SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ९ સૂત્ર ૧૪–રસવિષયક સાધન ઇન્દ્રિય ‘રસનેન્દ્રિય' તેનું લક્ષણ તથા પદકૃત્ય છે. રસનેન્દ્રિય સૃષ્ટબદ્ધ રસરૂપ વિષયગ્રાહક હોઇ પ્રાપ્યકારી છે. રસના ભેદો. સૂત્ર ૧૫–ગંધવિષયક જ્ઞાનમાં અસાધારણ કારણ ઇન્દ્રિય ‘ઘ્રાણેન્દ્રિય’ લક્ષણ તથા પદકૃત્ય છે. સ્પષ્ટબદ્ધ ગંધગ્રાહક હોઇ આ ઇન્દ્રિય પ્રાપ્યકારી છે. ગંધના ભેદો. સૂત્ર ૧૬–સ્પર્શગ્રાહક ઇન્દ્રિય ‘ત્વગ્’ કહેવાય છે. પ્રાપ્યકારી છે. સ્પર્શના ભેદો. અહીં નિવૃત્તિ ઇન્દ્રિયમાં બાહ્ય-અત્યંતરનો ભેદ નથી. સૂત્ર ૧૭–શબ્દગ્રાહક ઇન્દ્રિય ‘શ્રોત્ર’ છે. શબ્દના ભેદો કથિત છે. સ્પષ્ટ શબ્દગ્રાહી હોઇ પ્રાપ્યકારી છે તેની અને શબ્દ પૌદ્ગલિક છે તેની ચર્ચા રસદાર છે. સૂત્ર ૧૮–મતિ-શ્રુતના વિષયભૂત અર્થજ્ઞાનનું સાધન અનિન્દ્રિય ‘મન’ છે. અહીં ઇન્દ્રિયને બે ધર્મો હોય છે. એક ધર્મથી હીન હોઇ ‘મન’ અનિન્દ્રિય કહેવાય છે. એ વિષય અને મનના અર્થાડવગ્રહ પછી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન થાય છે, માટે મનનો વિષય શ્રુત છે. એ વિષય અતિ ગંભીર હોઇ અવગાહનીય છે. મનની અપ્રાપ્યકારીતાની ચર્ચા તો વિશેષતઃ અવગાહનીય છે. સૂત્ર ૧૯–દ્રવ્યમન અને ભાવમનની વિવેચનામાં દ્રવ્યમન અણુરૂપ નથી, પરંતુ શરીર જેટલું છે. પૌદ્ગલિક હોઇ અહંકારજન્ય નથી તથા નિત્ય નથી. વળી દ્રવ્યમન શ્રુતજ્ઞાનાવરણ ક્ષયોપશમના જનનમાં કરણ છે. તેના આધારે ઉપજતો ગુણ-દોષવિચાર, સંપ્રધારણ સંજ્ઞાવાળું જ્ઞાન તથા ધારણાજ્ઞાનરૂપ ભાવમન વગેરેની ચર્ચા ખાસ મનનીય છે. સૂત્ર ૨૦-૨૧–વિષય અને ઇન્દ્રિય-અનિન્દ્રિયના અભિસંબંધથી જન્ય દર્શનથી ઉત્પન્ન, સત્તાના અવાન્તરભૂત મનુષ્યત્વ આદિ સામાન્યવાળી વસ્તુના વિષયવાળું જ્ઞાન ‘અવગ્રહ.’ જેમ કે‘આ મનુષ્ય છે.’ આ દૃષ્ટાન્ત વ્યવહારિક અવગ્રહનું છે, કેમ કે-તેના પછી ઇહા આદિની પ્રવૃત્તિ છે. અહીં અવગ્રહના ભેદો, વ્યંજનાવગ્રહની ભેદપૂર્વક ચર્ચા અને સાંવ્યવહારિક પ્રત્યક્ષ-અવગ્રહ આદિ ચાર પ્રકારનું છે. સૂત્ર ૨૨–સત્તા માત્રનું અવગાહક જ્ઞાન, ‘દર્શન.' તેનું બીજું નામ આલોચન છે. દા. ત. આ કાંઇક છે.’ આ નૈયિક અવગ્રહ છે. વ્યવહારિક અવગ્રહનો ક્રમ, તારતમ્યથી ઉત્તર ઉત્તરવિશેષ આકાંક્ષાની અપેક્ષાએ પૂર્વપૂર્વની સામાન્યવિષયકતાથી અવગ્રહરૂપતા અને પૂર્વપૂર્વની અપેક્ષાથી ઉત્તર ઉત્તર નિશ્ચયોની વિશેષવિષયકતાથી અપાયરૂપતાનું વર્ણન, આ વિષયમાં ‘જૈનતર્કભાષા,’ તેમજ ‘તત્ત્વાર્થની બૃહવૃત્તિ' શું કહે છે, તેનું વિવેચન દર્શનીય છે. સૂત્ર ૨૩–વિષયની સાથે ચક્ષુ અને મનનો સંબંધ ‘યોગ્યતા’ છે. તે યોગ્યતા એટલે અતિ દૂર નહીં, અતિ સમીપ નહીં, અતિ વ્યવહિત નહીં, એવા દેશ આદિમાં અવસ્થાનરૂપ છે. આ યોગ્યતાની ચર્ચા અહીં અવલોકનીય છે.
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy