SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ११ (ત્રીજું કિરણ) સૂત્ર ૧–સંસ્કારરૂપ અનુભવ માત્રથી જન્ય જ્ઞાન ‘સ્મૃતિ' કહેવાય છે. જેમ કે- ‘તે ઘડો.' અહીં અનુભવ પ્રમાણરૂપ ગ્રાહ્ય છે. આત્મશક્તિરૂપ સંસ્કારદ્વાર છે. પ્રબોધ સહકારી છે. પૂર્વે અનુભૂત વિષયવાળી સ્મૃતિ છે. અર્થવિષયક-અવિસંવાદવાળી હોવાથી આ સ્મૃતિનું પ્રામાણ્ય છે. અહીં શંકાસમાધાનપૂર્વક વિવેચિત સ્મૃતિનું પ્રકરણ ખાસ વિલોકનીય છે. સૂત્ર ર–અનુભવ અને સ્મરણથી જન્ય જ્ઞાન “પ્રત્યભિજ્ઞાન’ દાત. “તે આ જિનબિંબ છે. અહીં “તે અને આનો શબ્દથી ઉલ્લેખ થાય છે. આનું બીજાં નામ “સંકલના” છે. ભૂતકાલીન અને વર્તમાનકાલીન વસ્તુ વિષયરૂપે છે. અહીં લક્ષણ, પદકૃત્ય, શંકા-સમાધાન સારી રીતે અવલોકનીય છે. સૂત્ર ૩–અહીં એકત્વવિષયક, સાદેશ્યવિષયક, વલક્ષણ્યવિષયક અને પ્રતિયોગિત્વવિષયક દૃષ્ટાન્તો પૂર્ણઘટનાની સાથે દર્શનીય છે. સૂત્ર ૪ થી ૭–ઉપલંભ અને અનુપલંભ (સાધ્યસાધનના ગ્રહણ-અગ્રહણરૂપ) આદિથી જન્ય વ્યાપ્તિ આદિ વિષયવાળું જ્ઞાન ‘તર્ક કહેવાય છે. જેમ કે-જો વહ્નિ હોય, તો ધૂમ હોય છે. જો વહિ. ન હોય, તો ધૂમ નથી. આવું વ્યાતિવિષયક છે. વાચ્ચ-વાચકભાવસંબંધવિષયક તર્કનું દષ્ટાન! ઘટજાતીય શબ્દ ઘટજાતીયનો વાચક છે, ઘટજાતીય અર્થ ઘટજાતીય શબ્દથી વાચ્ય છે.” કવચિ, આવાય (પ્રક્ષેપ) ઉદ્ધાપ(અપનયન)થી વાચ-વાચકસંબંધનું જ્ઞાન થાય છે. અહીં તર્કપદાર્થ વિવેચન માર્મિક હોઈ બરાબર અવગાહનીય છે. | (ચોથું કિરણ) સૂત્ર ૧–હેતુનો નિશ્ચય અને વ્યાપ્તિનું સ્મરણ-એમ બે કારણોથી પેદા થતો સાધ્યનિર્ણય “અનુમાન છે. જેમ કે- ‘પર્વત વહ્નિવાળો છે. અહીં અનુમાનમાં હેતુનું જ્ઞાન અને વ્યાપ્તિનું સ્મરણરૂપ બે હેતુઓ જ છે, પરામર્શ હેતુ નથી. એની ચર્ચા વિલોકનીય છે. સૂત્ર –હેતુ નિશ્ચિત વ્યાપ્તિવાળો છે. જેમ કે-“વહિંસાધ્યમાં ધૂમ” હેતુનું સ્વરૂપ વ્યાપ્તિ છે. પક્ષસત્ત્વ આદિ પાંચ રૂપો નથી, કેમ કે અસાધારણ નથી. અહીં બૌદ્ધસંમત ત્રણ રૂપો અને નૈયાયિકના પાંચ રૂપો હેતુનું સ્વરૂપ નથી. એ વિષયનું ખંડન-મંડન નિરીક્ષણીય છે. સૂત્ર ૩–સાધ્યના અભાવવાળામાં અવૃત્તિત્વ, એ હેતુમાં “વ્યાપ્તિ' કહેવાય છે. અન્યથા, અનુપપત્તિ પ્રતિબંધ અવિનાભાવ શબ્દોથી સંબોધાય છે. વતિ સિવાય ધૂમની અનુપપત્તિ હોદ, વતિની સત્તામાં જ ધૂમની ઉપપત્તિ હોઈ વદ્વિનિરૂપત. અન્યથા, અનુપપત્તિ આદિ શબ્દથી વાગ્યે વ્યાપ્તિ ધૂમમાં વર્તે છે. એથી ધૂમ વ્યાપ્ય છે. વતિ નિરૂપક અને વ્યાપક છે. તથાચ વ્યાપ્યની સત્તામાં અવશ્ય વ્યાપકની સત્તા છે અને વ્યાપકની સત્તામાં જ વ્યાપ્ય હોય. આ પ્રમાણે વ્યાપ્ય-વ્યાપક ભાવનિયમ સિદ્ધ થાય છે. અહીં આ નિયમની ચર્ચા ખૂબ નિરીક્ષણીય છે.
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy