' (૭) પછી કાલાન્તરમાં સ્મૃતિહેતુરૂપે ધારણા ઉદય પામે છે. અહીં ઉત્પત્તિક્રમ વિશેષથી ચર્ચણીય બને છે. સૂત્ર ૩૦–ઇન્દ્રિય કે મનથી જન્ય, શબ્દનિરપેક્ષ સ્પષ્ટ અવભાસ ‘મતિજ્ઞાન’ કહેવાય છે. અહીં લક્ષણના પદકૃત્યો જોવા જેવા છે. સૂત્ર ૩૧–આ મતિજ્ઞાન, ઇન્દ્રિય અને મનથી અવગ્રહ આદિના ક્રમથી પેદા થતું હોઈ ૨૪ પ્રકારનું છે. રસન આદિ ચાર ઇન્દ્રિયોનો વ્યંજનાવગ્રહ ચાર મળી ૨૪+૪=૨૮ પ્રકારનું છે. ૨૮ પણ ૩૩૬ ભેદવાળું કેવી રીતે થાય છે, એનું વર્ણન દષ્ટાન્ત સાથે ખૂબ રોચક છે. સૂત્ર ૩૨ થી ૪૨–મતિજ્ઞાનસાપેક્ષ, વાચ્ચ-વાચકભાવપૂર્વક શબ્દસંસ્કૃષ્ટ અર્થનું ગ્રહણ ‘શ્રુતજ્ઞાન’ કહેવાય છે. અહીં લક્ષણ તથા પદકૃત્યો અને દોષત્રયશૂન્યતા કેવી રીતે છે ? વગેરે વિષય ખૂબ રસિક છે. મતિ અને શ્રુતની ભેદરેખા તથા સાધર્મ્સ આદિ વિશેષથી અવગાહનીય છે. શ્રુતજ્ઞાનના ચૌદ ભેદોનું વર્ણન.
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy